નવરાત્રિના નવ દિવસ શા માટે પ્રગટાવવામાં આવે છે અખંડ જ્યોત? શું છે માન્યતા? કેવા છે નિયમ? જાણો અને શેર કરો

નવરાત્રિ (Navaratri 2021) પાવન પર્વ શરૂ થઈ ગયો છે. આ નવ દિવસો એટલે માં દુર્ગાની ભક્તિમાં રંગાઇ જવાના દિવસો. નવરાત્રિના દિવસો દરમિયાન માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે અખંડ જ્યોતિ(Akhand Jyoti) પ્રજ્વલિત કરવાની એક ખાસ પ્રથા છે. નવરાત્રિ શરૂ થવાના પહેલા દિવસે કળશ સ્થાપિત કરાયા બાદ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે અને મનમાં માં દુર્ગા પ્રત્યે સમર્પણ અને ભક્તિ ભાવ દર્શાવવામાં આવે છે. તન અને મનમાં અંધકાર દૂર કરવાનું પ્રતિક છે. અખંડ જ્યોતિને નવરાત્રિ (Navaratri)માં પ્રજ્વલિત કરવાના પણ નિયમો છે. આ અખંડ જ્યોતિ સતત નવ દિવસ પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જો આ અખંડ જ્યોતિ 9 દિવસ સુધી પ્રજ્વલિત રહે છે તો પુણ્ય મળે છે અને ઘરમાં સુખ શાંતિ અને સંપન્નતા આવે છે. માંના આશીર્વાદા પરીવારને મળે છે. પરંતુ જો જ્યોત બુઝાઇ જાય છે તો અશુભ માનવામાં આવે છે.

શું છે માન્યતા?
માન્યતા છે કે જો ભક્ત સંકલ્પ લઇને નવરાત્રિમાં અખંડ જ્યોતિ પ્રગટાવે અને તેને સંપૂર્ણ શ્રદ્ધા અને મનથી પ્રગટાવી રાખે તો દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને તેની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ જ્યોતની સામે જાપ કરવાથી હજાર ગણું ફળ મળે છે.

અખંડ જ્યાત પ્રગટાવવાના નિયમો

– અખંડ જ્યોતને તમે જમીનની જગ્યાએ કોઇ લાકડી કે ચોકી પર લાલ કપડું પાથરી પ્રગટાવો

– ધ્યાન રાખો કે જ્યોત પ્રગટાવતા પહેલા તેની નીચે અષ્ટદલ બનેલું હોય.

– અખંડ જ્યોતને ગંદા હાથો વડે ક્યારે સ્પર્શો નહીં.

– અખંડ જ્યોતને પીઠ બતાવીને ન જવું

– અખંડ જ્યોત પ્રગટાવવા માટે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો જોઇએ. તમે તલ અથવા સરસવના તેલનો ઉપયોગ પણ કરી શકો છો.

– જો તમે ઘરમાં અખંડ જ્યોતનું ધ્યાન રાખી શકતા નથી તો તમે કોઇ મંદિરમાં દેશી ઘી અખંડ જ્યોત માટે દાન કરી શકો છો.

– અખંડ જ્યોત માટે રૂની જગ્યાએ કલાવેનો ઉપયોગ કરવો જોઇએ. કલાવેની લંબાઇ એટલી હોય છે કે નવ દિવસ સુધી બુઝ્યા વગર ચાલી શકે.

– અખંડ જ્યોત પ્રગટાવતી સમયે માં દુર્ગા, શિવ અને ગણેશનું ધ્યાન ધરો અને “ॐ जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु‍ते।”નો જાપ કરો.

– અખંડ જ્યોત દેવી માંની જમણી બાજુએ રાખવી જોઇએ. જો દિપકમાં સરસવનું તેલ છે તો દેવીની ડાબી બાજુ રાખો.

– નવરાત્રિ સમાપ્ત થયા બાદ જ્યોતને સ્વયં સમાપ્ત થવા દો. તેને બૂઝાવવાનો પ્રયાસ કરવો નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો