રાતે ફકીરના ઘરમાં ઘુસી ગયો ચોર, પરંતુ ઘરમાં ચોરી કરવા માટે કંઈ હતુ જ નહી, ચોર પાછો જવા લાગ્યો તો ફકીરે તેને રોકીને કહ્યુ અહીં બેસી જા અને હું જે કહુ તે કામ કર, ચોરે માની લીધી ફકીરની વાત, જાણો ફકીરે શું કહ્યું.

પ્રેમથી કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પણ ફેરફાર કરી શકાય છે. આપણાં અવતારોએ, સંતો-મહાત્માઓએ, વિદ્વાનોએ પણ પ્રેમ ઉપર જ સૌથી વધુ ભાર આપ્યો છે. પ્રાચીન સમયમાં એક ફકીર હતા, જેમણે પ્રેમથી એક ચોરનું વ્યક્તિત્વ બદલી નાખ્યુ હતુ. અહીં જાણો ફકીર અને ચોરનો કિસ્સો, જેમાં પ્રેમની શક્તિ દર્શાવવામાં આવી છે.

એક વખત ફકીરના ઘરે ચોર ઘુસી આવ્યો. તે સમયે ફકીર સૂતા હતા. ચોરે વિચાર્યુ ઘરનો માલિક સૂતો છે અને તે ચોરી કરવા માટે સામાન શોધવા લાગ્યો, પરંતુ ત્યાં કંઈ હાથ ન લાગ્યુ. ચોર પાછો જવા લાગ્યો.

આ જોઇને ફકીરે તેને રોક્યો અને કહ્યુ – ‘આ ફકીરનું ઘર છે, એટલે અહીં કોઈ મૂલ્યવાન સામાન નહીં મળે, પરંતુ હું તને મોહબ્બત તો આપી જ શકું છું. અહીં બેસ અને માત્ર એક કામ કર, આખી રાત ઇબાદત કર.’ ચોરે ફકીરની વાત માની લીધી અને આખી રાત ઇબાદત કરી.

સવારે કોઈ અમીર ભક્તે ફકીરને કેટલીક દીનારો આપી. ફકીરે બધી દીનારો તે ચોરને આપી દીધી અને કહ્યુ – ‘આ દીનાર છે, તારી ઇબાદતના બદલામાં, તેને રાખી લે.’

આ જોઇને ચોરની આંખોમાં આસૂ આવી ગયા અને બોલ્યો – ‘હું એ ખુદાને ભૂલી ગયો હતો, જે એક રાતની ઇબાદતમાં આટલું આપી દે છે. ચોરે દીનારો ન લીધી. ફકીરના પ્રેમથી ચોરનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે બદલાઇ ગયુ હતુ. ચોરે ચોરી ન કરવાનો સંકલ્પ લીધો.

આ પ્રસંગથી શીખવા મળે છે કે આપણે બીજાની બુરાઇઓને સુધારવા માટે કોઈ દંડ ન આપવો જોઈએ, પરંતુ પ્રેમનો જ સહારો લેવો જોઈએ. પ્રેમથી કોઈ પણ વ્યક્તિમાં બદલાવ લાવી શકાય છે.

આ પણ વાંચજો – કોઈ ગામમાં એક સાધુ રહેતા હતા, તે જ્યારે-જ્યારે નૃત્ય કરતા ત્યારે વરસાદ આવતો, એક દિવસ શહેરથી 4 યુવકો આવ્યા, તેમણે કહ્યું – અમારા નૃત્ય કરવાથી પણ વરસાદ થશે, શું ખરેખર આવું થયું? જાણો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો