યમરાજના અવતાર હતા યુધિષ્ઠિર, જમીનથી ચાર આંગળી ઉપર ચાલતો હતો તેનો રથ, યુદ્ધ ખતમ થયા પછી જ્યારે તે ગાંધારીને મળવા ગયા તો શું થયું હતું? જાણો

મહાભારતમાં અનેક પાત્ર હતા અને બધાની જુદી-જુદી ભૂમિકાઓ હતી. યુધિષ્ઠિર પણ તેમાંથી એક હતો. યુધિષ્ઠિર પાંડવોમાં સૌથી મોટા હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભલે તેમણે કોઈ નિર્ણાયક ભૂમિકા નથી ભજવી પરંતુ તેનાથી જોડાયેલા અનેક એવા પ્રસંગ છે જે ખૂબ રસપ્રદ છે. આજે અમે તમને યુધિષ્ઠિર સાથે જોડાયેલા રસપ્રદ ફેક્ટ જણાવી રહ્યા છે, જે આ મુજબ છે –

– મહાભારત મુજબ, યુધિષ્ઠિર યમરાજના અવતાર હતા. યમરાજનું એક નામ ધર્મરાજ પણ છે. એટલે મહાભારતમાં પણ યુધિષ્ઠિરને અનેક સ્થાનો પર ધર્મરાજ કહેવામાં આવ્યો છે.

– પાંડવ જ્યારે લાક્ષાગૃહ જવાના હતા, તે સમયે મહાત્મા વિદુરે સંકેતોની ભાષામાં તેને કેટલીક વાતો જણાવી હતી. માત્ર યુધિષ્ઠિર જ તેને સમજી શકતો હતો. તેના કારણે પાંડવોનો જીવ બચી ગયો.

– યુધિષ્ઠિરનો રથ જમીનથી ચાર આંગળ ઉપર ચાલતો હતો, જે દિવસે તેમણે અશ્વત્થામાના સંબંધમાં ગુરુ દ્રોણાચાર્યે ખોટું કહ્યુ, તે સમયથી તેમનો રથ જમીન પર આવી ગયો.

– દ્રોપદી વસ્ત્રહરણના સમયે ભીમ એટલો ગુસ્સે થઈ ગયો હતો કે તેમણે યુધિષ્ઠિરના હાથ જલાવવાની વાત સુદ્ધાં કહી દીધી હતી.

– યુદ્ધ ખતમ થયા પછી યુધિષ્ઠિર ગાંધારીને મળવા ગયો હતો. ક્રોધિત ગાંધારીએ જ્યારે યુધિષ્ઠિરના પગ જોયા તો તેમના નખ કાળા થઈ ગયા હતા.

– જ્યારે પાંડવોએ સ્વર્ગની યાત્રા શરૂ કરી તો દ્રોપદી સહિત બધા પાંડવ રસ્તામાં જ પડી ગયા માત્ર યુધિષ્ઠિક જ સશરીર સ્વર્ગ જઈ શક્યો હતો.

– ગુરુ દ્રોણાચાર્યને ખોટું કહેવાના કારણે યુધિષ્ઠિરને થોડી વાર માટે નરક પણ જોવું પડ્યું હતું.

– યુદ્ધ ખતમ થયા પછી યુધિષ્ઠિરને રાજા બનાવવામાં આવ્યો. યુધિષ્ઠિરે જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ત્યારે તેમણે સંપૂર્ણ પૃથ્વી જ બ્રાહ્મણોને દાન કરી દીધી હતી.

આ પણ વાંચજો – પતિ-પત્ની ગરીબીમાં જીવન વીતાવી રહ્યા હતા, અચાનક પતિને મળી ગયો ખજાનો, ખૂબ ધન હોવા છતાં પત્નીએ છોડી દીધો તેનો સાથ, પછી એક સાધારણ વ્યક્તિએ સમજાવી તેને તેની ભૂલ, જાણો શું હતી ભૂલ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો