શહીદોનો બદલો લેવા ભારતે 8 દિવસમાં લીધાં 8 મહત્વના નિર્ણયો, પાક. મુશ્કેલીમાં

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાનને સતત ઘેરી રહ્યું છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કર્યું છે..ભારત સરકારે પાકિસ્તાનને સબક આપવા ભારતીય સેનાને છૂટ આપી છે. જેને લઈને પાકિસ્તાનને સામે એક્શન લેવાઈ રહ્યા છે. જવાનોની શહાદતનો અલગ અલગ રીતે બદલો લેવાઈ રહ્યો છે.

હુમલાના 8 દિવસમાં ભારતે ક્યા 8 મહત્વના નિર્ણય લીધા?

1 – પાકિસ્તાનમાં નહીં જાય પાણી

પાકિસ્તાને સબક શિખવાડવા ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સિંઘુ જળ સમજૂતિ મુજબ પશ્ચિમ રેન્જની ત્રણ નદી જેલમ, ચેનાબ અને સિંઘુના પાણીનો 80 ટકા ઉપયોગ પાકિસ્તાન અને 20 ટકા પાણી ભારત ઉપયોગમાં લેતા હતા. પરંતુ ભારત આ નદીમાંથી માત્ર 4 ટકા જ પાણીનો ઉપયોગ કરતું હતું. 16 ટકા પાકિસ્તાનમાં જતું હતું. પરંતુ હવે સરકારે નિર્ણય કર્યો છે કે, આ પાણી હવે પાકિસ્તાનને નહીં આપવામાં આવે. તેના પર ડેમ બનાવીને તે પાણીનો ઉપયોગ ભારતમાં જ કરવાની યોજના છે. પાકિસ્તાનનું સિંઘુ પ્રાંત આ પાણી પર જ નિર્ભર છે.

2 – દુનિયાથી અલગ થયું પાકિસ્તાન

પાકિસ્તાનના આતંકી સાથે સંબંધ હોવાની વાત ભારતે વિશ્વ સામે ખુલ્લી મુકી છે. UNSCમાં આ મામલે તમામ દેશે ભારતનું સમર્થન આપ્યું છે. 15 દેશોએ પાકિસ્તાનને આ મામલે ગુનેગાર ઠેરવ્યા છે.

3 – હાફિઝ સઈદ પર પ્રતિબંધ

ભારતની કૂટનીતિ સામે પાકિસ્તાને પોતાના દેશમાં આવેલા આતીં સંગઠનના વડા હાફિઝ સઈદના સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો છે. તેની સંસ્થા જમાત ઉદ દાવા અને ફલાહ-ઈ-ઈંસાનિયત પર પ્રતિબંધ લગાવ્યો છે.

4 – અલગાવાદીઓ સામે એક્શન

જમ્મુ કશ્મીરના અલગાવાદી નેતાઓને મળતી સુરક્ષા સરકારે પરત લીધી છે. વર્ષોથી સરકારના પૈસે લહેર કરતા આ નેતાઓ પર વર્ષો પછી સરકારે આ પ્રકારે એક્શન લીધા છે.

5 – પાકિસ્તાનના વેપારને નુકસાન

પાકિસ્તાનના વેપારીઓને ભારતીય વેપારીઓએ મોટું નુકસાન કરાવ્યું છે. ભારતે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાકિસ્તાનથી છીનવી લીધો છે. જેને લઈને પાકિસ્તાનના વેપારી પોતાનો માલ વેચી શકતા નથી. હાલ પાકિસ્તાનમાં તમામ વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે લોકો તોબા પોકારી ગયા છે.

6 – પાક. સામે ક્રિકેટ નહીં

ભારત પાકિસ્તાનની મેચ જોવાની ઉત્સુકતા દેશ સહિત વિદેશમાં જોવા મળે છે. ત્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે મેચ રમશે નહીં. આ મામલે BCCIએ ICCને પત્ર લખીને રજૂઆત કરી છે.

7 – બોલિવૂડમાં નહીં મળે કામ

બોલિવૂડમાં ખાસ કરીને પાકિસ્તાનના સિંગરોનો દબદબો હતો. પરંતુ પુલવામાના હુમલા બાદ બોલિવૂડના તમામ લોકોએ પાકિસ્તાનના કલાકારોને કામ ન આપવાનું નક્કી કર્યું છે. જેના કારણે પાકિસ્તાનના કલાકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

8 – બોલિવૂડની ફિલ્મ નહીં થયા પાકમાં રિલીઝ
પાકિસ્તાનમાં બોલિવૂડની અનેક ફિલ્મ રિલીઝ થતી હતી. પરંતુ હવે આ વણસતા સંબંધોને ધ્યાને રાખીને ભારતના તમામા નિર્દેશકોએ ફેંસલો કર્યો છે કે, તેઓ પોતાની ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરે.

આમ ભારત સરકારે હુમલાના 8 દિવસમાં આ મહત્વના 8 નિર્ણયો કરીને પાકિસ્તાનને મુશ્કેલીમાં મુક્યું છે. હજુ આગામી સમયમાં આ પ્રકારના નિર્ણય સરકાર ચાલુ રાખશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો