જો પત્ની સારી હોય તો પતિને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે, પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ ભીખારી બનાવી શકે છે, જાણો ક્યારે થાય છે પત્નીની પરખ?

શ્રીરામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ શ્રીરામ કથાની સાથે જ સુખી અને સફળ જીવન માટે અનેક નીતિઓ પણ જણાવી છે. આ નીતિઓને ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. અહીં જાણો સીતા અને માતા અનસૂયાના સંવાદના આધાર પર આપણે કઈ વ્યક્તિને ક્યારે પારખી શકીએ છીએ? માતા અનસૂયા સીતાને કહે છે કે –

धीरज, धर्म, मित्र अरु नारी। आपद काल परखिए चारी।

– આ ચૌપાઇમાં માતા કહે છે કે ધીરજ એટલે ધૈર્યની પરખ પરેશાનીઓમાં જ થાય છે, કારણ કે વિપરિત પરિસ્થિતિઓમાં વ્યક્તિ ક્રોધિત થઈ જાય છે અને ભૂલ કરી બેસે છે.

ધર્મની પરીક્ષા પણ ખરાબ સમયમાં જ થાય છે. જો કોઈ વ્યક્તિ પરેશાનીઓમાં પણ અપ્રામાણિક નથી થતો, જૂઠ નથી બોલતો અને ધર્મના માર્ગ પર જ ચાલે છે તો તે શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે.

જ્યારે આપણાં જીવનમાં ગરીબી આવે છે, બીમારીઓ આવે છે અને ખરાબ સમય શરૂ થઈ જાય છે ત્યારે આપણાં મિત્રોની પરીક્ષા થાય છે. આવી સ્થિતિમાં આપણે મિત્રોની મદદથી જ બહાર નીકળી શકીએ છીએ. મિત્રોની મદદથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.

માતા અનસૂયા માતા સીતાને કહે છે કે પત્નીની પરખ ત્યારે થાય છે જ્યારે તેના પતિ પર દુખ આવે છે, જ્યારે પતિનું ધન અને સંપત્તિ નષ્ટ થઈ જાય છે, જ્યારે ઘર-પરિવાર અને સમાજ પતિનો સાથ નથી આપતા, જો તે સમયમાં પત્ની તેના પતિનો સાથ આપે છે તો તે શ્રેષ્ઠ હોય છે. જો પત્ની સારી હોય તો પતિ ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે, પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ ભીખારી બનાવી શકે છે.

આ પણ વાંચજો – રાજા-મંત્રી પ્રજાનો હાલ જાણવા નીકળ્યા, રસ્તામાં રાજાનો કૂર્તો ફાટી ગયો, એક દરજીએ તરત જ કૂર્તો સીવી દીધો, રાજા તેના કામથી ખુશ થઈ ગયા અને બોલ્યા માંગી લે જે તારે જોઈએ, દરજીને સમજમાં ન આવ્યું કે શું માંગવું, જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો