સ્વામી વિવેકાનંદના જ્ઞાન અને બુદ્ધિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી હતી, એવામાં એક વ્યક્તિએ સ્વામીજીનો મજાક ઉડાવવા પ્રશ્ન પુછ્યો કે કબીરદાસજીએ દાઢી શા માટે રાખી હતી? જાણો પછી સ્વામીજીએ શું જવાબ આપ્યો.

રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય સ્વામી વિવેકાનંદના જીવનની અનેક એવી ઘટનાઓ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. આજે જાણો સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલો એવો જ જાણીતો પ્રસંગ જેમાં એક માણસે સ્વામીજીનો મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રસંગ પ્રમાણે સ્વામી વિવેકાનંદના જ્ઞાન અને બુદ્ધિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી રહી હતી. અનેક લોકો તેમને રોજ મળવાં આવતાં હતાં. કેટલાક લોકો ખૂબ જ કઠણ પ્રશ્ન પૂછી લેતાં હતાં, પરંતુ વિવેકાનંદ ઘણી સરળતાથી તેનો જવાબ આપી દેતાં હતાં. સરળ અને સચોટ જવાબ જાણીને લોકો તેમની બુદ્ધિમાનીની પ્રશંસા કરતાં હતાં.

એવી જ રીતે એક દિવસ એક માણસે વિચાર્યું કે આજે હું સ્વામીજીને કોઈ એવો પ્રશ્ન પૂછું, જેનો જવાબ તેઓ ન આપી શકે. એ વખતે ત્યાં ઘણા લોકો બેઠાં હતાં. બધાની સામે એ માણસે સ્વામીજીને પ્રશ્ન પૂછવાની પરવાનગી માંગી.

સ્વામીજીએ કહ્યું કે જે પૂછવું હોય તે પૂછો, એ માણસે પૂછ્યું કે સ્વામીજી એ કહો કે કબીરદાસજીએ દાઢી શા માટે રાખી હતી?

વિવેકાનંદે સમજાઈ ગયું કે આ માણસ માત્ર મજાક ઉડાવવા માટે જ આવો પ્રશ્ન પૂછી રહ્યો છે. તેમને એ યુવકને કહ્યું કે જો કબીરદાસજી દાઢી ન રાખતાં હોત તો આજે તમે મને પૂછત કે તેમને દાઢી શા માટે ન રાખી હતી?

આ જવાબ સાંભળીને તે વ્યક્તિ શરમાઈ ગયો અને ત્યાંથી ચૂપચાપ ચાલ્યો ગયો. ત્યાં બેઠેલાં બધા લોકો વિવેકાનંદજીના જ્ઞાનની સામે નતમસ્તક થઈ ગયા.

બોધપાઠ

આ કથાની શીખ એ છે કે આપણે ક્યારેય પણ જ્ઞાની લોકોનો મજાક ઉડાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આવો પ્રયત્ન કરવાથી આપણે પોતે જ મૂર્ખ સાબિત થઈએ છીએ. જ્ઞાનીઓને હંમેશાં માન-સન્માન આપવું જોઈએ. તેનાથી આપણને પણ સન્માન પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચજો – એક રાજા વૃદ્ધ થઈ ગયો હતો, પરંતું તેને કોઈ સંતાન ન હતું, એટલે એને નગરમાં જાહેરાત કરાવી કે આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા જે વ્યક્તિ રાજાને મળવા માટે મહેલમાં જશે તેને રાજ્યનો ઉત્તરાધિકારી બનાવવામાં આવશે. જાણો પછી શું થયું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો