એક આળસું વ્યક્તિને તેની પત્નીએ કહ્યું કે આજે કંઈક કમાઇને જ પાછા આવજો નહીં તો ઘરમાં ઘૂસવા નહીં દઉં, આખો દિવસ ભટક્યા પછી પણ પતિ કંઈ કમાઇ ન શક્યો, ઘરે પાછા આવતી વખતે તેને એક મરેલો સાપ દેખાયો, તેણે એક લાકડીમાં સાપને લટકાવ્યો અને ઘરે લઈ ગયો

એક વ્યક્તિની પત્ની ખૂબ દુઃખી હતી કારણ કે તેનો પતિ આળસું હતો અને કંઈ પણ કામ નહોતો કરતો. એક દિવસ મહિલાએ તેના પતિને ઘરેથી નીકળતી વખતે કહ્યુ કે આજે કંઈક કમાઇને જ પાછા આવજો નહીં તો હું ઘરે નહીં ઘૂસવા દઉં.

પતિ પણ પત્નીના ગુસ્સાની સામે કંઈ બોલી ન શક્યો. તે ઘરેથી નીકળ્યો. આખો દિવસ ચારેય તરફ ભટકતો રહ્યો પરંતુ તેને કોઈ કામ ન મળ્યું, કંઈ કમાઇ પણ ન શક્યો.

સાંજે નિરાશ થઈને તે ઘરે પાછા આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેને એક મરેલો સાપ દેખાયો. તે વ્યક્તિએ મરેલા સાપને એક લાકડીમાં ઉપાડી લીધો. મરેલા સાપને ઘરે લઈ જતી વખતે તે વિચારવા લાગ્યો કે આ સાપ જોઇને પત્ની ડરી જશે અને તેને ક્યારેય પણ કામ કરવા માટે નહીં કહે.

ઘરે પહોંચીને તેણે બારણું ખખડાવ્યું તો પત્ની બહાર નીકળી. પતિએ પત્નીને મરેલો સાપ બતાવ્યો અને કહ્યુ કે આજે હું આ કમાઇને લાવ્યો છું. પત્નીએ લાકડી લીધી અને તે મરેલા સાપને છત પર ફેંકી દીધો.

આ પ્રકારનાં વધુ ધાર્મિક આર્ટિકલ વાંચવા માટે ડાઉનલોડ કરો PNN- News Network ની એપ.

મહિલા વિચારી રહી હતી કે મારા પતિની આ પહેલી કમાણી છે. ભગવાન તેનું ફળ જરૂર આપશે. કારણ કે તેણે સત્સંગમાં સાંભળ્યું હતું કે કર્મનું મહત્વ છે, કોઈ પણ કામ વ્યર્થ નથી થતું.

તે સાંજના એક ગરુડ તેના ઘરની ઉપરથી ઊડી રહ્યો હતો. તેની ચાંચમાં સોનાનો એક ટુકડો દબાયેલો હતો. ગરુડે છત પર મરેલો સાપ જોયો, તે છત પર ઉતર્યો અને સોનાનો ટુકડો ત્યાં છોડીને મરેલો સાપ લઈને ઊડી ગયો. મહિલાએ આ બધુ જોઇ લીધું હતું.

તેણે પોતાના પતિને પૂરી વાત જણાવી અને સમજાવ્યું કે કર્મ કરનાર વ્યક્તિની મદદ ભગવાન પણ કરે છે. પતિને કર્મનું મહત્વ સમજ આવી ગયું. તેમણે સોનાનો ટુકડો વેચી દીધો અને તેનાથી મળેલા ધનથી વેપાર શરૂ કર્યો. પતિ-પત્નીએ ખૂબ મહેનત કરી અને તેમનો વેપાર ચાલવા લાગ્યો, ધીમે-ધીમે તેમની ગરીબી દૂર થઈ ગઈ.

બોધપાઠ

આ કથાથી શીખ મળે છે કે વ્યક્તિએ આળસ છોડીને કર્મ કરતા રહેવું જોઈએ. મહિલાએ પોતાના પતિને સમજાવ્યું કે જમા થયેલું પાણી પણ ખરાબ થવા લાગે છે. એટલે આપણે પણ સતત કામ કરતા રહેવું જોઈએ, આગળ વધતા રહેવું જોઈએ.

આ પણ વાંચજો – દીકરાને એન્જિનિયર બનાવવાની ઝંખનામાં માતા-પિતાએ તેનું એડમિશન બીજા શહેરના પ્રસિદ્ધ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કરાવી દીધું, એક દિવસ જ્યારે માતા-પિતા દીકરાને મળવા ગયા તો તેની ડાયરી વાંચીને રડવા લાગ્યા, એવું શું લખ્યું હતું દીકરાની ડાયરીમાં?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો