કોલેજમાં ફિલોસોફીના એક પ્રોફેસર અભ્યાસ કરાવતા હતા. પ્રોફેસરે એક વાસણમાં પાણી લઈને તેમાં એક દેડકો નાખી દીધો, તેના પછી તે વાસણને આગ પર મૂકી દીધુ, પાણી ગરમ થયા પછી દેડકાનું શું થયુ, પ્રોફેસરે આવું કેમ કર્યુ? જાણો

કોઈ કોલેજમાં ફિલોસોફીના એક પ્રોફેસર અભ્યાસ કરાવતા હતા. તે જુદી-જુદી રીતે સ્ટૂડન્ટ્સને લાઇફની નાની-નાની વાતો સમજાવવાના પ્રયાસ કરતા હતા. એક દિવસ પ્રોફેસરે પોતાના બધા સ્ટૂડન્ટને બોલાવ્યા અને કહ્યુ કે – આજે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજાવી રહ્યો છું.

બધા સ્ટૂડન્ટ્સ ધ્યાનથી પ્રોફેસરની વાતો સાંભળવા લાગ્યા. પ્રોફેસરે પાણીથી ભરેલુ એક વાસણ લીધુ અને તેમાં દેડકો નાખી દીધો. પાણીમાં જતા જ દેડકો તેમાં આરામથી તરવા લાગ્યો. તેના પછી પ્રોફેસરે તે વાસણને આગ પર મૂકી દીધુ અને ગરમ કરવાનુ શરૂ કર્યુ.

વાસણનું પાણી ધીમે-ધીમે ગરમ થવા લાગ્યુ. વાસણમાં જે દેડકો હતો તે પાણીના વધતા તાપમાન મુજબ સ્વયંને એડજસ્ટ કરવા લાગ્યો. ધીમે-ધીમે પાણી વધુ ગરમ થવા લાગ્યુ, પરંતુ દેડકાને કોઈ ફેર ન પડ્યો. તે સ્વયંને તાપમાન મુજબ ઢાળતો રહ્યો.

થોડી વાર પછી પાણીનું તાપમાન એટલુ વધી ગયુ કે તે ઉકળવા લાગ્યુ. હવે દેડકાની સહનશક્તિ જવાબ આપવા લાગી. તે વાસણમાં હવે દેડકાનું રહેવું મુશ્કેલ થઈ ગયુ હતુ. ત્યારે દેડકો છલાંગ મારીને વાસણમાંથી બહાર આવવાના પ્રયાસ કરવા લાગ્યો.

દેડકો પોતાની પૂરી તાકાત લગાવવા છતા તે પાણીથી ભરેલા વાસણથી નીકળી ન શક્યો. પ્રોફેસરે તરત તે દેડકાને બહાર નીકાળ્યો અને સ્ટૂડન્ટ્સથી કેટલાક પ્રશ્ન કર્યા. પ્રોફેસરે સ્ટૂડન્ટ્સને પૂછ્યુ કે દેડકો વાસણની બહાર છલાંગ કેમ ન લગાવી શક્યો?

બધાએ જુદા-જુદા જવાબ આપ્યા. ત્યારે પ્રોફેસરે કહ્યુ કે દેડકો ઈચ્છતો તો બહાર આવી શકતો હતો, જ્યારે મે પાણીથી ભરેલું વાસણ આગ ઉપર રાખ્યુ હતુ, પરંતુ દેડકો સ્વયંને ત્યાં સુધી વાતાવરણના અનુકૂળ બનાવવાના પ્રયાસ કરતો રહ્યો, જેટલું તે સહન કરી શકતો હતો.

જ્યારે તેને લાગ્યુ કે હવે જીવન બચાવવા માટે જવું જ પડશે, ત્યારે તે છલાંગ ન લગાવી શક્યો કારણ કે સ્વયંને અનુકૂળ બનાવવાના ચક્કરમાં તેની બધી એનર્જી પહેલા જ નષ્ટ થઈ ગઈ હતી. જો હું તેને બહાર ન નીકાળતો તો દેડકો મરી જતો.

બોધપાઠ

પ્રોફેસરે પોતાના સ્ટૂડન્ટને સમજાવ્યુ કે આપણી સાથે પણ આવું જ થાય છે. આપણે પોતાની પરિસ્થિતિઓથી કાયમ સમજૂતી કરવામાં લાગ્યા રહીએ છઈએ. તેમાંથી નીકળવાનો પ્રયાસ નથી કરતા. જ્યારે આપણે સંપૂર્ણપણે પરિસ્થિતિઓના વશમાં થઈ જઇએ છીએ ત્યારે આપણને લાગે છે કે કાશ આપણે યોગ્ય સમયમાં નિર્ણય લીધો હોત. પરંતુ ત્યાં સુધી સમય નીકળી ગયો હોય છે. મોરલ ઓફ ઘ સ્ટોરી એ છે કે યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવું જ જીવન જીવવાની કળા છે.

આ પણ વાંચજો – પિતા અને પુત્ર બોટથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક તોફાન આવ્યું અને બોટ એક ટાપૂ પર પહોંચી ગઈ, અહીં દીકરાએ ભગવાનને કરી પ્રાથના અને તેની દરેક ઈચ્છા પૂરી થવા લાગી. જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો