ઇન્ડિયન એરફોર્સમાં પાયલટ બનવા માટે શું લાયકાત જરૂરી છે? કેવી રીતે થાય છે સિલેક્શન?

ભારતીય વાયુસેના દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી વાયુસેના છે. ભારતીય વાયુસેનાએ અનેકવાર પોતાના પરાક્રમ થકી દુનિયાને બતાવી દીધું છે કે, હમ કીસી સે કમ નહીં હૈ. પુલવામા હુમલા બાદ વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાં રહેલા આતંકી અડ્ડાઓને નષ્ટ કરી દીધા હતા, પરંતુ શું આપને ખબર છે એક પાઈલોટ બનવું કેટલું મુશ્કેલ હોય છે? કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય તેટલું મુશ્કેલ હોય છે વાયુસેનામાં પાઈલોટ બનવું. આવો જોઈએ કેવી રીતે તૈયાર થાય છે એરક્રાફ્ટ ઉડાવનાર એક પાઈલોટ? આ અહેવાલમાં.

મુશ્કેલ હોય છે ફાઇટર પ્લેનના પાયલોટ બનવું, એક જ તક મળે છે:

ઈન્ડિયન એરફોર્સે દુનિયામાં ચોથા નંબરની સૌથી ખતરનાક એરફોર્સ છે. ઈન્ડિયન એરફોર્સમાં જો તમે ફાઈટર પાયલોટ બનવાનું સપનું જોઈ રહ્યા હોય તો તમારે ઈન્ડિયન એરફોર્સના ફ્લાઈંગ બ્રાંચને જોઈન કરવી પડશે. આપને જણાવી દઈએ કે એરફોર્સમાં ફાઈટર પાયલોટ બનવું એટલું આસાન નથી જેટલું તમે વિચારી રહ્યા હશો. કારણ કે ફાઈટર પાયલોટ બનવાની સમગ્ર પ્રક્રિયા ઘણી જ મુશ્કેલ હોય છે. જો તમે પરીક્ષામાં એક વખત પણ ફેલ થઈ ગયા તો જિંદગી ભર પાયલોટ બનવા માટે એપ્લાય નથી કરી શક્તા. તો આવો જાણીએ ઈન્ડિયન એરફોર્સની ફ્લાઈંગ બ્રાંચમાં કેવી રીતે એપ્લાય કરવાનું અને કેવી રીતે થાય છે સિલેક્શન?

ઇન્ડિયન એરફોર્સમાં જોડાઇને તમે પણ દુશ્મનોનો બોલાવી શકો છો સફાયો, જાણો એન્ટ્રીની પ્રોસેસ

કેટલી જોઇએ યોગ્યતા?

ઈન્ડિયન એર ફોર્સમાં ફ્લાઈંગ બ્રાંચમાં એપ્લાય કરવા માટે ધોરણ 12માં ફિજિક્સ અને મેથેમેટિક્સ વિષય હોવો ફરજિયાત છે. આપને જણાવી દઈએ કે ફ્લાઈંગ બ્રાંચમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમમાં પાસ કરેલું હોવું જોઈએ.

કેવી રીતે થાય છે સિલેક્શન?

ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ બનવાની સંપૂર્ણ પ્રક્રિયા ઘણી લાંબી છે. પાયલોટ બનવા માટે એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરવી પડે છે. ત્યારબાદ ઈન્ડિયન એરફોર્સે ઘણી પરીક્ષાઓ નિર્ધારીત કરી છે. જે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પરીક્ષાઓ તૈયાર કરવામાં આવી છે.

ચાર રીતે એરફોર્સમાં મળે છે એન્ટ્રી:

જો તમે 12 પાસ કર્યા બાદ એપ્લાય કરવા માગો છો તો તમે નેશનલ ડિફેન્સ એકેડમીના માધ્યમોથી એપ્લાય કરી શકો છો, આ પરીક્ષા UPSC લે છે, જેના માટે તમારે 60 ટકા લાવવા જરૂરી છે. તો તમે ગ્રેજ્યુએશન બાદ એપ્લાય કરવા માગો છો તે તમારે CDS, AFCAT અને NCC અંતર્ગત તમે ઈન્ડિયન એર ફોર્સની ફ્લાઈંગ બ્રાંચમાં એપ્લાય કરી શકો છો. તો આપને જણાવી દઈએ કે CDS પરીક્ષા UPSC તરફથી વર્ષમાં બે વખત આયોજિત કરે છે. તો AFCAT પરીક્ષા ઈન્ડિયન એરફોર્સ તરફથી વર્ષમાં 2 વખત યોજવામાં આવે છે. તો જો તમે NCC સર્ટીફેકેટ ધરાવો છો તો તમારી ડાયરેક્ટ એન્ટ્રી થાય છે.

આ એન્ટ્રી માત્ર NCC ધરાવતા ઉમેદવાર જ મેળવી શકે છે. જો તમારી પાસે NCCનું C સર્ટિફેક્ટ હોય તો તમે સીધુ ઈન્ટરવ્યૂ માટે એપ્લાય કરી શકો છે. એટલે કે NDA, CDS, AFCAT આ ત્રણેય એન્ટ્રી માટે તમારે લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે. ત્યારબાદ તમને આગળની પ્રોસેસમાં મોકલવામાં આવે છે. તો જો તમે NCC ઉમેદવાર છો તો તમારે લેખિત પરીક્ષા આપવાની જરૂરિયાત રહેતી નથી.

બીજી પ્રક્રિયા:

લેખિત પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ SSB ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ઈન્ટરવ્યૂની પ્રક્રિયા 5 સ્ટેજમાં યોજાય છે અને જે ઉમેદવાર આ પાંચે સ્ટેજ સફળતાપૂર્વક પુરા કરી લે તેને બાદમાં મેડિકલ ચેકઅપ, પાયલોટ એપ્ટીટ્યૂટ બેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવે છે.

ત્રીજી પ્રક્રિયા:

ઈન્ડિયન એરફોર્સમાં ફાઈટર પાયલોટ બનવા માટે આ એક મહત્વની પ્રક્રિયા છે. એરફોર્સમાં પાયલોટ બનવા માટે PABT ટેસ્ટ પાસ કરવો અનિવાર્ય હોય છે. આપને જણાવી દઈએ કે આ ટેસ્ટ પાસ કરવા માટે માત્ર એક જ તક મળે છે. જો તમે PABT ટેસ્ટ એક જ તકમાં પાસ ન કરી શક્યા તો તમે લાઈફ ટાઈમ ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ બનવા માટે એપ્લાય નથી કરી શક્તા.

ચોથી પ્રક્રિયા:

મેડિકલ ચેકઅપ અને PABT ટેસ્ટ પાસ કર્યા બાદ ફાઈલન મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. જે SSB ઈન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષાને આધારે નક્કી કરવામાં આવે છે. આ મેરિટ લિસ્ટમાં જે ઉમેદવારના નામ હોય તેમને આગળની ટ્રેનિંગ માટે ડુંડિગુલ એરફોર્સ એકેડમીમાં મોકલવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉમેદવાકોને ફાઈટર પાયલોટ બનવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં ફાઈટર એરક્રાફ્ટને ઉડાવવાથી લઈ કઈ સ્થિતિમાં એરક્રાફ્ટને હેંડલ કરવું તેની ટ્રેનિંગ આપવામાં આવે છે.

પાયલોટ ટ્રેનિંગને ત્રણ સ્ટેજમાં વહેંચવામાં આવે છે. જે આ પ્રકારે છે પ્રથમ ટ્રેનિંગમાં ઉમેદવારોને એરક્રાફ્ટ સાથે જોડાયેલી બેઝિક જાણકારી આપવામાં આવે છે અને તેમાં ઉમેદવારને 55 કલાકમાં ફ્લાઈટ એક્સપીરિયંસ પણ મળે છે. આ પ્રક્રિયા 6 મહિના સુધી ચાલે છે. બીજી પ્રક્રિયાની વાત કરીએ તો બીજી ટ્રેનિંગને મધ્યવર્તી તાલીમ પણ કહેવામાં આવે છે. આ પાયલોટની ટ્રેનિંગનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. જેમાં ઉમેદવારોને એરક્રાફ્ટ આપવામાં આવે છે. જેમાં તેમણે એરક્રાફ્ટ ઉડાડવાની તક આપવામાં આવે છે. ઉમેદવારે એરક્રાફ્ટનું પરફેક્ટ હેડલિંગ કરવાનું ધ્યાન રાખવાનું હોય છે.

હવે વાત કરીએ ત્રીજી પ્રક્રિયાની તો આ પ્રક્રિયા 12 મહિના ચાલે છે. જેમાં ઉમેદવારને HAWK એરક્રાફ્ટની સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ દરમિયાન પાયલોટને ફાઈટિંગ ટેક્નિક શિખવાડવામાં આવે છે. ટ્રેનિંગ દરમિયાન ઉમેદવારને જગુઆર, મીગ અને અન્ય એરક્રાફ્ટની સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે. જે ઉમેદવાર આ ત્રણેય સ્ટેજ સફળતાપૂર્વક પાસ કરી લે ત્યારબાદ તેને પાયલોટનું લાઈસન્સ આપવામાં આવે છે.

ઇન્ડિયન એરફોર્સમાં પાયલટ બનવા માટે શું લાયકાત જરૂરી છે?

  • ભારતીય નાગરિકતા હોવી જોઈએ
  • ફિઝિક્સ, મેથ્સ સાથે 12મુ પાસ જરૂરી છે
  • 12મામાં 50 ટકા જરૂરી છે
  • અંગ્રેજી સારું હોવું જોઈએ
  • હાઈટ ઓછામાં ઓછી 5 ફુટ હોવી જોઈએ
  • આંખોનું વિઝન સારું હોવું જોઈએ
  • માનસિક મજબૂત અને શારીરિક રૂપથી સંપૂર્ણ સ્વસ્થ હોવા જોઈએ
  • સીડીએસઈ, એનસીસી સ્પેશિયલ એન્ટ્રી અને એએફસીએટી કેન્ડિડેટનું ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. સીડીએસ એક્ઝામ માટે એન્જીનીયરીંગ ડિગ્રી ધરાવતા લોકો પણ એપ્લાય કરી શકે છે

એજ લિમિટ શું હોય છે?

  • એનડીએ એક્ઝામ માટે 19 વર્ષ સુધી એપ્લાય કરી શકાય છે.
  • સીડીએસઈ, એનસીસી સ્પેશિયલ એન્ટ્રી અને એએફસીએટી માટે 20થી 24 વર્ષની એજ લિમિટ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો