માગશર સુદ પક્ષની અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે, અર્જુનની પહેલાં ગીતાનો ઉપદેશ સૂર્યદેવને પ્રાપ્ત થયો હતો, જાણો કેટલીક રોચક વાતો

ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ શ્રીકૃષ્ણ અને અર્જુન સિવાય પણ ગીતાને અનેકવાર બોલવામાં આવી હતી અને સાંભળવામાં આવી હતી. સામાન્ય રીતે બધા લોકો એ નથી જાણતા કે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. કુરુક્ષેત્રનું મેદાન ગીતાની ઉત્પત્તિનું સ્થાન છે. કહેવાય છે કે કળયુગની શરૂઆતના 30 વર્ષો પહેલાં જ ગીતાનો જન્મ થયો. એટલા માટે માગશર સુદ પક્ષની અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે. આ વખતે આ પર્વ 8 ડિસેમ્બરે ઉજવવામાં આવશે.

ભગવાને સૂર્યદેવન ગીતાનો ઉપદેશ આપ્યો હતો-

જ્યારે શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યાં હતા ત્યારે તેમને એ પણ કહ્યું હતું કે આ ઉપદેશ પહેલાં તેઓ સૂર્યદેવને આપી ચૂક્યા છે. ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું કે સૂર્યદેવ તો પ્રાચીન દેવતા છે, તમે તેમને એ ઉપદેશ પહેલાં કેવી રીતે આપી ચૂક્યાં છો. ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે તારાં અને મારાં પહેલાં અનેક જન્મ થઈ ચૂક્યા છે. તું એ જન્મો વિશે નથી જાણતો, પરંતુ હું જાણું છું. આ પ્રકારે ગીતાનું જ્ઞાન સર્વપ્રથમ અર્જુનને નહીં પરંતુ સૂર્યદેવને પ્રાપ્ત થયું હતું.

સંજયે ધૃતરાષ્ટ્રને ઉપદેશ સંભળાવ્યો-

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યાં હતાં, તે સમયે સંજય(ધૃતરાષ્ટ્રના સારથી, તેમને મહર્ષિ વેદવ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી હતી) પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેઓ બધુ જોઈ રહ્યાં હતાં અને તેને ગીતાનો ઉપદેશ ધૃતરાષ્ટ્રને સંભળાવ્યો હતો.

મહર્ષિ વેદવ્યાસે ભગવાન શ્રીગણેશને સંભળાવ્યો હતો-

જ્યારે મહર્ષિ વેદવ્યાસે મનો મન મહાભારતની રચના કરી તો પાછળથી તેમણે વિચાર્યું કે આને હું મારા શિષ્યોને કેવી રીતે વંચાવું? મહર્ષિ વેદવ્યાસના મનની વાત જાણીને સ્વયં બ્રહ્મા તેમની પાસે આવ્યાં. મહર્ષિ વેદવ્યાસે તેમને મહાભારત ગ્રંથની રચના વિશે જણાવ્યું અને કહ્યું કે આ પૃથ્વી પર તેને લખનારું કોઈ જ નથી. ત્યારે બ્રહ્મદેવે કહ્યું કે તમે આ કામ માટે શ્રીગણેશનું આવાહન કરો. મહર્ષિ વેદવ્યાસના કહેવાથી શ્રીગણેશે જ મહાભારત ગ્રંથનું લેખન કર્યું. મહર્ષિ વેદવ્યાસ બોલતા જતાં હતાં અને શ્રીગણેશ લખતાં જતાં હતાં. આ સમયે જ મહર્ષિ વેદવ્યાસે શ્રીગણેશને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

મહર્ષિ વેદવ્યાસે વૈશ્યમ્પાયન અને બીજા શિષ્યોને પણ ઉપદેશ આપેલો-

જ્યારે ભગવાન શ્રીગણેશે મહાભારત ગ્રંથનું લેખન કર્યું. ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસે પોતાના શિષ્યો વૈશમ્પાયન, જૈમિની, પૈલ વગેરેને મહાભારતના ગૂઢ રહસ્ય સમજાવ્યા. તે અંતર્ગત મહર્ષિ વેદવ્યાસે ગીતાનું જ્ઞાન પણ પોતાના શિષ્યોને આપ્યું.

વૈશમ્પાયનને રાજા જન્મેન્જય અને સભાસદોને ઉપદેશ આપેલો-

પાંડવોના વંશજ રાજા જન્મેન્જયે પોતાના પિતા પરીક્ષિતના મૃત્યુનો બદલો લેવા માટે સર્પ યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞ પૂરો થયો ત્યારે મહર્ષિ વેદવ્યાસ પોતાના શિષ્યોની સાથે રાજા જન્મેન્જયની સભામાં ગયાં. ત્યાં રાજા જન્મેન્જયને પોતાના પૂર્વજો(પાંડવો અને કૌરવો) વિશે મહર્ષિ વેદવ્યાસને પૂછ્યું. ત્યારે મહર્ષિ વેદવ્યાસના કહેવાથી તેમના શિષ્ય વૈશમ્પાયને રાજા જન્મેન્જયની સભામાં સંપૂર્ણ મહાભારત સંભળાવવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને ગીતાનો ઉપદેશ પણ ત્યાં ઉપસ્થિતિ લોકોને આપ્યો હતો.

ઋષિ ઉગ્રશ્રવાએ શૌનકને ઉપદેશ આપેલો-

લોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવા સૂતવંશના શ્રેષ્ઠ પૌરાણિક હતા. એકવાર જ્યારે તેઓ શૈમિષારણ્ય પહોંચ્યા તો ત્યાં કુલપતિ શૌનક 12 વર્ષનો સત્સંગ કરી રહ્યાં હતાં. નૈમિષારણ્યના ઋષિઓ અને શૌનકાજીએ તેમને જોયા તો તેમને કથાઓ સંભળાવવાનો આગ્રહ કર્યો. ત્યારે ઉગ્રશ્રવાએ કહ્યું કે મેં રાજા જન્મેન્જયના દરબારમાં ઋષિ વૈશમ્પાયનના મુખથી મહાભારતની વિચિત્ર કથા સાંભળી છે, તો એ જ કથા હું તમને સંભળાવું છું. આ પ્રકારે ઋષિ ઉગ્રશ્રવાએ શૌનકજીની સાથે-સાથે નૈમિષારણ્યમાં ઉપસ્થિત તપસ્વિઓને મહાભારતની કથા સંભળાવી. આ દરમિયાન તેમને ગીતાનો ઉપદેશ પણ આપ્યો.ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ શ્રીકૃષ્ણ અને અર્જુન સિવાય પણ ગીતાને અનેકવાર બોલવામાં આવી હતી અને સાંભળવામાં આવી હતી. સામાન્ય રીતે બધા લોકો એ નથી જાણતા કે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. કુરુક્ષેત્રનું મેદાન ગીતાની ઉત્પત્તિનું સ્થાન છે. કહેવાય છે કે કળયુગની શરૂઆતના 30 વર્ષો પહેલાં જ ગીતાનો જન્મ થયો. એટલા માટે માગશર સુદ પક્ષની અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે. આ વખતે આ પર્વ 8 ડિસેમ્બરે ઉજવવામાં આવશે.

ભગવાને સૂર્યદેવન ગીતાનો ઉપદેશ આપ્યો હતો-

જ્યારે શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યાં હતા ત્યારે તેમને એ પણ કહ્યું હતું કે આ ઉપદેશ પહેલાં તેઓ સૂર્યદેવને આપી ચૂક્યા છે. ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું કે સૂર્યદેવ તો પ્રાચીન દેવતા છે, તમે તેમને એ ઉપદેશ પહેલાં કેવી રીતે આપી ચૂક્યાં છો. ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે તારાં અને મારાં પહેલાં અનેક જન્મ થઈ ચૂક્યા છે. તું એ જન્મો વિશે નથી જાણતો, પરંતુ હું જાણું છું. આ પ્રકારે ગીતાનું જ્ઞાન સર્વપ્રથમ અર્જુનને નહીં પરંતુ સૂર્યદેવને પ્રાપ્ત થયું હતું.

સંજયે ધૃતરાષ્ટ્રને ઉપદેશ સંભળાવ્યો-

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યાં હતાં, તે સમયે સંજય(ધૃતરાષ્ટ્રના સારથી, તેમને મહર્ષિ વેદવ્યાસે દિવ્ય દ્રષ્ટિ આપી હતી) પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેઓ બધુ જોઈ રહ્યાં હતાં અને તેને ગીતાનો ઉપદેશ ધૃતરાષ્ટ્રને સંભળાવ્યો હતો.

મહર્ષિ વેદવ્યાસે ભગવાન શ્રીગણેશને સંભળાવ્યો હતો-

જ્યારે મહર્ષિ વેદવ્યાસે મનો મન મહાભારતની રચના કરી તો પાછળથી તેમણે વિચાર્યું કે આને હું મારા શિષ્યોને કેવી રીતે વંચાવું? મહર્ષિ વેદવ્યાસના મનની વાત જાણીને સ્વયં બ્રહ્મા તેમની પાસે આવ્યાં. મહર્ષિ વેદવ્યાસે તેમને મહાભારત ગ્રંથની રચના વિશે જણાવ્યું અને કહ્યું કે આ પૃથ્વી પર તેને લખનારું કોઈ જ નથી. ત્યારે બ્રહ્મદેવે કહ્યું કે તમે આ કામ માટે શ્રીગણેશનું આવાહન કરો. મહર્ષિ વેદવ્યાસના કહેવાથી શ્રીગણેશે જ મહાભારત ગ્રંથનું લેખન કર્યું. મહર્ષિ વેદવ્યાસ બોલતા જતાં હતાં અને શ્રીગણેશ લખતાં જતાં હતાં. આ સમયે જ મહર્ષિ વેદવ્યાસે શ્રીગણેશને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

મહર્ષિ વેદવ્યાસે વૈશ્યમ્પાયન અને બીજા શિષ્યોને પણ ઉપદેશ આપેલો-

જ્યારે ભગવાન શ્રીગણેશે મહાભારત ગ્રંથનું લેખન કર્યું. ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસે પોતાના શિષ્યો વૈશમ્પાયન, જૈમિની, પૈલ વગેરેને મહાભારતના ગૂઢ રહસ્ય સમજાવ્યા. તે અંતર્ગત મહર્ષિ વેદવ્યાસે ગીતાનું જ્ઞાન પણ પોતાના શિષ્યોને આપ્યું.

વૈશમ્પાયનને રાજા જન્મેન્જય અને સભાસદોને ઉપદેશ આપેલો-

પાંડવોના વંશજ રાજા જન્મેન્જયે પોતાના પિતા પરીક્ષિતના મૃત્યુનો બદલો લેવા માટે સર્પ યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞ પૂરો થયો ત્યારે મહર્ષિ વેદવ્યાસ પોતાના શિષ્યોની સાથે રાજા જન્મેન્જયની સભામાં ગયાં. ત્યાં રાજા જન્મેન્જયને પોતાના પૂર્વજો(પાંડવો અને કૌરવો) વિશે મહર્ષિ વેદવ્યાસને પૂછ્યું. ત્યારે મહર્ષિ વેદવ્યાસના કહેવાથી તેમના શિષ્ય વૈશમ્પાયને રાજા જન્મેન્જયની સભામાં સંપૂર્ણ મહાભારત સંભળાવવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને ગીતાનો ઉપદેશ પણ ત્યાં ઉપસ્થિતિ લોકોને આપ્યો હતો.

ઋષિ ઉગ્રશ્રવાએ શૌનકને ઉપદેશ આપેલો-

લોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવા સૂતવંશના શ્રેષ્ઠ પૌરાણિક હતા. એકવાર જ્યારે તેઓ શૈમિષારણ્ય પહોંચ્યા તો ત્યાં કુલપતિ શૌનક 12 વર્ષનો સત્સંગ કરી રહ્યાં હતાં. નૈમિષારણ્યના ઋષિઓ અને શૌનકાજીએ તેમને જોયા તો તેમને કથાઓ સંભળાવવાનો આગ્રહ કર્યો. ત્યારે ઉગ્રશ્રવાએ કહ્યું કે મેં રાજા જન્મેન્જયના દરબારમાં ઋષિ વૈશમ્પાયનના મુખથી મહાભારતની વિચિત્ર કથા સાંભળી છે, તો એ જ કથા હું તમને સંભળાવું છું. આ પ્રકારે ઋષિ ઉગ્રશ્રવાએ શૌનકજીની સાથે-સાથે નૈમિષારણ્યમાં ઉપસ્થિત તપસ્વિઓને મહાભારતની કથા સંભળાવી. આ દરમિયાન તેમને ગીતાનો ઉપદેશ પણ આપ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો