ખેડૂતનો વૃદ્ધ ગધેડો કૂવામાં પડી ગયો, તેણે વિચાર્યુ કૂવો ઊંડો છે અને ગધેડો ભારે, તેને કાઢવો મુશ્કેલ છે એટલે કૂવામાં માટી નાખીને ગધેડાને દફન કરી દઉં છું, ગામના લોકોએ પણ કૂવામાં માટી નાખવાનું શરૂ કર્યુ, જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં એક ગરીબ ખેડૂત પાસે વૃદ્ધ ગધેડો હતો. એક દિવસ તે ગધેડો ઊંડા અને સુકાં કૂવામાં પડી ગયો અને જોર- જોરથી ચીસો પાડવા લાગ્યો. ગધેડાની ચીસો સાંભળીને ખેડૂત ઘરેથી બહાર આવ્યો. તેણે સંપૂર્ણ સ્થિતિ જોઇ.

કૂવો ખૂબ ઊંડો હતો અને ગધેડો ખૂબ ભારે હતો. તેણે અંદાજ લગાવ્યો કે ગધેડાને બહાર કાઢવો અશક્ય નથી પરંતુ ખૂબ મુશ્કેલ જરૂર છે કારણ કે ગધેડો વૃદ્ધ અને કૂવો ઊંડો હતો. ખેડૂતે તેને કૂવામાં જ જીવતા દફનાવી દેવાનું નક્કી કર્યુ. વિચાર્યુ, તેનાથી બે સમસ્યાઓનો અંત એક સાથે થઈ જશે. વૃદ્ધ ગધેડાને તેના કષ્ટથી છુટકારો મળી જશે અને કૂવો પણ ભરાય જશે.

તેના પછી ખેડૂતે પોતાના પાડોસીઓને મદદ માટે બોલાવ્યા. બધા લોકો તેના માટે તૈયાર પણ થઈ ગયા. તે ટોપલીમાં માટી ભરીને લાવતા અને ગધેડાની પીઠ પર નાખી દેતા.

ગધેડો દુઃખથી ગાંડા જેવો થઈ ગયો હતો, અચાનક તેને એક વિચાર આવ્યો. દરેક વખતે જ્યારે લોકો તેની પીઠ ઉપર માટી નાખતા, ગધેડો પીઠને ખંખેરીને કૂદકો મારતો. લોકો માટી નાખતા રહ્યા અને ગધેડો દરેક વખતે માટી ખંખેરીને કૂદકા મારતો રહ્યો. તેના શરીર પર માટી જ માટી હતી. તે ખરાબ રીતે થાકી ગયો હતો પરંતુ જીવિત હતો. જેમ કૂવાની સપાટી બહારની જમીનના બરાબર થવા આવી, ગધેડો ઉછડીને કૂવા માંથી બહાર આવી ગયો અને ભીડની વચ્ચેથી ભાગી ગયો.

બોધપાઠ

આ પ્રસંગની શીખ એ છે કે આપણે પણ મુશ્કેલીઓની ધૂળને ખંખેરતા રહેવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ. મુશ્કેલીઓથી ડરીને હાર ન માનવી જોઈએ.

આ પણ વાંચજો – લગ્નના વર્ષો પછી બ્રાહ્મણના ઘરે દીકરો જન્મ્યો હતો પરંતુ થોડાં જ વર્ષોમાં તેનું મૃત્યુ થયું, પણ જ્યારે સ્મશાનમાં ક્રિયાકર્મ માટે લાવ્યા તો ત્યાં એક શિયાળ અને ગીધની નજર તેના ઉપર પડી, પછી બંને વચ્ચે થઈ વિચિત્ર વાતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો