ભારતીની શક્તિશાળી વાયુસેનાની શું છે તાકાત? જાણો તેની ખાસ વાતો

પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતે મંગળવારનાં રોજ સવારનાં 12 ‘મિરાજ 2000’ ફાઇટર પ્લેન LoCને માટે રવાના કર્યા. સવારનાં 3:30 કલાકે આ લડાકુ વિમાનોએ પાકિસ્તાનમાં હાજર અનેક આતંકી ઠેકાણાંઓને તબાહ કરી નાખ્યાં. આને ભારત તરફથી બીજી સર્જીકલ સ્ટ્રાઇક જણાવવામાં આવી રહેલ છે. આ હુમલા બાદ સીમાઓ પર કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવેલ છે. ભારત કોઇ પણ હુમલાને લઇને સંપૂર્ણ રીતે તૈયાર છે.

ભારતની સરહદને કોઈ અડકી શકતું નથી. કારણ કે સરહદો અને આપણા દેશની રખેવાળ છે આપણી જાબાંઝ એરફોર્સ. આ એરફોર્સે અનેક વાર પોતાની શક્તિનો પરચો દુનિયાને આપ્યો છે અને આપણા પાડોશી પાકિસ્તાનને તો ધોળા દિવસે તારા દેખાડ્યા છે, પણ આ નાપાક પાકિસ્તાન અવાર નવાર ભારતને છંછેડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેણે એ ન ભૂલવું જોઈએ કે, તે ભારતીય વાયુસેના સામે એક નાનું બચ્ચુ છે.

ઘડીનાં છઠ્ઠા ભાગમાં ઈન્ડિય એરફોર્સ દુનિયાનાં નકશાથી પાકિસ્તાનને અલગ કરી શકે છે. ભારતીય વાયુસેના દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી વાયુસેના છે અને દુનિયા પણ તેનાથી થર થર કાંપે છે. તો આવો જોઈએ ભારતની આન-બાન-શાન એવી એરફોર્સ વિશે કેટલીક રસપ્રદ વાતો આ અહેવાલમાં.

વાયુસેનાનું ગઠન 1933માં થયું:

દુનિયાની સૌથી શક્તિશાળી ભારતીય વાયુસેનાનું ગઠન વર્ષ 1933માં કરવામાં આવ્યું હતું. ત્યારથી આજદિન સુધી સતત તેમાં સુધારો કરવામાં આવ્યો. દેશની કોઈ પણ સરકાર હોય તેનું મકસદ એ જ રહ્યું છે કે, વાયુસેનાને અત્યાધુનિક, આક્રમક અને દુનિયાની સૌથી મજબૂત વાયુસેના બનાવવામાં આવે…આઝાદીથી અત્યાર સુધીની સરકારોના અથાગ પ્રયાસોને કારણે જ આજે ભારતીય વાયુસેના વિશ્વની લક્ષાસ્વી અને શક્તિશાળી વાયુસેના છે.

વાયુસેનાનાં પ્રથમ વડા ચીફ એરમાર્શલ સર થોમસ વોકર એમહિસ્ટઃ
સર થોમસ વોકર એમહિસ્ટે ભારતીય વાયુસેનાને સ્વતંત્ર સેવા બનાવી. જેથી ભારતીય વાયુસેના આર્મીના સીધા કંટ્રોલમાં ન રહે. આઝાદીથી પહેલા આર્મીના વડા જ વાયુસેના પર કંટ્રોલ રાખતા હતા. એરમાર્શલ એમહિસ્ટને એ વાતનો પણ શ્રેય જાય છે કે તેમણે અડધી અધુરી વાયુસેનાને એક મારક અને શક્તિશાળી બનાવી.

ભારતીય વાયુસેનાથી આગળ માત્ર અમેરિકા, રશિયા અને ચીનની જ વાયુસેના છે. ભારતીય વાયુસેના દુનિયાની ચોથી સૌથી મોટી અને શક્તિશાળી સેના છે. ભારતની પાસે લગભગ 2200થી વધારે એરક્રાફ્ટ છે.

ભારતીય વાયુસેનાની શાન છે લડાકુ વિમાનઃ

ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનમાં સૌથી ખતરનાક છે 4.5 જનરેશન સુખોઈ લડાકુ વિમાન. સુખોઈ વિમાન ભારતે રશિયા પાસેથી ખરીદ્યા હતા. ભારતીય વાયુસેના પાસે લગભગ 200થી વધારે સુખોઈ વિમાન છે. તે સિવાય ભારતીય વાયુસેના પાસે જંગી બેડામાં મિરાઝ, જેગુઆર, મિગ-21 અને મિગ-27 પણ છે. આ સાથે અન્ય પણ નવી આધુનિક ટેક્નોલોજીના વિમાનો ભારતીય વાયુસેના સામિલ થવાની તૈયારીમાં છે. જેમાં રાફેલ પણ એક છે. રાફેલ સામેલ થવાથી વાયુસેનાની શક્તિમાં ચાર ચાંદ લાગી જશે.

ફાઈટર હેલિકોપ્ટરઃ

વાયુસેનામાં હેલિકોપ્ટરની ભૂમિકા ખુબ જ મહત્વની હોય છે. પાકિસ્તાની વાયુસેના પાસે 500થી વધારે હેલિકોપ્ટર છે. જ્યારે ભારતીય વાયુસેના પાસે 700થી વધારે એવા હેલિકોપ્ટર છે. જે જંગના મેદાનમાં કંઈ પણ કરી છૂટે છે. વર્ષ 1965 સુધી ભારતીય વાયુસેના પાકિસ્તાની વાયુસેના કરતા ટેક્નિકમાં ઘણી પાછળ હતી.

પરંતુ 1965માં ભારત-પાક યુદ્ધ બાદ ભારતે પાકિસ્તાનના લડાકુ વિમાનો સામે એવી રીતે યુદ્ધ લડ્યું કે દુનિયા ચોંકી ગઈ. આપણી વાયુસેનાના સમગ્ર દેશમાં 60થી વધારે એરબેઝ છે. જેને સાત કમાન્ડસમાં વહેંચવામાં આવ્યું છે. ગાજિયાબાદના હિંડનમાં સ્થિત એરફોર્સ સ્ટેશન દુનિયાનું આઠમુ અને એશિયાનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે.

તઝાકિસ્તાનમાં છે ભારતીય વાયુસેનાનાં એરબેઝઃ

તઝાકિસ્તાન એક માત્ર એવો વિદેશી દેશ છે જ્યાં ભારતીય વાયુસેનાના એરબેઝ છે. પાર્કહોર અને આઈન્હી તઝાકિસ્તાન સ્થિત ભારતના બે એરબેઝ છે. તો ભારતીય વાયુસેના દેશની બહાર પણ અનેકવાર લડી ચુકી છે. વર્ષ 1960માં બેલ્જિયમનું કાંગોની ઉપર 75 વર્ષ ચાલનારૂ શાસન અચાનકથી ખતમ થઈ ગયું ત્યારે ભારતીય વાયુસેનાએ કાંગોમાં સંયુક્ત રાષ્ટ્રના અભિયાનની મદદમાં 5 નંબરના બેડાને લગાવ્યો હતો.

1971માં આપી હતી મોટી લપડાકઃ

ભારતીય વાયુસેનાએ 1971માં ભારત-પાક યુદ્ધ દરમિયાન 29 પાકિસ્તાની ટેન્કો, 40 APC અને એક ટ્રેનને ઢેર કરી દીધી હતી. પાકિસ્તાની સેનાના આત્મસમર્પણ કરતા પહેલા ભારતીય લડાકુઓએ પાકિસ્તાની વાયુસેનાના 94 લડાકુ વિમાનોને તોડી પાડયા હતા.

માલવાહક એરક્રાફ્ટ ધરાવે છે ભારતીય વાયુસેનાઃ

ભારતીય વાયુસેના દુનિયાની એક માત્ર એવી વાયુસેના છે કે જે C-70, ગ્લોગ માસ્ટર્સ, થર્ડ C-130J સુપર હર~યુલેશ નામથી જાણિતા માલવાહક એરક્રાફ્ટનું સંચાલન કરે છે. ભારતીય વાયુસેના દ્વારા ચલાવવામાં આવેલુ ઓપરેશન રાહત દુનિયાનું સૌથી મોટું ઓપરેશન હતું. જેમાં હેલિકોપ્ટરની મદદથી મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતાં.

સેના તરફથી આપવામાં આવતો સર્વોચ્ચ પુરષ્કાર પરમવીર ચક્ર ફ્લાઈટ ઓફિસર નિર્મલજીતશસગને મળ્યો. જે તેમને 1971માં બાંગ્લાદેશ મુક્તિને લઈ ભારત-પાક યુદ્ધમાં શહાદત બદલ આપવામાં આવ્યો હતો. તો વાયુસેનાને તેની પ્રથમ એરમાર્શલ પદ્માવતી બંદોપદ્યાયના રૂપમાં મળી હતી. જે વાયુસેનામાં મેડિકલ સર્વિસની ડાયરેક્ટર જનરલ હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો