સ્વામી વિવેકાનંદે શરૂ કર્યુ હતુ પોતાના ગુરુના નામથી રામકૃષ્ણ મિશન, તેમણે જણાવ્યુ છે કેવી રીતે આપણી યાદશક્તિ થઈ શકે છે તેજ. જાણો.

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના થયો હતો. તેમણે રામકૃષ્ણ પરમહંસની વાતોથી પ્રભાવિત થઈને સંન્યાસ ધારણ કર્યુ હતુ. વિવેકાનંદે પોતાના ગુરુની યાદમાં રામકૃષ્ણ મિશનની શરૂઆત કરી હતી. સ્વામીજીએ યુવાઓ માટે અનેક એવા સૂત્રો જણાવ્યા છે, જેનું પાલન કરવા પર નિષ્ફળતાથી બચી શકાય છે. અહીં જાણો વિવેકાનંદની કેટલીક ખાસ વાતો.

– સારી યાદશક્તિ અને અભ્યાસ કરેલી વસ્તુઓને યાદ રાખવા માટે એકાગ્રતા જરૂરી છે. એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જોઈએ. ધ્યાનથી જ આપણે મનને નિયંત્રણમાં કરી શકીશું અને આપણી એકાગ્રતા વધારી શકાય છે.

– જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી શીખતા રહેવું જોઈએ. આપણો અનુભવ જ સર્વશ્રેષ્ઠ શિક્ષક છે. પોતાના અનુભવોથી કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે.

– સમાજ તમારી પ્રશંસા કરે અથવા નિંદા કરે, લક્ષ્ય મળે અથવા ન મળે, તમારી મૃત્યુ આજે થાય અથવા યુગમાં, તમે ન્યાય પથથી ક્યારેય ભ્રષ્ટ ન થતા.

– જે સમયે જે કામ માટે સંકલ્પ કરો, એ જ સમયે તે કામ કરવું જોઈએ નહીં તો લોકોનો તમારા ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે.

– જ્યાં સુધી તમે સ્વયં ઉપર વિશ્વાસ નથી કરતા, ત્યાં સુધી તમે ભગવાન પર પણ વિશ્વાસ નથી કરી શકતા.

– એક સમયમાં એક જ કામ કરવું જોઈએ અને આવું કરતી વખતે તમારી પૂરી આત્મા તે કામમાં લગાવી દો અને બાકી બધુ જ ભૂલી જાઓ. કામ કેટલું પણ મુશ્કેલ હોય સફળતા જરૂર મળશે.

– સંઘર્ષ જેટલું મોટું હશે, જીત એટલી જ શાનદાર થશે.

આ પણ વાંચજો – કોલેજમાં ફિલોસોફીના એક પ્રોફેસર અભ્યાસ કરાવતા હતા. પ્રોફેસરે એક વાસણમાં પાણી લઈને તેમાં એક દેડકો નાખી દીધો, તેના પછી તે વાસણને આગ પર મૂકી દીધુ, પાણી ગરમ થયા પછી દેડકાનું શું થયુ, પ્રોફેસરે આવું કેમ કર્યુ? જાણો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો