આસો વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરી ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે, ભગવાન ધનવંતરિએ સંસારને અમૃત અને બીમારીઓથી બચવા માટે આયુર્વેદનું જ્ઞાન આપ્યું

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધનવંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન સમયે ધનવંતરિએ સંસારને અમૃક આપ્યું હતું.

આયુર્વેદથી પરિચય કરાવ્યો હતોઃ-

ભગવાન ધનવંતરિ દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમારોનો જ અવતાર છે. પ્રાકટ્ય સમયે ધનવંતરિના ચાર હાથમાં અમૃત કળશ, ઔષધી, શંખ અને ચક્ર હતાં. પ્રકટ થતાં જ તેમણે આયુર્વેદનો પરિચય કરાવ્યો. આયુર્વેદ અંગે કહેવાય છે કે, સૌથી પહેલાં બ્રહ્માએ એક લાખ શ્લોકવાળા આયુર્વેદની રચના કરી જેને અશ્વિની કુમારોએ શીખ્યું અને ઇન્દ્રને શીખવાડ્યું. ઇન્દ્રએ તેનાથી ધનવંતરિને કુશળ બનાવ્યાં.

સ્વાસ્થ્ય લાભ મળે છેઃ-

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. સાથે જ, અનેક રોગથી છુટકારો મેળવી શકાય છે. આ દિવસે મનથી ભગવાનની પૂજા કરવામાં આવે તો આયુર્વેદનો લાભ મળી શકે છે. કહેવાય છે કે, જે વ્યક્તિની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ ગઇ છે અને દવા અસર કરી શકતી નથી તો તેમણે ધનવંતરિની વિધિવત પૂજાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.

વાસણ ખરીદવાની પરંપરાઃ-

ધનતેરસમાં ધન શબ્દ ધન-સંપત્તિ અને ધનવંતરિ બંનેને સાથે જોડીને જોવામાં આવે છે. ઉત્પત્તિ સમયે ભગવાન ધનવંતરિના હાથમાં કળશ હોવાના કારણે જ તેમના પ્રાકટ્ય દિવસના અવસરે વાસણ ખરીદવાની પરંપરાની શરૂઆત થઇ. આ દિવસે કુબેરની પૂજા હોવાથી સોના-ચાંદીના આભૂષણ પણ ખરીદવામાં આવે છે. દિવાળીએ રાતે લક્ષ્મી-ગણેશની પૂજા માટે લોકો તેમની મૂર્તિઓ પણ ધનતેરસના દિવસે ઘરે લાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો