એક શાંત સ્વભાવના સંતની પત્ની વાત વાત પર ઝઘડો કરતી હતી, એક દિવસ બધા શિષ્યો સામે પત્નીએ સંત ઉપર એક પાણીથી ભરેલું માટલું લાવીને નાખી દીધું, જાણો તેના પછી સંતે શું કર્યુ?

યૂનાનમાં એક સંત ખૂબ પ્રસિદ્ધ હતા, તેમનુ નામ હતુ સુકરાત. તે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય હતા, બધા તેમનુ સન્માન કરતા હતા. દાર્શનિક સુકરાતને પોતાની લોકપ્રિયતા પર જરા પણ અહંકાર ન હતો. તે એકદમ શાંત, સહજ, સહનશીલ અને વિનમ્ર સ્વભાવના હતા. શાંત સ્વભાવના સુકરાતની પત્ની ખૂબ ગુસ્સાવાળી હતી. તે નાની-નાની વાત પર ઝઘડો કરતી હતી, પરંતુ સુકરાત શાંત જ રહેતા હતા. તે પોતાની પત્નીના મહેણાંનો કોઈ જવાબ ન આપતા અને દુર્વ્યવહાર કરવા પર પણ કોઈ જવાબ ન આપતા.

એક દિવસ સુકરાત પોતાના શિષ્યોની સાથે ઘરની સામે બેઠાં હતા. કોઈ મહત્વપૂર્ણ વિષ્ય પર દાર્શનિક ચર્ચા ચાલી રહી હતી. સુકરાત પોતાની વાત બધાને જણાવી રહ્યા હતા અને બધા શિષ્યોના તર્ક પણ સાંભળી રહ્યા હતા.

ત્યારે ઘરની અંદરથી તેમની પત્નીએ કોઈ કામ માટે તેમને અવાજ કરીને બોલાવ્યા, પરંતુ સુકરાત ચર્ચામાં એટલા વ્યસ્ત હતા કે પત્નીના અવાજ પર તેમનુ ધ્યાન જ ન ગયુ.

સુકરાતની પત્નીએ ઘણી વખત પોકાર્યા પરંતુ સુકરાત શિષ્યો સાથે ચર્ચામાં વ્યસ્ત હતા અને પત્નીની વાતો સાંભળી ન શક્યા.

હવે તો પત્નીનો ગુસ્સો ખૂબ વધી ગયો હતો. તેણે શિષ્યોની સામે જ એક પાણીથી ભરેલું માટલું લાવીને સુકરાત પર નાખી દીધું. આ જોઇને શિષ્યોને ખૂબ ખરાબ લાગ્યુ. સુકરાત શિષ્યોની ભાવના સમજીને શાંત સ્વરમાં બોલ્યા, જુઓ, મારી પત્ની કેટલી ઉદાર છે, જેણે આટલી ગરમીમાં મારા ઉપર પાણી નાખીને મને શીતળતા પ્રદાન કરવાની કૃપા કરી છે.

પોતાના ગુરુની સહનશીલતા જોઇને શિષ્યોએ શ્રદ્ધાથી પ્રણામ કર્યુ અને પત્નીનો ગુસ્સો પણ શાંત થઈ ગયો.

પત્નીના ગુસ્સાનો જવાબ સજ્જનતાથી આપવા પર તેનો ગુસ્સો શાંત થઈ જાય છે અને મોટા વિવાદની સ્થિતિ નથી થતી. ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે આવું કરવું જરૂરી છે.

બોધપાઠ

કાયમ પતિ અથવા પત્નીનો ગુસ્સો મોટા વિવાદને જન્મ આપે છે. ગુસ્સો કાયમ નુકસાનદાયક હોય છે અને આ ભાવમાં વ્યક્તિ સાચા-ખોટાંનું ભાન ભૂલી જાય છે. ગુસ્સામાં ઘણી વખત એવા શબ્દો બોલવામાં આવે છે જે લાંબા સમય સુધી તકલીફ પહોંચાડે છે. લગ્નજીવનમાં જીવનસાથીના ગુસ્સાનો જવાબ શાંતિથી આપવો જોઈએ. જો એક વ્યક્તિ ગુસ્સામાં છે તો બીજાએ શાંત રહીને વાતને સંભાળવાનો પ્રયાસ કરવો જોઈએ. બંને જ ગુસ્સે થઈ જશે તો બગડવું નક્કી છે. એટલે બંનેએ એક જ સમય પર ગુસ્સે ન થવું જોઈએ.

આ પણ વાંચજો – એક કંજૂસ વ્યક્તિ મૃત્યુ પછી નરકમાં ગયો, દયા કરીને ભગવાને તેને સ્વર્ગ સુધી પહોંચવાની સીઢી આપી, પણ જેવો કંજૂસ સીઢી પર ચઢીને સ્વર્ગ જવા લાગ્યો, બીજા લોકો પણ સીઢી પર ચઢવા લાગ્યા, આ જોઇને કંજૂસે શું કર્યુ?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો