ગુપ્ત નવરાત્રિમાં ક્યારેય ક્યાં શુભ યોગ રહેશે તેમજ શું કરવું અને શું ન કરવું તેની માહિતી

25 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ રહી છે, જે 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. 10 દિવસની આ નવરાત્રિમાં 7 શુભ યોગ રહેશે. જેમાં ખરીદારી, લેવડ-દેવડ અને લગ્ન જેવા માંગલિક કાર્યો કરી શકાય છે. આ શુભ મુહૂર્ત સાથે વસંત પંચમી પર્વ પણ રહેશે. જેના કારણે નવરાત્રિ વધારે ખાસ રહેશે. શુભ મુહૂર્તોમાં રવિયોગ, દ્વિપુષ્કર યોગ, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવતાં કાર્યો સિદ્ધ થાય છે. ત્યાં જ, આ દિવસે ચંદ્ર જ્યારે કુંભ અને મેષ રાશિમાં રહેશે ત્યારે મંગળ તથા બૃહસ્પતિની દ્રષ્ટિ ચંદ્ર ઉપર રહેશે. જેથી મહાલક્ષ્મી અને ગજકેસરી યોગનું ફળ પણ લોકોને મળશે.

ક્યારે કયા શુભ યોગ રહેશેઃ-

25 જાન્યુઆરીઃ- સર્વાર્થસિદ્ધિ યોગ

26 જાન્યુઆરીઃ- દ્વિપુષ્કર યોગ

28 જાન્યુઆરીઃ- રવિયોગ

29 જાન્યુઆરીઃ- રવિયોગ

30 જાન્યુઆરીઃ- સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ

31 જાન્યુઆરીઃ– સર્વાર્થસિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિયોગ

03 ફેબ્રુઆરીઃ– રવિયોગ

ગુપ્ત નવરાત્રિમાં શું કરવું અને શું ન કરવું

  1. 1. ગુપ્ત નવરાત્રિમાં દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો

    ગુપ્ત નવરાત્રિમાં મોટાભાગે સાધક દેવીની આરાધના કરી વધારેમાં વધારે લાભ-પુણ્ય કમાવાનો પ્રયાસ કરે છે. ગુપ્ત નવરાત્રિના દિવસો તંત્ર-મંત્ર સિદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. અનેક સાધક આ દિવસે દસ મહાવિદ્યાઓની સાધના કરે છે. આ સાધનાઓથી જીવનની પરેશાનીઓનો અંત થાય છે અને અન્યની ભલાઈનું કામ પણ કરી શકાય છે.

    ગૃહસ્થ સાધક જે સાંસારિક વસ્તુઓ, ભોગ-વિલાસના સાધન, સુખ-સમૃદ્ધિ અને નિરોગી જીવન મેળવવા માંગે છે તેમણે આ નવ દિવસમાં દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો જોઇએ. ગુપ્ત નવરાત્રિમાં માનસિક પૂજા કરવામાં આવે છે. માતાની આરાધના મનોકામનાઓને પૂર્ણ કરે છે.

  2. 2. આ નવ દિવસોમાં સાવધાની જાળવવી જરૂરી છે

    આ નવરાત્રિમાં માનસિક પૂજાનું મહત્ત્વ છે. ગુપ્ત નવરાત્રિ માત્ર તાંત્રિત વિદ્યા માટે હોય છે, એવો કોઇ નિયમ નથી. આ નવરાત્રિમાં કોઇપણ વ્યક્તિ સાધના કરી શકે છે, પરંતુ થોડી સાવધાની રાખવી જરૂરી છે. દસ મહાવિદ્યાઓની પૂજા સરળ નથી. નવ દિવસ માટે કળશની સ્થાપના કરી શકાય છે. જો કળશની સ્થાપના કરવામાં આવી છે તો દિવસમાં બે વાર મંત્ર જાપ, દુર્ગા ચાલીસા કે સપ્તશતીનો પાઠ કરવો જોઇએ. બંને જ સમયે આરતી કરવી. દિવસમાં બે વાર માતાને ભોગ ધરાવો જોઇએ. માતા માટે લાલ ફૂલ સર્વોત્તમ મનાય છે. આકડો, મદાર, દૂર્વા ઘાસ અને તુલસી ચઢાવવા જોઇએ નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો