રાંધણ છઠ્ઠનું મહત્વ અને તે દિવસે આંબા રોપ પૂજાની પરંપરા વિષે જાણો

શ્રાવણ મહિનામાં ચોથથી લઈને શરૂ થતા પર્વ નું આપણે ત્યાં ખૂબ મહત્વ છે. રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવતી નથી આથી મહિલાઓ છઠ્ઠના દિવસે અવનવી વાનગી અને રસોઈ બનાવે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઈ બનાવી રાત્રે ચુલ્લો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા કંકુ ચંદન ઓખા અબીલ ગુલાલથી ચુલ્લાનું પુજન કરવામાં આવે છે. જયોતિષીની દ્રષ્ટીએ જોઈએ તો છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સુર્ય છે સુર્યમાં અગ્નિ તત્વ રહેલ છે. રસોઈમાં અગ્નિ તત્વનું વધારે મહત્વ છે. તે ઉપરાંત રસોઈ ઘરમાં અન્નપુર્ણાનો વાસ છે. આમ તહેવારોમાં રાંધણ છઠ્ઠનું પણ અનેરૂ મહત્વ છે. અને રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલી વાનગી વધારે સ્વાદિષ્ટ થાય છે. ચુલ્લો ઠારવાનું મુહુર્ત રાત્રે ૮.૩૭ થી ૧૦નું છે. અત્યારના જમાનામાં બધાની ઘરે ગેસ ચુલ્લા આવી ગયેલ છે તો તેનું પણ પુજન કરી શકાય છે.

રાંધણ છઠ્ઠનું મહત્વ

રાંધણ છઠ્ઠ એ શીતળા સાતમ સાથે સંકળાયેલો તહેવાર છે સાતમના આગલા દિવસને આપણે રાંધણ છઠ્ઠ કહીએ છીએ, રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ચૂલા, ગેસ વગેરે…ની પૂજ કરે છે. અને બીજા દિવસે એટ્લે શીતળા સાતમના દિવસે પ્રાત:કાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લિપિ-ગુપી તેમાં આંબો રોપી કુતકૃત્ય વિધિ કરે છે.

સગડી, ગેસ કે ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકરણે કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન નું પૂજન કરીને કૃતાગ્નતા અનુભાવે છે. ભારતની વિવિધ સંસ્કૃતિ માં એક અહમ અંગ તહેવારો છે.

રાંધણ છઠ્ઠના દિવસે આંબા ના રોપની પરમપરા:

આંબાના રોપનું રહસ્ય એ છે કે બધા કુટુંબીજનો ને આમ્રવૃક્ષની શીતળતા મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે તેવી ભવ્ય ભાવના સાથે સાધનને પવિત્ર ગણી તેની પૂજા કરવામાં આવે છે.

આથી સ્ત્રીઑ સગડી, ઘંટી, સરવણી, સૂપડું વગેરે સેવાને સાધનોની શ્રધ્ધપૂર્વક પૂજા કરે છે. તેમજ ખેડૂત હળની તથા અન્ય ખેતીના ઓજારોની પૂજા કરે છે. જ્યારે વેપારી ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે. અને પંડિત કે વિદ્ધવાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો