અમદાવાદની ધ્વની પટેલે અમેરિકાના ફ્લોરિડાની ફ્લાયર્સ ફ્લાઈટ એકેડમીમાંથી માત્ર 20 વર્ષની નાની વયે કોમર્શિયલ પાઈલટ બનવાનુ ગૌરવ મેળવ્યું

અમદાવાદના ધાકડી ગામના વતની હાલમાં ઘાટલોડિયાની ન્યુ સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા જિતુભાઈ પટેલની પુત્રી ધ્વનિ પટેલ માત્ર દોઢ વર્ષની વયે પોતાની માતા દિપિકા બેનની છત્રછાયા ગુમાવી દીધી હતી. તે સમયે તેમના પિતા જિતુભાઈએ ધ્વનિ અને તેની મોટી બહેનની ઉજ્જવળ કારકિર્દીનુ ઘડતર થાય તે માટે પોતાના વ્યક્તિગત શોખ અને અરમાનોને કોરાણે મૂકી દીધા. થોડાક વર્ષો પહેલા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ટેલિવિઝન પરના એક પ્રોગ્રામમાં ધ્વનિએ મહિલા પાઈલટનો ઈન્ટરવ્યુ જોયો હતો. આ ઈન્ટરવ્યુ તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

એકેડમીમાં એડમિશન લઈને પ્રવેશ મેળવ્યું
​​​​​​​પોતાની મહેચ્છાની વાત તેણે પિતા જિતુભાઈને કરતા તેમણે એવિએશન,પાઈલટને લગતી બાબતની જાણકારી,કારકિર્દી માટે સીનિયર કોમર્શિયલ પાઈલટ અક્ષય ચૌધરીનો સંપર્ક કર્યો હતો. તેમણે આ કારકિર્દીની ઉપયોગી બાબતોની જાણકારી આપી. જેમાં અમેરિકાની ફ્લોરીડાની ફ્લાયર્સ ફ્લાઈટ એકેડમી ધ્યાનમાં આવતા તેમાં પ્રવેશ મેળવી આ સિદ્ધી હાંસલ કરી હતી.

અમેરિકાની ફ્લાઈટ એકેડમીમાં ટ્રેનિંગ લીધી
કોરોના કાળ દરમ્યાન અમેરિકાના ફ્લોરિડાની ફ્લાયર્સ ફ્લાઈટ એકેડમીમાં પ્રવેશ લીધા બાદ આશરે 300 કલાકના ફ્લાઈંગ બાદ તેમજ વિવિધ પ્રકારની પ્રેક્ટિકલ,થિયરેટિકલ પરીક્ષા આપ્યા બાદ હું પાઈલટ બની શકુ છે. હાલ ઈન્સ્ટ્રક્ટરની કામગીરી કરીશ. તે પછીથી અમેરિકાની પ્રાઈવેટ એરલાઈન્સમાં કોમર્શિયલ પાઈલોટ તરીકે કાર્યરત રહેવા માંગુ છુ. > ધ્વનિ પટેલ, કોમર્શિયલ પાઈલોટ

મારી દીકરી અનેક યુવતીઓ માટે પ્રેરણા બનશે
આપણે ત્યાં છોકરીઓમાં પાઈલટની કારકિર્દી પ્રત્યે ઓછી જાગૃત્તિ છે. આજે મારી પુત્રી અમેરિકામાં કોમર્શિયલ પાઈલટ બની તે મારા માટે આનંદ અને ગર્વની બાબત છે. હું ઈચ્છુ છુ મારી પુત્રી ધ્વનિ પરથી ગુજરાતના દરેક વર્ગ, સમાજ, જ્ઞાતિમાંથી છોકરીઓ પ્રેરણા લઈને કોમર્શીયલ પાઈલટ બને.’ – જિતુભાઈ પટેલ, ધ્વનિના પિતા

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો