એક ઝૂંપડીમાં એક સાધુ રહેતો હતો, તે ભીક્ષામાં જે પણ માંગીને લાવતો તેને એક ઉંદર ચોરી કરીને લઈ જતો હતો, પરેશાન સાધુને મળવા પહોંચ્યો તેનો એક મિત્ર અને તેણે ઉંદરને માર્યા કે ભગાડ્યા વિના જ લાવી દીધો સમસ્યાનો ઉકેલ

કોઈ ગામ પાસે જંગલમાં ચૂડાકર્ણ નામનો એક સાધુ રહેતો હતો. તે રોજ ગામમાંથી પોતાના માટે ભીક્ષા માંગીને લાવતો અને ભોજન કરીને વધેલું ભોજન ઉપર ખીલીએ લટકાવી દેતો. સાધુની ઝૂંપડીમાં એક ઉંદર પણ રહેતો હતો. તે રોજ સાધુના ભીક્ષાના વાસણમાંથી કૂદકો મારીને ભોજન ચોરી કરી ખાતો હતો. સાધુએ પોતાની ભીક્ષાનો વાટકો ખૂબ ઊંચો લટકાવી રાખ્યો હતો તેમ છતાં તે ઉંદર કૂદકો મારીને ત્યાં સુધી પહોંચી જતો હતો. સાધુ તેનાથી ખૂબ પરેશાન હતો. જીવ હત્યા ન થાય એટલે તે ઉંદરને મારતો પણ ન હતો.

એક દિવસ ચૂડાકર્ણને મળવા તેનો સાધુ મિત્ર મણિકર્ણ આવ્યો. બંને લાંબા સમય પછી મળ્યા હતા. મિત્રને મળીને સાધુ ખુશ હતો. બંને ભોજન પછી રાતે સૂતા-સૂતા વાતો કરી રહ્યા હતા, મણિકર્ણ પોતાની વાતો જણાવી રહ્યો હતો અને ચૂડાકર્ણ વાસની લાકડીથી જમીન પર જોરથી પછાડી રહ્યો હતો જેથી ઉંદર ન આવી શકે.

મણિકર્ણને કંઈ સમજમાં ન આવ્યુ. તેણે પૂછ્યું હું આટલા દિવસ પછી તને મળ્યો છું, પરંતુ તું મારી સાથે વાત કરવાની જગ્યાએ લાકડાને જમીન પર પછાડી રહ્યો છે, શું મારું આવવું તને સારું નથી લાગ્યુ. ચૂડાકર્ણે કહ્યું કે એવી વાત નથી મિત્ર, અહીં ઝૂંપડીમાં એક ઉંદર છે જે મારા ભીક્ષાના વાસણમાંથી ભોજન ચોરી કરે છે. મણિકર્ણે કહ્યું આટલી ઊંચાઈ પર રાખેલા વાસણથી કોઈ સામાન્ય ઉંદર કેવી રીતે ભોજન ચોરી કરી શકે છે.

ચૂડાકર્ણે જણાવ્યુ કે તે ઉંદર ખૂબ ચાલાક છે, આટલી ઊંચાઈ પર હોવા છતા તે કૂદકો મારીને વાસણ સુધી પહોંચી જાય છે. મણિકર્ણે કહ્યુ આવું કોઈ સાધારણ ઉંદર માટે શક્ય નથી, જરૂર તેની પાછળ કોઈ રહસ્ય છે. બંને સાધુ ઊભા થયા અને ઉંદરના બાકોરા સુધી પહોચ્યા. મણિકર્ણે ઉંદરનું બાકોરું ખોદવાનું શરૂ કર્યુ. બંને સાધુઓએ જોયુ કે ઉંદરે પોતાના બાકોરામાં ઘણુ બધુ ચોરી કરેલુ ભોજન ભેગુ કરીને રાખ્યુ હતુ. બંનેએ તે ભોજનને ત્યાંથી કાઢીને ફેંકી દીધું.

બે દિવસમાં જ ભોજનના અભાવમાં ઉંદર નબળો પડવા લાગ્યો અને ઝૂંપડી છોડીને જતો રહ્યો. મણિકર્ણે ચૂડાકર્ણને કહ્યું જો મિત્ર આ ઉંદર તેના જમા કરેલા ભોજનના બળ પર જ આટલો કૂદકો મારીને ચોરી કરી રહ્યો હતો. આપણે તેનુ ભેગુ કરેલુ ધન હટાવી દીધુ તો આ બાકોરું છોડીને ભાગી રહ્યો છે.

બોધપાઠ

કાયમ ધનનો પ્રભાવ નબળા લોકોને પણ મજબૂત અને બળવાન બનાવી દે છે. આવા લોકોની શક્તિ તેમના શરીરમાં નથી હોતી, પરંતુ પોતાના ઘરમાં જમા કરેલા કાળા ધનથી હોય છે. જો આ રીતે જમા કરેલુ ધન આ લોકોથી અલગ થઈ જાય તો તે વ્યક્તિ આપમેળે જ નબળો પડી જાય છે.

આ પણ વાંચજો – એક સંત અને શિષ્ય રાતે રોકાયા એક ગરીબ ખેડુતની ઝૂંપડીમાં, ગુરુએ શિષ્યને કહ્યુ કે આ ખેડુતને રોજી-રોટી આપનારી ભેંસ ચોરી લે, આવુ કર્યા પછી 8-10 વર્ષ સુધી શિષ્યને થતો રહ્યો પસ્તાવો, ત્યારબાદ શિષ્ય જ્યારે ખેડુત પાસે ગયો તો આશ્ચર્ય પામી ગયો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો