એક પ્રોફેસરે પાણીથી ભરેલો અડધો ગ્લાસ બતાવીને પોતાના સ્ટૂડન્ટ્સને પૂછ્યુ કે – આ ગ્લાસ કેટલો ભારે છે? બધા સ્ટૂડન્ટ્સે જુદાં-જુદાં જવાબ આપ્યાં, છેલ્લે આ સરળ પ્રશ્નનો પ્રોફેસરે આપ્યો રસપ્રદ જવાબ

એક કોલેજમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર પોતાના સ્ટૂડન્ટને તણાવ ઓછો કરવાના વિષય પર લેક્ચર આપી રહ્યા હતા. તેમના ટેબલ પર પાણીથી ભરેલો એક ગ્લાસ રાખેલો હતો. પ્રોફેસરે તે ગ્લાસ ઉપાડ્યો અને સ્ટૂડન્ટને પૂછ્યુ – જે પાણીનો ગ્લાસ મેં પકડી રાખ્યો છે તે કેટલો ભારે છે?

સ્ટૂડન્ટે જવાબ આપવાનું શરૂ કર્યુ. કોઈએ કહ્યું થોડું, કોઈએ કહ્યુ કદાચ અડધો લિટર, આ રીતે સ્ટૂડન્ટ્સે જુદા-જુદા જવાબ આપ્યા. અધ્યાપકે કહ્યુ – મારી દ્રષ્ટિમાં આ ગ્લાસનું કેટલું વજન છે એ મહત્વનું નથી પરંતુ મહત્વનું એ છે કે આ ગ્લાસને હું કેટલી વાર સુધી પકડીને રાખું છું. જો હું આ ગ્લાસને 1-2 મિનિટ પકડી રાખીશ તો આ હળવો લાગશે, જો હું આ એક કલાક પકડી રાખીશ તો તેના વજનથી મારા હાથમાં દુઃખાવો થવા લાગશે અને જો હું તેને આખો દિવસ પકડી રાખીશ તો મારો હાથ એકદમ સુન્ન પડી જશે.

પાણીનો આ જ ગ્લાસ જે શરૂઆતમાં મને હળવો લાગી રહ્યો હતો, તેનો ભાર એટલો વધી જશે કે તે હાથથી છૂટવા લાગશે. ત્રણેય સ્થિતિમાં ગ્લાસનો ભાર નહીં બદલાઇ પરંતુ જેટલી વધુ વખત હું તેને પકડી રાખીશ એ એટલો વધુ ભારે થતો જશે. તેના પછી પ્રોફેસરે સ્ટૂડન્ટ્સને કહ્યુ કે – આપણાં જીવનની ચિંતાઓ અને તણાવ પણ એવાં જ છે. તેમને થોડાં સમય માટે વિચારશો તો કંઈ નહીં થાય, થોડાં વધુ સમય માટે મગજમાં રાખશો તો માથાનો દુઃખાવો થવા લાગશે પરંતુ આખો દિવસ વિચારશો તો મગજ ખાલી થઈ જશે.

કોઈ પણ ઘટના અથવા પરિણામ આપણાં હાથમાં નથી પરંતુ આપણે તેને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ એ આપણાં હાથમાં છે. જરૂર છે તો માત્ર આ વાતને યોગ્ય રીતે સમજવાની. તમે જેટલી વાર કોઈ સમસ્યા વિશેમાં વિચારશો તે એટલી જ મોટી થતી જશે.

બોધપાઠ

જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ આપણાં હાથમાં ન હોય તો તેના વિશે વધુ વિચારવું ન જોઈએ. તેનાથી આપણી કાર્યક્ષમતા અને ક્રિએટિવિટી પર નેગેટિવ અસર પડશે. અને એવું પણ થઈ શકે છે કે આપણે ડિપ્રેશનમાં આવીને કોઈ ખોટું પગલું લઈ લઇએ. એટલે જે સમસ્યાનો ઉકેલ આપણાં હાથમાં ન હોય તેના વિશે વધુ ન વિચારવું જોઈએ.

આ પણ વાંચજો – સાધુ અને ડાકૂનું એક સાથે મૃત્યુ થઈ ગયું, અંતિમ સંસ્કાર પછી બંનેની આત્મા યમરાજ પાસે પહોંચી, યમરાજે સાધુને કહ્યુ કે તે આખી જિંદગી તપ કર્યા પરંતુ એક કમી રહી ગઈ તેના કારણે તારે હવે આ ડાકૂની સેવા કરવાની છે. જાણો કઈ કમી રહી ગઈ.

આ પ્રકારનાં વધુ ધાર્મિક આર્ટિકલ વાંચવા માટે ડાઉનલોડ કરો PNN- News Network ની એપ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો