નર્મદા જયંતીઃ જાણો કેવી રીતે થઈ નર્મદાની ઉત્પત્તિ? પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા છે હજારો તીર્થ

મહા મહિનાના સુદ પક્ષની સાતમના રોજ નર્મદા જયંતીનો પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે 1 ફેબ્રુઆરી, શનિવારે આ પર્વ છે. નર્મદા ભારતની સૌથી પ્રમુખ નદીઓમાંથી એક છે. જેનો ઉલ્લેખ રામાયણ, મહાભારત વગેરે અનેક ધર્મગ્રંથોમાં મળી આવે છે. થોડાં ગ્રંથ પ્રમાણે દેવી નર્મદાની ઉત્પત્તિ ભગવાન શિવથી થઇ છે અને આ નદીના કિનારે જ્યોતિર્લિંગ સહિત અનેક તીર્થ છે. અનેક ઋષિઓએ તેના કિનારે તપસ્યા પણ કરી છે.

માન્યતાઃ ભગવાન શિવ દ્વારા નર્મદાની ઉત્પત્તિઃ-

એકવાર ભગવાન શંકર લોક કલ્યાણ માટે તપસ્યા કરવા મૈકાલે પર્વત પહોંચ્યા હતાં. તેમના પરસેવાના ટીપાથી આ પર્વત ઉપર એક કુંડનું નિર્માણ થયું હતું. આ કુંડમાં એક બાલિકા ઉત્પન્ન થઇ હતી. જે શાંકરી અને નર્મદા તરીકે ઓળખવામાં આવી. શિવના આદેશ પ્રમાણે તે એક નદી સ્વરૂપે દેશના મોટા ભૂભાગમાં રવ (અવાજ) કરતી પ્રવાહિત થવા લાગી. રવ કરવાના કારણે તેનું એક નામ રેવા પણ પ્રસિદ્ધ થયું. મૈકાલે પર્વત ઉપર ઉત્પન્ન થવાના કારણે તે મૈકાલે સુતા પણ કહેવાઇ.

ધર્મ ગ્રંથોમાં નર્મદા નદીઃ-

સ્કંદ પુરાણ પ્રમાણે નર્મદા પ્રલય કાળમાં પણ સ્થાયી રહે છે તથા મત્સ્ય પુરાણ પ્રમાણે નર્મદાના દર્શન માત્રથી પવિત્રતા આવે છે. તેની ગણના દેશની પાંચ મોટી તથા સાત પવિત્ર નદીઓમાં થાય છે. ગંગા, યમુના, સરસ્વતી તથા નર્મદાને ઋગ્વેદ, સામવેદ, યર્જુવેદ તથા અર્થર્વવેદના સદસ્ય તરીકે સમજવામાં આવે છે. મહર્ષિ માર્કણ્ડેય પ્રમાણે તેના બંને કિનારે 60 લાખ, 60 હજાર તીર્થ છે તથા તેનો દરેક કણ ભગવાન શંકરનું સ્વરૂપ છે. તેમાં સ્નાન, આચમન કરવાથી પુણ્ય તો મળે છે, સાથે જ દર્શનમાત્રથી પુણ્ય લાભ પ્રાપ્ત થાય છે.

નર્મદાના કિનારે જ્યોતિર્લિંગઃ-

12 જ્યોતિર્લિંગમાંથી એક ઓંકારેશ્વર નર્મદાના કિનારે જ સ્થિત છે. આ સિવાય ભૃગુક્ષેત્ર, શંખોદ્વાર, ધૂતતાપ, કોટીશ્વર, બ્રહ્મતીર્થ, ભાસ્કરતીર્થ, ગૌતમેશ્વર પણ સ્થિત છે. ચંદ્ર દ્વારા તપસ્યા કરવાના કારણે સોમેશ્વર તીર્થ સહિત 55 તીર્થ પણ નર્મદાના વિવિધ ઘાટ પર સ્થિત છે. વર્તમાન સમયમાં તો અનેક તીર્થ ગુપ્ત સ્વરૂપમાં સ્થિત છે.

માર્કણ્ડેય અને અગસ્ત્ય સહિત અને ઋષિઓએ તપ કર્યુંઃ-

નર્મદાના દરેક ઘાટને પવિત્ર માનવામાં આવે છે. આ નદીના ઘાટ પર મહર્ષિ માર્કણ્ડેય, અગસ્ત્ય, કપિલ અને અનેક ઋષિ-મુનિઓએ તપસ્યા કરી છે. તેમના તપના પ્રભાવ દ્વારા પણ આ નદીને જોવામાં આવે છે. ઋષિઓના તપના પ્રભાવથી તેને મોક્ષદાયિની કહેવામાં આવે છે. તેમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. શંકરાચાર્યે પણ નર્મદાના મહિમાનો ગુણગાન કર્યો છે. માન્યતા પ્રમાણે, નર્મદાના ઘાટ પર જ આદિ ગુરૂ શંકરાચાર્યે મંડન મિશ્રને શાસ્ત્રાર્થમાં પરાજિત ક્યા હતાં. નર્મદા વિશ્વની એકમાત્ર નદી જેની પરિક્રમા કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો