પોતાના પર ભરોસો હોય તો કોઈપણ વિપરીત પરિસ્થિતિ કે પરેશાની સામે લડી શકાય છે

કોઈ એક શહેરમાં એક યુવાન રહેતો હતો. તેનો ઘણો સારો વેપાર હતો. પરંતુ કેટલાક ખોટા નિર્ણયોને લીધે તેનો બિઝનેસ બરબાદ થઈ ગયો હતો. તેની ઉપર ઘણું દેવું થઈ ગયું હતું. મિત્રો અને સંબંધીઓ પણ તેનાથી દૂર ભાગવાં લાગ્યાં હતાં. તેને ક્યાંયથી પણ કોઈ આશાનું કિરણ દેખાઈ રહ્યુ ન હતુ.

એક દિવસ તે યુવાન પાર્કમાં ઉદાસ બેઠો હતો. ત્યાં એક વડીલ પણ હતાં. તેમને તે યુવાનને પરેશાનીનું કારણ પૂછ્યું. યુવાને તેમને આખી વાત જણાવી. તે વડીલ ખૂબ અમીર હતાં. તેમણે કહ્યું કે તું મને ઈમાનદાર લાગી રહ્યો છે, એટલા માટે હું તને 10 લાખનો ચેક આપી રહ્યો છું.

આ પૈસાથી તું તારું દેવું ચૂકતે કર અને ફરીથી બિઝનેસ ઊભો કર. આજથી એક વર્ષ પછી આપણે બંને ફરીથી આ જગ્યાએ જ મળીશું, તે સમયે તું મને પૈસા પાછા આપી દેજે. આટલું કહીને વડીલ ત્યાંથી ચાલ્યાં ગયાં. યુવાને જાણે આશાની કિરણ દેખાવા લાગી. તે ચેક લઈને પોતાના ઘરે ગયો.

આત્મવિશ્વાસ હોય તો ફરીથી બેઠાં થઈ શકાય છે, બિઝનેસમાં નિષ્ફળ ગયેલાં દેવાદાર યુવાને ફરીથી બેઠો થવાં શું કર્યું? જાણો

જ્યારે યુવાન દેવાનો હિસાબ કરી રહ્યો હતો ત્યારે તેને લાગી રહ્યું હતું કે જ્યારે એક અજાણ વ્યક્તિ મારાં પર ભરોસો કરી શકે છે, તો હું પોતાના પર ભરોસો કેમ નથી કરી રહ્યો? તેને નિશ્ચય કર્યો કે પહેલાં હું પોતાનો બિઝનેસ બચાવવાનો પૂરો પ્રયાસ કરીશ, જો ત્યાર પછી પણ સફળતા ન મળે તો હું આ ચેકનો ઉપયોગ કરીશ.

એમ વિચારીને તે યુવાન પૂરી મહેનતની સાથે પોતાનો બિઝનેસ ઊભો કરવામાં જોડાઈ ગયો. થોડા જ સમય પછી તેની મહેનત રંગ લાવી. એક વર્ષની અંદર જ તેને પોતાનું બધું દેવું ચૂકતે કરી દીધું અને બિઝનેસને ફરીથી ઊભો કરી દીધો. ત્યારબાદ નિર્ધારિત દિવસે તે યુવાન ફરીથી એ જગ્યાએ ગયો જ્યાં વડીલ વ્યક્તિએ ચેક આપ્યો હતો.

થોડીવાર પછી તે વડીલ ત્યાં જોવાં મળ્યાં. જેવાં વડીલ તેની પાસે આવ્યા અને યુવાન તેમને વાત કરવાં જતો હતો ત્યાં જ એક નર્સે આવીને વડીલને પકડી લીધા. યુવાને પૂછ્યું ત્યારે નર્સે કહ્યું કે આ વડીલ માનસિક રીતે થોડા બીમાર છે, બધા લોકોને તેઓ ચેક આપતા રહે છે.

આ સાંભળી યુવાને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે જે ચેકના બળે તેણે પોતાનો ડૂબતો બિઝનેસ ફરીથી ઊભો કર્યો હતો, તે ચેક તો કોઈ કામનો જ ન હતો. યુવાન સમજી ગયો કે તેને પોતાના પર ભરોસો કર્યો અને પૂરી મહેનતથી પોતાનું કામ કર્યું, તેના બળે જ બિઝનેસમાં ફરીથી સફળતા મળી.

બોધપાઠ-

પોતાના પર ભરોસો હોય તો કોઈપણ વિષમ પરિસ્થિતિ સામે લડી શકાય છે. જ્યારે પણ તમને લાગે કે તમે હારવાનો છો, ફરીથી બમણી શક્તિથી જીતવાનો પ્રયાસ કરો. લગાતાર પ્રયાસ કરતાં રહેવાથી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને જીત પણ જરૂર મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો