દીકરાને પોતાના મિત્રો ઉપર ખૂબ અભિમાન હતું, પિતાએ રાતે 2 વાગે દીકરાના મિત્રના ઘરનું બારણું ખખડાવ્યું અને તેના પછી પોતાના મિત્રના ઘરે ગયા, ત્યાં એવું બન્યું કે દીકરાનું અભિમાન તૂટી ગયું. જાણો શું થયું હતું.

એક યુવકના ઘણા બધા મિત્ર હતા, આ વાત પર તેને અભિમાન હતું. તેના પિતાનો માત્ર એક જ મિત્ર હતો. એક દિવસ પિતાએ પોતાના દીકરાને કહ્યુ કે તારા આટલા બધા મિત્ર છે. ચાલ આજે રાતે તારા સૌથી સારા મિત્રની પરીક્ષા લઇએ. દીકરો આ વાત માટે તૈયાર થઈ ગયો.

પિતા અને પુત્ર, બંને 2 વાગે દીકરાના મિત્રના ઘરે પહોંચ્યા અને બારણું ખખડાવ્યું. યુવકે મિત્રને નામ લઈને બોલાવ્યો. ઘરની અંદર મિત્રે તેની માતાને કહ્યું – કહી દો હું ઘરે નથી. આ વાત પિતા-પુત્રે સાંભળી લીધી. તેનાથી દીકરાનો અભિમાન તૂટી ગયો.

તેના પછી પિતાએ કહ્યુ કે ચાલ મારા મિત્રના ઘરે જઈએ. પિતાએ પોતાના મિત્રના ઘરનું બારણું ખખડાવ્યું. 2 મિનિટમાં જ પિતાનો મિત્ર એક હાથમાં તલવાર અને એક હાથમાં ધનથી ભરેલી થેલી લઈને આવી ગયો.

આ જોઇને યુવકના પિતાએ કહ્યુ – આ શું, તું તલવાર અને રૂપિયા લઈને કેમ આવ્યો છો?

પિતાના મિત્રે જવાબ આપ્યો કે રાતે 2 વાગે મારા મિત્રએ મને બોલાવ્યો છે તો કોઈ મોટી પરેશાની જ હશે. પરેશાનીઓ 2 પ્રકારની હોય છે એક કોઈ સાથે વિવાદ થઈ શકે છે અને બીજી સમસ્યા ધન સાથે જોડાયેલી છે. હું બંને જ સ્થિતિઓમાં મિત્રની મદદ કરવા માટે તૈયાર છું.

આ જોઇને યુવકની આંખો ખુલી ગઈ. તેને સમજ આવી ગયું કે મિત્રોની સંખ્યા વધુ હોવાથી કંઈ નથી થતું, જો એક જ મિત્ર સાચો હોય તો અન્ય લોકોની જરૂર નથી હોતી.

બોધપાઠ

આ કથાથી શીખ મળે છે કે આપણે મિત્રોની સંખ્યા વધારવા પર જોર ન આપવો જોઈએ. ક્યારેય પણ એવા મિત્ર પસંદ ન કરવા જોઈએ જે જરૂરિયાતના વખતે બહાના બનાવે છે. મિત્ર ઓછા પસંદ કરો પરંતુ નેક દિલ પસંદ કરો. મિત્રોની મદદથી જ આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ.

આ પણ વાંચજો – બે બ્રહ્મચારી સાધુ નદીના કિનારે ઊભા હતા, બીજા કિનારે એક યુવતી હતી તેને નદી પાર કરવી હતી પરંતુ નાવ નહોતી, એક બ્રહ્મચારીએ તેને પીઠ ઉપર ઉપાડી નદી પાર કરાવી દીધી, બીજાએ તેને કહ્યુ – તે મહિલાને સ્પર્શ કર્યુ છે અને આ પાપ છે, જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો