પત્નીની વાત માનીને એક વ્યક્તિ પિતાને અનાથ આશ્રમમાં છોડીને ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યારે તેને યાદ આવ્યું કે વૃદ્ધાશ્રમના અધિકારીઓને કહેવાનું હતું કે તહેવારો પર પણ પિતાજીને ત્યાં જ રાખવાના છે. તે વાત કરવા માટે તે ફરીથી અનાથ આશ્રમમાં પહોંચી ગયો. જાણો પછી શું થયું.

એક ગામમાં વ્યક્તિ પોતાની પત્ની અને પિતા સાથે રહેતો હતો. પિતાની ઉંમર વધુ થઈ ગઈ હતી, આ કારણે તે બીમાર રહેવાં લાગ્યાં હતાં. સસરાની બીમારીને કારણે વહુને ઘરમાં વધુ કામ કરવું પડતું હતું. એક દિવસ મહિલાએ પોતાના પતિને કહ્યું કે તમે પિતાજીને કોઈ અનાથ આશ્રમમાં છોડી આવો, હવે હું દેખભાળ કરી શકતી નથી. ત્યાં એવી વ્યવસ્થા કરી દેજો કે પિતાજી તહેવારો પર પણ ત્યાં જ રહે, આપણા ઘરે ન આવે.

પત્નીની વાત માનીને તે વ્યક્તિ પિતાને અનાથ આશ્રમમાં છોડીને ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યારે તેને યાદ આવ્યું કે વૃદ્ધાશ્રમના અધિકારીઓને કહેવાનું હતું કે તહેવારો પર પણ પિતાજીને ત્યાં જ રાખવાના છે. તે વાત કરવા માટે તે ફરીથી અનાથ આશ્રમમાં પહોંચી ગયો.

આશ્રમમાં પહોંચીને તેને જોયું કે તેના પિતા અને અનાથ આશ્રમના વૃદ્ધ અધિકારી ખૂબ જ પ્રેમથી મળી રહ્યાં હતો. બંને ખૂબ જ ખુશ હતા. આ જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું કે આટલા જલદી બંનેમાં પ્રેમ કેવી રીતે થઈ ગયો?

અધિકારીને મળીને તે વ્યક્તિના પિતા પોતાના રૂમમાં જતાં રહ્યાં. ત્યારે પુત્ર અધિકારી પાસે આવ્યો અને તેને પૂછ્યું કે તમે મારા પિતાજીને ક્યારથી ઓળખો છો?

અધિકારીને જવાબ આપ્યો કે હું તેમને છેલ્લા 30 વર્ષથી ઓળખું છું. 30 વર્ષ પહેલાં આ વ્યક્તિ આ આશ્રમમાં એક બાળકને દત્તક લેવા માટે આવ્યાં હતાં. આ સાંભળતાં જ પુત્રને સમજાઈ ગયું, તે તેમના પિતાનું સંતાન નથી, પણ અનાથ છે. મારાં સુખ માટે તેમને પોતાનું બધુ જ સમર્પિત કરી દીધું. મારી જ ખુશીઓ માટે તેઓ ચુપચાપ અનાથ આશ્રમમાં રહેવાં માટે તૈયાર થઈ ગયાં. મેં એક મહાન માણસ સાથે ખૂબ જ ખોટું કર્યું છે.

તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો અને તે પોતાના પિતા પાસે ક્ષમા માંગવા લાગ્યો. તે ફરીથી પિતાને પોતાના ઘરે લઈ આવ્યો અને પત્નીને પણ સમજાવી દીધી કે હવે પિતાજી અહીં જ રહેશે.

બોધપાઠ

આ પ્રસંગની શીખ એ છે કે માતા-પિતા પોતાના બાળકો માટે પોતાના સુખનો ત્યાગ કરી દે છે. સંતાનને કોઈ વાતની પરેશાની ન થાય એટલા માટે પોતાનું બધું જ સમર્પિત કરી દે છે. સંતાનને પણ આ વાત સમજવી જોઈએ અને માતા-પિતાનો આદર કરવો જોઈએ.

આ પણ વાંચજો – શેઠે સંતને કહ્યું કે મારી પાસે ખૂબ જ ધન-સંપત્તિ છે. મને મનની શાતિ પ્રાપ્ત કરવાના ઉપાય બતાવો, સંતે પહેલાં દિવસે શેઠને તાપમાં બેસાડી રાખ્યો અને બીજા દિવસે ભોજન પણ ન આપ્યું, જાણો પછી શું થયું

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો