ભારત-પાકિસ્તાનની મિસાઈલ તાકાત જોઈ લો, કોણ છે તાકતવર?

હવે સમગ્ર દેશવાસીઓને જેના પર ગર્વ છે અને દરેક દેશવાસીની છાતી ગજ ગજ ફુલે છે. તે આપણી મિસાઈલ શક્તિ, આપણી મિસાઈલ શક્તિને કારણે જ વિશ્વના દુશ્મન દેશો ભારત પર આંખ ઉંચી કરતા સો વખત વિચાર કરે છે. ભારત પાસે બ્રહ્મોસ, અગ્નિ જેવી તેજ અને શક્તિશાળી મિસાઈલો છે. તો પાકિસ્તાન પોતાની શાઈન અને બાબર જેવી મિસાઈલો પર ગર્વ કરે છે. તો થઈ જાય મુકાબલો બન્ને દેશની મિસાઈલ શક્તિ પર આ અહેવાલમાં.

જ્યારે યુદ્ધના સમયે આકાશમાં અગ્નિ વરસસે ત્યારે પાકિસ્તાન ક્યાંય ટકી નહીં શકે. પારંપરિક હથિયારોમાં પાકિસ્તાન ભલે અનેક હથિયારો જમા કરી લે, પરંતુ મિસાઈલ ટેક્નોલોજીમાં પાકિસ્તાન ભારત સામે ક્યાંય ટકી શકે તેમ નથી. અગ્નિ-5 ભારતની સૌથી આધુનિક અને ઘાતક મિસાઈલ છે. જ્યારે પાકિસ્તાનની શાહીન-2 મિડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છે. ભારતની અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5 હજારથી 8 હજાર કિલોમીટરની છે. જ્યારે શાહીન-2ની રેન્જ માત્ર 2 હજાર 500 કિલોમીટરની છે. અગ્નિ-5 એટમી શક્તિથી લેસ છે.પાકિસ્તાની શાહીન-2 પણ એટમી શક્તિથી લેસ છે.

મિસાઈલમાં પાકિસ્તાન બીજાના ભરોષે

શોર્ટ ટુ મિડિયમ રેન્જમાં ભારત પાસે અગ્નિ-1 મિસાઈલ છે. તો પાકિસ્તાન પાસે બાબર મિસાઈલ છે. અગ્નિ-1ની રેન્જ 750થી 1250 કિલોમીટર સુધીની છે. તો પાકિસ્તાની મિસાઈલ બાબરની રેન્જ 700 કિલોમીટર છે. આ તરફ ક્રુઝ મિસાઈલની દુનિયામાં ભારતનો એક્કો છે. રશિયા સાથે મળીને બનાવવામાં આવેલી સુપર સોનિક બ્રહ્મોસ મિસાઈલનું હાઈપર સોનિક મિસાઈલનું આધુનિક વર્જન બનાવવાનું કામ ચાલુ છે. ખાસ વસ્તુ એ છે કે, ભારત MTCR એટલે કે મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ રીઝીમનું સભ્ય છે. જ્યારે પાકિસ્તાનને MTCRના સભ્ય બનવા માટે દૂર દૂર સુધી કોઈ અણસાર નથી. ભારતની મિસાઈલ પરિયોજના 1980માં શરૂ થઈ અને ધીરે ધીરે ભારત પોતાની સ્વદેશી મિસાઈલ ટેક્નોલોજી યોજના પર કામ કરી રહ્યો છે, પરંતુ પાકિસ્તાન અત્યારે પણ ચીન અને અન્ય દેશોની ટેક્નોલોજીના સહારે મિસાઈલ પરિક્ષણનો દાવો કરે છે.

Read Also :

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો