શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે શરૂ થતું ‘જીવંતિકા વ્રત‘, જાણો તેનું મહત્વ અને વિધિ.

પવિત્ર શ્રવણ માસમાં શિવના પૂજન-અર્ચન-ભક્તિમાં રસબોળ થતાં ભક્તોને સાથે વિવિધ તહેવારોને ઊજવવાનો અગમ્ય આનંદ મળે છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ અને એકાત્મતાનો સમન્વય મહાદેવનાં વ્રતોમાં થાય છે. સાથે સાથે પોતાના પરિવાર માટે ખાસ કરીને પોતાના બાળકોની લાંબી આયુષ્ય માટે જીવંતિકા વ્રત કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે ‘જીવંતિકા વ્રત‘ કરવામાં આવે છે. આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારથી કરી શકાય છે. સંજોગો વસાત પ્રથમ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે. સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને જીવંતિકા માતાની તસવીર આગળ પાંચ દિવેટનો દીવો પ્રગટાવો. ત્યારપછી અબીલ-ગુલાલ પુષ્પોથી પૂજા કરવી.

જે શ્રાવણ મહિનામાં આવતા દર શુક્રવારે થાય છે અને આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રી પોતાનાં સંતાનની સુખાકારી માટે કરે છે. આ દિવસે પાંચ દિવેટનો દિવો કરવો અને જીવંતિકા દેવીનું પૂજન કરી કથા વાર્તા કરવી, પીળાં વસ્ત્રોનો નિષેધ છે.

મા જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી. વ્રત કરનાર સ્ત્રીએ દિવસે પીળાં વસ્ત્રો, પીળા અલંકારો અને પીળા રંગની ચીજવસ્તુઓનો ત્યાગ કરવો. લાલ રંગના વસ્ત્રો પહેરવા. પીળાં રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં.

કથા સાંભળ્યા પછી માની પાંચ દિવેટોના દીવાથી આરતી કરવી. ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો. પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી. એકટાણું કરવું. આ દિવસે ખોટું ન બોલવું. કોઈની નિંદા ન કરવી. આખો દિવસ માતાનું રટણ કરવું. મા જીવંતિકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે, લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો