15 જ મિનિટમાં નામો-નિશાન નહીં રહે મચ્છરનું, રાત્રે સૂતાં પહેલાં કરો કપૂરનો આ 1 ઉપાય

અત્યારે મચ્છરોનો ત્રાસ લગભગ બધે જ વધી ગયો છે. તેનાથી બચવા લોકો અલગ-અલગ ઉપાય અજમાવતા હોય છે. વધારે પડતા મચ્છરથી કંટાળી કોઇલનો પણ સહારો લેવો પડે છે, પરંતુ તેનો ધુમાડો શ્વાસમાં જવાથી ઘણાં નુકશાન થવાની શક્યતા રહે છે. તેની જગ્યાએ મચ્છર ભગાડવા માટે કોઇ કુદરતી વસ્તુઓનો ઉપાય કરવામાં આવે તો, મચ્છરથી તો છૂટકારો મળે જ છે, સાથે-સાથે હેલ્થને થતા નુકશાનથી પણ બચી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જે રીતે સ્વાસ્થ્ય માટે લીમડાના ખૂબ લાભદાયી છે તે જ રીતે તેનાથી મચ્છરોને પણ સરળતાથી દૂર કરી શકાય છે. તેના માટે લીમડો અને નારિયેળના તેલને યોગ્ય પ્રમાણમા લઇને તેનુ મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને શરીર પર લગાવવાથી મચ્છર આપણાથી દૂર રહે છે. આ મિશ્રણની અસર ૭-૮ કલાક સુધી રહે છે.

રૂમમાં કપૂર સળગાવવાથી પણ મચ્છરો નાસી છુટે છે. કપૂરને ૧૫-૨૦ મિનિટ માટે સળગાવી ને ઘરમા રાખો. આમ કરવાથી મચ્છર થી કાયમ માટે રાહત મળશે. કપૂર સળવવાથી મચ્છર દૂર ભાગે છે.

પૂરતા પ્રમાણમા નીલગિરીના તેલ અને લીંબુના તેલને લઇને તેનુ મિશ્રણ તૈયાર કરી લો. હવે તેને શરીર પર લગાવો. તેની સુગંધથી મચ્છર તમારી આસપાસ પણ આવશે નહીં.

તુલસીના છોડને રૂમના દરવાજા પાસે રાખવાથી પણ મચ્છર ત્યાંથી દુર રહે છે. તુલસી મચ્છરોને ઘરમા પ્રવેશ કરવાથી રોકે છે. કારણકે તુલસીની સુગંધ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. તે સિવાય લીંબુના છોડનો પણ ઉપયોગ કરી શકો છો.

લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામા આવે છે. લસણની સુગંધ માત્રથી મચ્છર આસપાસ પણ ભટકતા નથી. તેના માટે લસણને પીસીને નવશેકા પાણીમા ઉકાળી લો. આ પણીનો રૂમમા છંટકાવ કરી દો. જેનાથી રૂમમાં એક પણ મચ્છર આવશે નહીં.

લવેન્ડરની સુગંધ પણ ખૂબ તેજ હોય છે. રૂમમા લવેન્ડરનુ રૂમ ફ્રેશનર છાંટવાથી પણ મચ્છર દૂર રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો