એક ગામમાં સાપોનો આતંક હતો, કેટલાય લોકો સાપોના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા, એક વ્યક્તિએ સાપથી બચવા માટે બીજું જાનવર પાળ્યું, એક દિવસ પતિ-પત્ની ઘરની બહાર હતા અને બાળક ઘરની અંદર એકલુ હતુ, તેના પછી શું થયું?

પ્રાચીન સમયની એક ચર્ચિત લોક કથા મુજબ એક ગામમાં સાપોનો આતંક હતો. ગામના કેટલાય લોકોને સાપ ડંખી ચૂક્યો હતો. એક વ્યક્તિની પત્ની ગર્ભવતી થઈ તો તેણે સાપોથી રક્ષા માટે એક નોળિયો પાળી લીધો. નોળિયાના કારણે કોઈ પણ સાપ તે ઘરમાં નહોતા આવતા. થોડાં દિવસ પછી મહિલાએ પુત્રને જન્મ આપ્યો. પતિ-પત્ની ખૂબ પ્રસન્ન હતા. નોળિયો આખા ઘરની અને બધા સભ્યોની રક્ષા કરતો હતો.

એક દિવસ પતિ કોઈ કામથી બહાર ગયા હતા. પત્ની પણ ઘર પાસે આવેલા મંદિરમાં દર્શન માટે જતી રહી. બાળક ઘરની અંદર એકલુ હતુ અને નોળિયો પણ ઘરની બહાર જ હતો.

જ્યારે મહિલા મંદિરથી પાછી આવી તો તેણે જોયું કે નોળિયાના મોઢાં પર લોહી લાગેલું હતું અને ઘરની અંદર પણ લોહી દેખાઇ રહ્યુ હતું. તેણે કંઈ સમજમાં નહોતું આવી રહ્યુ, તેણે વિચાર્યુ કે આ નોળિયાએ મારા દીકરાને એકલો જાણીને મારી નાખ્યો એટલે તેના મોઢામાં લોહી લાગેલું છે. તે રડવા લાગી અને તેને નોળિયા ઉપર પણ ગુસ્સો આવી રહ્યો હતો. મહિલાએ ત્યાં રાખેલા એક મોટા પથ્થરથી નોળિયાનું મોઢું કચડી નાખ્યું. થોડી જ વારમાં નોળિયાએ પ્રાણ ત્યાગ કરી દીધા.

મહિલા દોડતી તરત અંદર ગઈ તો તેણે જોયું કે તેનો છોકરો પલંગ પર સૂતો છે. પલંગ પાસે એક સાપના શરીરના ટુકડા પડેલા હતા. તેને સમજ આવી ગયું કે આ સાપ ઘરમાં ઘુસી ગયો હતો અને નોળિયાએ તેને મારી નાખ્યો. મહિલાને પોતાના કર્યા ઉપર પસ્તાવો થવા લાગ્યો પરંતુ હવે કંઈ નહોતું થઈ શકતું.

બોધપાઠ

આ કથાથી શીખ મળે છે કે સમજ્યા-વિચાર્યા વિના કોઈ પણ કામ ન કરવું જોઈએ. જ્યાં સુધી આખી વાતની ખબર ન પડે ત્યાં સુધી કોઈ પરિણામ ઉપર ન પહોંચ્વું અને ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ.

આ પણ વાંચજો – પત્નીની સુંદરતાના કારણે પતિની પ્રશંસા થતી હતી, પત્નીને પણ આ વાતનો અહંકાર હતો, થોડાં દિવસો પછી સ્કિન પ્રોબ્લેમના કારણે પત્નીની સુંદરતા ખતમ થવા લાગી, હવે પત્નીને ડર હતો કે પતિનો પ્રેમ પણ ઓછો થઈ જશે, એક દુર્ઘટનામાં પતિની આંખો જતી રહી, જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો