એક સેવકે રાજા માટે અમર ફળ તોડ્યુ અને વિચાર્યુ કે આ ફળ કાલ સવારે રાજાને આપીશ, તેનાથી તે કાયમ યુવાન રહેશે, રાતે સેવક સૂતો હતો ત્યારે તે ફળમાં એક સાપે ઝેર નાખી દીધો, સવારે ઊઠીને સેવક રાજમહેલ પહોંચ્યો અને રાજાને ફળ ખાવા આપી દીધુ

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજા હતા, તેનો એક પ્રિય સેવક હતો. સેવક દરેક પળ રાજાની સેવામાં લાગેલો રહેતો હતો. રાજા પણ સેવકના સુખનું ધ્યાન રાખતો હતો. એક દિવસ સેવકે રાજાને કહ્યુ કે તેને થોડાં દિવસની રજા જોઈએ, તે પોતાના માતા-પિતાને મળવા માટે ગામડે જવા ઈચ્છે છે. રાજાએ તેને ઘણું ધન અને અનાજ આપ્યું અને રજા પણ આપી દીધી.

સેવક ધન અને અનાજ લઈને પોતાના માતા-પિતાના ઘરે પહોંચ્યો. થોડાં દિવસ માતા-પિતાની સેવા કરી, ઘરમાં જરૂરિયાતની બધી વસ્તુઓ લાવીને રાખી દીધી અને પાછો રાજાના મહેલ જવા માટે નીકળી ગયો.

રસ્તામાં તેને એક અમર ફળનું વૃક્ષ દેખાયું. વૃક્ષ એક ઊંચા પર્વત પર હતું. સેવકે વિચાર્યુ કે આ ફળ રાજાને આપી દઉં તો રાજા કાયમ યુવાન રહેશે અને પ્રજાનું હિત થતું રહેશે. આવું વિચારીને તે પર્વત પર ચઢ્યો અને ખૂબ મુશ્કેલીથી તેણે એક ફળ તોડી લીધું.

પર્વત પર ચઢવાના કારણે તે ખૂબ થાકી ગયો હતો. રાત પણ થઈ ગઈ હતી. સેવકે વિચાર્યુ કે રાતે અહીં આરામ કરી લઉં છું, સવારે ઊઠીને રાજાની સેવામાં હાજર થઈ જઇશ. જ્યારે રાતમાં તે સેવક સૂઇ રહ્યો હતો, ત્યારે ત્યાં એક સાપ આવ્યો અને તેણે અમર ફળ પર પોતાનો ઝેર નાખી દીધો અને ત્યાંથી જતો રહ્યો. સેવક ઊંઘમાં હતો તેથી તેને ખબર ન પડી કે કોઈ સાપ આવ્યો હતો.

સવારે સેવકની ઊંઘ ખુલી અને તેણે વિચાર્યુ કે હવે રાજમહેલ જવું જોઈએ. તેણે તે ફળ ઉપાડ્યુ અને રાજાને જઇને આપી દીધુ.

રાજાએ ફળ કપાવ્યું અને થોડાં ટુકડા એક કૂતરાને ખાવા આપ્યા, જેમ કૂતરાએ ફળ ખાધું તે તડપી-તડપીને મરી ગયો. આ જોઇને જ રાજાને ગુસ્સો આવી ગયો અને તેમણે તરત જ તલવાર કાઢીને સેવકની ગરદન ધડથી અલગ કરી નાખી.

બાકી બચેલા ફળના ટુકડા રાજાએ બગીચામાં ફેંકી દીધા. થોડાં દિવસો પછી ફળના બીજથી ત્યાં એક વૃક્ષ ઊગી ગયું. જ્યારે વૃક્ષ મોટું થયું તો તેમાં ફળ ઉગવાના શરૂ થઈ ગયા. રાજાએ બધાને એવું કહી દીધુ હતુ કે કોઈ પણ આ વૃક્ષ ફળ ન ખાય, કારણ કે આ ફળ ઝેરી છે.

એક દિવસ તે વૃક્ષની નીચે એક વૃદ્ધ આરામ કરી રહ્યો હતો. તેણે અજાણતા તે વૃક્ષનું એક ફળ ખાઇ લીધું. ફળ ખાતા જ તે યુવાન થઈ ગયો. જ્યારે આ વાત રાજાને ખબર પડી તો તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે આખી વાત જાણ્યા વિના જ એક નિર્દોષને મોતની સજા આપી દીધી હતી.

બોધપાઠ

આ કથાથી શીખ મળે છે કે જ્યાં સુધી આપણે આખી વાત જાણી ન લઇએ ત્યાં સુધી કોઈને દોષી ન માનવું જોઈએ. રાજાએ ગુસ્સામાં આવીને આખી વાત જાણ્યા વિના જ નિર્દોષ સેવકને મોતની સજા આપી દીધી હતી. પછી તેની પાસે પસ્તાવો કરવા સિવાય કોઈ બીજો રસ્તો ન હતો.

આ પણ વાંચજો – સંતાનવિહોણા રાજા-રાણીએ રાજ્યના બાળકોને બોલાવ્યા અને એક-એક બીજ આપ્યું, રાજાએ કહ્યુ કે આ બીજ લઈ જાવ અને તમારા કુંડામાં વાવો અને 6 મહિના તેની સંભાળ કરો, જેનો છોડ સૌથી સારો હશે તે રાજા બનશે, માત્ર એક બાળકનું બીજ ઊગી ન શક્યું, જાણો પછી કોણ બન્યું રાજા?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો