એક હીરાનો વેપારી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો, એક ચોર તેના હીરા ચોરી કરવા ઈચ્છતો હતો, વેપારીએ હીરા એવી જગ્યાએ રાખ્યા જ્યાં કોઈ વિચારી પણ નથી શકતુ. જાણો ક્યાં રાખ્યા હતા.

કોઈ શહેરમાં એક હીરાનો વેપારી રહેતો હતો. તે વેપાર માટે બીજા શહેરોમાં પણ જતો હતો. એક દિવસ એક ઠગને આ વાતની જાણ થઈ ગઈ. તેણે વેપારીના હીરા ચોરી કરવાનું વિચાર્યુ. જે ટ્રેનથી વેપારી બીજા શહેર જઈ રહ્યો હતો, તે ઠગ પણ એ જ ટ્રેનમાં બેસી ગયો.

રાત થઈ તો ઠગે વિચાર્યુ કે મોડી રાતે જ્યારે શેઠ ગાઢ નિંદ્રામાં હશે, ત્યારે હું ચૂપકેથી હીરા ચોરી કરી લઇશ. આ વિચારીને ઠગ સૂઇ ગયો. ઠગની હરકતો જોઇ શેઠને તેના પર શંકા થઈ ગઈ. શેઠે વિચાર્યુ કે જો હું રાતના સૂઇ જઇશ તો આ ઠગ મારા હીરા ચોરી કરી લેશે. શેઠે એક ઉપાય કર્યો.

જ્યારે ઠગ સૂતો હતો ત્યારે શેઠે ચુપકેથી તેના ખીસ્સામાં હીરાની પોટલી નાખી દીધી. તેના પછી શેઠ આરામથી પોતાની સીટ પર જઇને સૂઈ ગયો. રાતે જ્યારે ઠગ જાગ્યો તો તેણે જોયું કે શેઠ ગાઢ નિંદ્રામાં છે. ઠગે ખૂબ આરામથી શેઠનો બધો સામાન જોયો, તેને હીરા ન મળ્યા.

તેના પઠી ઠગે શેઠના કપડાં પણ તપાસી લીધા, તેમાં પણ હીરા ન મળ્યા. થાકીને ઠગ બેસી ગયો. તે સમજી નહોતો શકતો કે આખરે હીરાની પોટલી ક્યાં ગઈ? ઠગ જઈને તેની જગ્યાએ સૂઇ ગયો. સવારે જ્યારે શેઠની આંખ ખુલી તો તેણે ઠગના ખીસ્સામાંથી હીરા કાઢી લીધા.

થોડી વાર પછી સ્ટેશન પણ આવી ગયુ, જ્યાં શેઠને ઉતરવાનુ હતુ. શેઠની સાથે ઠગ પણ ઉતરી ગયો. ઠગ હજુ પણ પરેશાન હતો કે હીરાની પોટલી ગઈ ક્યાં? તેણે જઇને બધી વાત શેઠને સાચી-સાચી કહી દીધી. શેઠે પણ તે રાતની ઘટના જણાવી દીધી. શેઠની વાત સાંભળીને ઠગે વિચાર્યુ કે જેને હું શેઠ પાસે શોધી રહ્યો હતો, તે હીરા તો મારા પોતાના ખીસ્સામાં જ હતા.

બોધપાઠ

આપણી લાઇફ પણ આ કહાણી જેવી જ છે. જે આપણને જોઈતુ હોય છે તે વસ્તુ આપણે બીજા પાસે શોધીએ છીએ. આપણાં જીવનમાં પણ ખુશ થવાના ઘણા બધા નાના-નાના કારણ હોય છે, પરંતુ આપણે તેને બીજા પાસે શોધવાના પ્રયાસ કરીએ છીએ. આપણે જાણી જ નથી શકતા કે આપણી ખુશીઓ કેટલી નજીક છે. એટલે આપણે બીજાના ખીસ્સામાં હાથ નાખતા પહેલા પોતાના ખીસ્સા પણ જોઇ લેવા જોઈએ.

આ પણ વાંચજો – એક વેપારી દરિયાના માર્ગે કરતો હતો વેપાર, એક દિવસ દરિયામાં તોફાન આવ્યું, જે લોકોને તરતા આવડતુ હતુ, તે તો કૂદી ગયા, પણ વેપારીને તરતા તો આવડતુ નહોતુ તો તે ડબ્બા બાંધીને દરિયામાં કૂદી ગયો, જાણો પછી શું થયુ?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો