સારું કામ કરનાર લોકોને ભગવાન સંકટ દૂર કરવાની શક્તિ આપે છે અને રસ્તો આસાન બનાવે છે

એક જાણીતી કથા પ્રમાણે એક મહિલા ઘરમાં ખાવાનું બનાવી રહી હતી. ત્યારે બહારથી તેના પુત્રની ચીસ સંભળાઈ. તે બહાર દોડી આવી. તેને જોયું કે તેનો પુત્ર છત પરથી પડી ગયો છે અને લોહી વહી રહ્યું છે. મહિલા ખૂબ જ ઘબરાઈ ગઈ. તે સમયે તે ઘરમાં એકલી જ હતી. તેને હિમ્મત એકઠી કરી અને પુત્રને ઊઠાવીને હોસ્પિટલ તરફ દોડ લગાવી. રસ્તામાં તે ભગવાનને ટોકવા લાગી કે તેને તેના દીકરા સાથે આટલું ખરાબ કેમ કર્યું?

મહિલા થોડીવારમાં હોસ્પિટલ પહોંચી ગઈ અને એક ડોક્ટર પણ મળી ગયો. ડોક્ટરે તેના પુત્રનો ઈલાજ કર્યો. થોડાં જ દિવસોમાં તેનો પુત્ર સારો થઈ ગયો. મહિલાનો ભગવાન પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો તેનું મન બેચેન હતું. પછી તેને એક દિવસ ધ્યાન આવ્યું કે જ્યારે તેનો પુત્ર ઘાયલ થયો હતો, ત્યારે તે બીમાર હતી.

બીમારીની સ્થિતિમાં જ તે પોતાના 24-25 કિલોના પુત્રને ઊઠાવી દોડીને હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ દોડતી વખતે તેના પુત્રનો ભાર તેને ન્હોતો લાગ્યો. તેને આશ્ચર્ય થયું કે બીમારીમાં તે એક ડોલ પાણી પણ ઉપાડી શકતી ન હતી, તેમ છતાં તે પોતાના પુત્રને ઉપાડીને ડોક્ટર પાસે પહોંચી ગઈ.

ભગવાન સારા કામ કરનારાઓને ક્યારેય આંચ નથી આવવા દેતાં, સંકટમાં ભગવાનને ટોકતી મહિલા એકાએક ભગવાનનો પાડ કેમ માનવા લાગી?

મહિલાને ધ્યાન આવ્યું કે હોસ્પિટલમાં ડોક્ટર તો 2 વાગ્યા સુધી જ હોય છે, તે દિવસે ચાર વાગી રહ્યાં હતાં. જ્યારે તે પોતાના પુત્રને લઈને ત્યાં પહોંચી હતી. ત્યારે ડોક્ટર મળી ગયો, જાણે કોઈએ તેને રોકી રાખ્યો હોય. યોગ્ય સમયે ડોક્ટર મળી ગયો, એટલા માટે તેનો પુત્ર ઝડપથી સારો થઈ ગયો. હવે તેને સમજાયું કે આ બધું ભગવાનની કૃપાથી જ શક્ય બન્યું હતું. તે કારણ વગર ભગવાનને ટોકી રહી હતી, જ્યારે ભગવાન ડગલેને પગલે તેનો સાથ આપી રહ્યો હતો.

બોધ પાઠ-

આ કથાની શીખ છે કે જે લોકો સારા કામ કરે છે, ભગવાન તેમની ઉપર કૃપા રાખે છે. ભગવાન પોતાના ભક્તોને પરેશાનીઓ સહન કરવાની અને તેને દૂર કરવાની શક્તિ આપે છે. રસ્તો સરળ બનાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો