આ બોધકથા દ્રારા જાણો વાત-વાત પર પતિ – પત્ની વચ્ચે ઝઘડા થતાં હોય ત્યારે શું કરવું જોઇએ

એક પ્રચલિત લોકકથા મુજબ પ્રાચીન સમયમાં કોઈ ગામમાં એક વ્યક્તિના લગ્ન થયા. તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. પત્ની પણ પતિની સારી રીતે સંભાળ આખતી હતી. લગ્નના થોડાં દિવસ સુધી તો બધુ સારું હતું. ધીમે-ધીમે જેમ સમય આગળ વધતો હતો બંને વચ્ચે નાના-નાના વાદ-વિદા થવા લાગ્યા હતા. પતિ પોતાના કામકાજના કારણે તણાવમાં હતો. બહારના કામના કારણે ઘરમાં અશાંતિ વધવા લાગી હતી.

પત્ની પણ રોજ-રોજની અશાંતિથી કંટાળી ગઈ હતી. બંને વચ્ચે પ્રેમ હતો પરંતુ તે બંને ઉપર ગુસ્સો હાવિ થઈ રહ્યો હતો. એક દિવસ તેમના ઘરે ગામના પ્રસિદ્ધ સંત આવ્યા. પતિ-પત્નીએ સંતને ભોજન કરાવ્યું. આ દરમિયાન સંત સમજી ગયા હતા કે બંને વચ્ચે અશાંતિ છે. ભોજન પછી સંતે પાણીનો લોટો ઉપાડ્યો અને પૂછ્યુ કે આ લોટોને આપણે કેટલી વખત સુધી ઉપાડીને રાખી શકીએ છીએ?

પતિ-પત્નીએ કહ્યુ થોડી વાર તો આપણે તેને આરામથી ઉપાડી શકીશું પરંતુ થોડા સમય પછી હાથમાં દુઃખાવો થવા લાગશે. એટલે વધુ સમય સુધી આ લોટાને ઉપાડી નહીં શકીએ. સંતે કહ્યુ સાચી વાત છે. એકદમ એવી જ રીતે જો આપણે કોઈ એક સમસ્યા પર અથવા કોઈ એક વાત પર લાંબા સમય સુધી ટક્યા રહેશો તો તેના કારણે આપણાં જીવનમાં પણ તણાવ વધવા લાગશે. જો લગ્નજીવનમાં કોઈ પરેશાની છે તો તેનો જલદી જ ઉકેલ કરી લેવો જોઈએ. પરેશાનીઓ પર ટકી ન રહેવું જોઈએ નહીં તો આ જીવન નરક બની જશે. પતિ-પત્નીએ પરેશાનીનો ઉકેલ કરીને મનનો ભાર હળવો કરી લેવો જોઈએ.

પતિ-પત્ની વચ્ચે વધવા લાગ્યો હતો તણાવ, વાત-વાત પર બન્ને વચ્ચે ઝઘડો થતો, એવામાં એક સંત તેમના ઘરે આવ્યા, તેઓ સમજી ગયા કે બન્ને વચ્ચેનું લગ્નજીવન શા માટે સુખમય નથી પછી જણાવ્યો ઉકેલ.

બોધપાઠ

પતિની સાથે જો કોઈ બહારની સમસ્યા છે તો પત્ની સાથે તેની ચર્ચા-વિચારણાં કરવી જોઈએ પરંતુ બહારનો તણાવ ઘરમાં ન લાવવો જોઈએ. બંનેને સંતની વાત સમજ આવી ગઈ. તેના પછી તેમના જીવનમાં બધી વાતો સ્પષ્ટ થઈ ગઈ અને તે એકબીજાની પરેશાનીઓનો ઉકેલ કરવા લાગ્યા. ધીમે-ધીમે તેમનું જીવન ખુશીઓથી ભરાઇ ગયું.

આ પણ વાંચોઃ- રાજા વિક્રમ અને વેતાળની વાર્તાઓમાંની એક વાર્તા “કોનું પુણ્ય મોટું”

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો