પુલવામાનો પાકિસ્તાનને મુહતોડ જવાબ : ૨૦૦ થી ૩૦૦ આતંકીઓને માર્યા – આ રીતે થયો હુમલો

ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ પીઓકેમાં આવેલા આતંકી કૅમ્પો પર 1000 કિલો બૉંબ વરસાવી જૈશ એ મોહમ્મદના અલ્ફા 3 કંટ્રોલ રૂમ સહિત અનેક ઠેકાણાઓ ધ્વસ્ત કરી નાખ્યા છે.

મળતી માહિતી મુજબ આ ઍર સર્જિકલ સ્ટ્રાઇકમાં પીઓકેમાં રહેલા 200થી 300 આતંકવાદીઓ માર્યા ગયા છે. એટલું જ નહીં, ભારતની આ સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2માં પાકિસ્તાનના 12 સૈનિકો પણ માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે.

સરહદ પર આવેલા ગામોના સ્થાનિક લોકોએ પણ જણાવ્યું કે સોમવાર રાત્રિથી જ સરહદ પર લડાકૂ વિમાનોનો અવાજ આવી રહ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પહેલી વાર સરહદ ઓળંગીને હુમલો કર્યો છે. આ હમલો પૂરતી તૈયારી સાથે કરાયો હતો. લડાકૂ વિમાનોના હવામાં જ ઈંધણ ભરવાની પણ વ્યવસ્થા કરાઈ હતી.

નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપવાની જાહેરાત કરી હતી.

ભારતીન આ જવાબી કાર્યવાહી બાદથી દેશભરમાં લોકો સરકારના આ પગલાના વખાણ કરી રહ્યા છે. બોલીવુડલ સેલેબ્સે પણ મોદી સરકારનું સમર્થન કર્યું છે.અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને લખ્યું છે, ભારત માતા કી જય, જ્યારે બીજેપી સાંસદ અને અભિનેતા પરેશ રાવલે મોદી સરકારના વખાણ કર્યા છે. તેમને ટ્વીટ કરીને લખ્યું છે કે આભાર નરેન્દ્ર મોદી સર અને આપણી સેનાના બહાદુરોને. જય હો..

ફિલ્મ મેકર અશોક પંડિતે ટ્વિટ કરીને લખ્યુ કે હવનની શરૂઆત થઇ ચૂકી છે. 26 ફેબ્રુઆરીએ 3.30 વાગ્યે મિરાજ 2000 ઇન્ડિયન ફાઇટરે એલઓસી પાર જઇને આતંકીઓના લોન્ચ પેડ પૂર્ણ રીતે બરબાદ કરી દીધા છે. પીઓકેમાં જે હુમલો થયો તે આપણું છે. જેથી અમે લાઇન ઓફ કંટ્રોલ પાર કરી નથી. #વંદેમાતરમ. બીજા ટ્વીટમાં તેમણે લખ્યું કે
Chun Chun ke maarenge જવાનોને સલામ, વંદેમાતરમ

આ પણ વાંચજો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો