સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઈ વઘાસીયાની દિકરીના ઘરે દીકરીનો જન્મ થતા દિવડા પ્રગટાવી રેડ કાર્પેટ સ્વાગત કર્યું.

જૂનાગઢના સમુહલગ્નના પ્રણેતા અને સમાજ સેવકની દિકરીના ઘરે દીકરીનો જન્મ થતા ઘરે દિવડા પ્રગટાવી લાલ જાજમ બિછાવી નવજાત દીકરીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

પુત્રીના ઘરે પારણું બંધાતા ૫ સર્વજ્ઞાતીય બહેનોને સિલાઈ મશીન અપાશે.

સૌરાષ્ટ્રભરમાં જાણીતા બનેલા લેઉવા પટેલ સમાજના નમુનેદાર સમુલગ્નનું આયોજન કરનાર અને ગામડે ગામડે જરૂરીયાતમંદ બહેનોને સિલાઈ મશીન વિતરણ કરી રોજગારીનું માધ્યમ પુરૂ પાડનાર જૂનાગઢના સમાજ સેવક હરસુખભાઈ વઘાસીયાની દિકરી શ્વેતા રાહુલ ઠુંમરના ઘરે તાજેતરમાં જ દિકરીનો જન્મ થયો હતો. નાનાના ઘરે ગૃહ પ્રવેશ નિમિત્તે ‘આખા ઘરને ફુલો, ફુગ્ગા અને રીબીન જેવી વસ્તુઓથી સજાવવામાં આવ્યુ હતુ.

સમુહલગ્નના પ્રણેતા,સમાજ સેવકનું પ્રેરક પગલુ જૂનાગઢમાં દીકરીનો જન્મ થતા દિવડા પ્રગટાવી રેડ કાર્પેટ સ્વાગત

દિપોત્સવીના પર્વની માફક દિપડા પ્રગટાવવામાં આવ્યા હતા તેમ ઘરે કોઈ શાહી મહેમાન આવી રહ્યા હોય તેમ લાલ જાજમ બિછાવીને રેડ કાર્પેટ સ્વાગત પણ નવજાત દીકરીનુ કરવામ આવ્યું હતું. – આ ખુશીના પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે, દિકરી જન્મની યાદમાં આગામી દિવસોમાં ૫ સર્વજ્ઞાતીય જરૂરીયાતમંદ બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવશે.

આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

15 જ મિનિટમાં નામો-નિશાન નહીં રહે મચ્છરનું, રાત્રે સૂતાં પહેલાં કરો કપૂરનો આ 1 ઉપાય

હાથથી ખાવાના છે આ ફાયદા, અમેરિકાની હોટલોએ પણ શરૂ કરી આ પધ્ધતિ

કારમાં ઉંદર ઘૂસી જાય છે તો આ રીતે કરી શકો છો સ્પ્રેનો ઉપયોગ

માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?

રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!