ઍરફોર્સ ચીફ ધનોઆએ પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે AIR STRIKEની માંગી લીધી હતી પરમિશન, 11 દિવસના પ્લાનિંગ બાદ 12મા દિવસે કરાયો ઘા

ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાના 12મા દિવસે પીઓકેમાં ઘુસી ઍર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જૈશ એ મોહમ્મદની કેડ ભાંગી નાખે, તેવો પ્રહાર કર્યો.

આવો જાણીએ કે ભારતે આ પરાક્રમને કેવી રીતે અંજામ આપ્યો ?

15 ફેબ્રુઆરી : પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાના ઍર ચીફ માર્શલ બી એસ ધનોઆએ પાકિસ્તાનને જવાબ આપવા માટે ઍર સ્ટ્રાઇકનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવને સરકારે તાત્કાલિક મંજૂરી આપી દીધી.

16-20 ફેબ્રુઆરી : ત્યાર બાદ ઍરફોર્સ અને આર્મીએ હ2રૉન ડ્રોન સાથે નિયંત્રણ રેખા (એલઓસી) પર હવાઈ નિગરાની શરુ કરી દીધી.

20-22 ફેબ્રુઆરી : આ દરમિયાન ભારતીય વાયુસેના અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ સ્ટ્રાઇક માટે સંભવિત સાઇટ્સ નક્કી કરી.

21 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય સલામતી સલાહકાર (એનએસએ) અજિત ડોવાલ તરફથી ઍૅર સ્ટ્રાઇક માટે લક્ષ્ય નક્કી કરાયું.

22 ફેબ્રુઆરી : ભારતીય વાયુસેનાના 1 સ્ક્વૉડ્રન ટાઇગર્સ તથા 7 સ્ક્વૉડ્રન બૅટલ એક્સિસને સ્ટ્રાઇક મિશન માટે એક્ટિવ કરવામાં આવ્યા. આ ઉપરાંત 2 મિરાજ સ્ક્વૉડ્ર્ન મિશન માટે 12 જેટની પસંદગી કરવામાં આવી.

24 ફેબ્રુઆરી : પંજાબના ભટિંડાથી વૉર્નિંગ જેટ તથા યૂપીના આગ્રાથી મિડ ઍર રિફ્યૂલિંગનું દેશની અંદર ટ્રાયલ કરવામાં આવ્યું.

25 ફેબ્રુઆરી : આ દિવસે ઑપરેશનની શરુઆત થઈ. 12 મિરાજ વિમાનો તૈયાર કરાયા અને મંગળવારે વહેલી સવારે) 3.20 વાગ્યાથી 4.00 વાગ્યા વચ્ચે આ પરાક્રમને અંજામ આપવામાં આવ્યો.

26 ફેબ્રુઆરી : એનએસએ અજિત ડોવાલે પીએમ નરેન્દ્ર મોદીને આ ઑપરેશન વિશે માહિતી આપી.

સૌના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ઍરફોર્સે આખરે કઈ રીતે આ આખી ઍર સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યું. ગુપ્તચર એજંસીથી મળેલ ઇનપુટ ઍરફોર્સે શૅર કર્યા હતા. ત્યાર બાદ અક્ષાંશ રેખાના આધારે પિન પૉઇંટ પર હતું આખું ઑપરેશન. ભારતીય થલ સેના (આર્મી) અને ભારતીય વાયુસેનાએ વેલ કોરરિનેડ પર હુમલો કર્યો. આ ઑપરેશન અત્યંત ગુપ્ત હતુ. મલ્ટી ડાયમેંશન પૅડ્સથી આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી.

જુઓ સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2ની ટાઇમલાઇન :

વહેલી સવારે 3.30 વાગ્યે ઍર સ્ટ્રાઇક શરુ થઈ.

ઍરફોર્સને આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં 35થી 40 મિનિટનો સમય લાગ્યો અને વિમાનો ભારતીય સરહદમાં પરત આવી ગયા.

ભારતીય મિરાજ વિમાનો 3થી 4 મિનિટની અંદર જ પીઓકેમાં ઘુસી ગયા.

ભારતીય લડાકૂ વિમાનોએ 2300 કિલોમીટરની ઝડપે ઉડાન ભરી.

મિરાજ 2000 ફાઇટર જેટ મલ્ટી રોલ કૉમ્બેટ વિમાન છે.

મિરાજ ઍર શો ઍર ટૂ ઍર અને ઍર ટૂ સરફેસ મિસાઇલ દાગવામાં નિષ્ણાત છે.

આ વિમાનોએ 1000 કિલોના કુલ 10 બૉંબ આતંકી ઠેકાણાઓ પર વરસાવ્યા. લેઝર ગાઇડ બૉંબનો ઉપયોગ કરાયો.

પાકિસ્તાની સેના સતત સીઝફાયર વાયલસેશન કરી ભારતીય આર્મી એંગેજ રાખવામાં લાગેલી હતી, પણ તેમને જરાય ખ્યાલ પણ નહોતો કે ભારત આ વખતે ઍર સ્ટ્રાઇક કરી શકે છે.

શું છે આલ્ફા 3 કંટ્રોલ રૂમ ?

આ ઍર સર્જિકલ સ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદનો આલ્ફા 3 કંટ્રોલ રૂમ ધ્વસ્ત કરી દેવાયો છે. આ કંટ્રોલ રૂમમાં આતંકીઓને પાકિસ્તાની સેના અને આઈએસઆઈ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવતી હતી. અહીં જુદા-જુદા તબક્કામાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આત્મઘાતીઓને તૈયારકરી તેમને આંતરરાષ્ટ્રીય સરહદ ક્રૉસ કરાવવામાં આવતી હતી. આ આતંકીઓનું લૉંચિંગપૅડ હતું. અથવા એમ પણ કહી શકાય કે આલ્ફા 3 કંટ્રોલ રૂમ આતંકીઓની ફૅક્ટરી હતી.

આ પણ વાંચજો .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો