કરવા ચોથ વ્રતનું મહત્વ જાણો, આ વ્રતમાં ચંદ્રદેવની સાથે ભગવાન ગણેશ, કાર્તિકેય અને શિવ-પાર્વતીની પૂજા કરવામાં આવે છે

હિંદુ કેલેન્ડર પ્રમાણે આસો મહિનાના વદ પક્ષની ચોથના દિવસે કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ પર્વ પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તહેવારમાં માટીના વાસણ એટલે કરવાનું વિશેષ મહત્ત્વ છે. વામન પુરાણ અને અન્ય ગ્રંથોમાં ચંદ્રની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય છાંદોગ્ય ઉપનિષદમાં પણ ચંદ્રમાં પુરૂષ રૂપી બ્રહ્માની ઉપાસનાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવે છે. ચોથ તિથિના દેવતા ભગવાન ગણેશ છે. આ દિવસે ચોથ દેવી સાથે ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે.

ગણેશ તથા ચંદ્રની પૂજા થાય છેઃ-

કરવા ચોથ એટલે પતિની લાંબી ઉંમર માટે રાખવામાં આવતું વ્રત. છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે ચંદ્રમાં પુરૂષ રૂપી બ્રહ્માની ઉપાસના કરવાથી બધા જ પાપ નષ્ટ થઇ જાય છે. આ વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી, કાર્તિકેય, ગણેશ તથા ચંદ્રનું પૂજન કરવું જોઇએ. પૂજા બાદ માટીના કરવામાં ચોખા, અડદની દાળ, સૌભાગ્યનો સામાન સાસુ અથવા સાસુ સમાન કોઇ પરણિતાને પગે લાગીને ભેટમાં આપવું જોઇએ.

પત્નીઓનું વ્રત અને દેવતાઓની જીતઃ-

એકવાર દેવતાઓ અને દાનવોના યુદ્ધમાં દેવતાઓની હાર થઇ રહી હતી. બ્રહ્મદેવે આ સંકટથી બચવા માટે બધા જ દેવતાઓની પત્નીઓ એટલે શક્તિઓને વ્રત રાખવાની સલાહ આપી. આસો મહિનાના વદની ચોથના દિવસે બધા દેવતાઓની પત્નીઓએ વ્રત રાખ્યું હતું. વ્રત કરવાથી બધી શક્તિઓ ભેગી થઇ. જેથી યુદ્ધમાં દેવતાઓની જીત થઇ હતી. આ સાંભળીને બધી જ દેવ પત્નીઓએ તેમનું વ્રત ખોલ્યું. આ દિવસે જ કરવા ચોથના વ્રતની પરંપરા શરૂ થઇ હોય એવું માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો