સિંધુ-જળ સમજૂતી નહીં ભારતે પાકિસ્તાનની કરોડરજ્જૂ તોડી, જાણો શું છે INDUS વોટર ટ્રિટી

પુલવામા હુમલા પછીથી દેશમાં પાકિસ્તાન સામે ગુસ્સો વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે, પાકિસ્તાન તરફ જતી નદીઓ રાવી, વ્યાસ અને સતલજ નદીઓના ભારતના હિસ્સાના પાણીને હવે રોકી દેવામાં આવશે. જોકે હવે તેમણે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં એવું પણ કહ્યું છે કે, જો પાકિસ્તાન આતંક ફેલાવવા પર પ્રતિબંધ નહીં લગાવે તો તેમના હિસ્સાનું પાણી પણ રોકવામાં આવી શકે છે.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું છે કે, સામાન્ય રીતે આ પ્રમાણેના નિર્ણય વડાપ્રધાન લેવલથી લેવામાં આવે છે. પરંતુ મેં મારા ડિપાર્ટમેન્ટને કહ્યું છે કે, પાકિસ્તાનને જે તેમના અધિકારનું પાણી મળે છે તેને ક્યાં ક્યાં રોકી શકાય તેમ છે તે વિશેની ટેક્નીકલ ડિઝાઈન બનાવીને તૈયાર કરો. ગડકરીએ કહ્યું છે કે, જો પાકિસ્તાનનો વ્યવહાર આવો જ રહેશે તો તેમની સાથે માનવતાના આધાર પર વ્યવહાર કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે જે આપણા કરારનું પાણી છે તેની સાથે આપણે અત્યાર સુધી કોઈ ચેડા નહોતા કર્યાં. પરંતુ હવે આપણાં અધિકારનું પાણી આપણે રોકી લીધું છે. પાકિસ્તાન સાથે આપણાં સંબંધો સારા નથી અને તેથી હવે આપણે આ પાણીનો ઉપયોગ રાજસ્થાન અને પંજાબમાં કરીશું.

શું છે સિંધુ જળ સમજૂતી?

1947માં આઝાદી મળ્યાં બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીના મુદ્દે પણ જોરદાર ખેંચતાણ જોવા મળી અને નહેરના પાણીને લઈને ઘણો જ વિવાદ થયો.

બે દેશ વચ્ચે ભાગલાં પડ્યાં બાદ નહેરના પાણીને લઈને પાકિસ્તાન સશંકિત થઈ ગયું હતું.

ત્યારે 1949માં અમેરિકાના એક્સપર્ટ ડેવિડ લિલિયેન્થલે આ સમસ્યાના ઉકેલ માટે ટેકનિકલ તથા વ્યાપારિક દ્રષ્ટીએ સમાધાન લાવવાની સલાહ આપી.

લિલિયેન્થલે બંને દેશોને સલાહ આપી કે આ મામલે વિશ્વ બેંક પાસેથી મદદ પણ લઈ શકો છો.

સપ્ટેમ્બર 1951માં વિશ્વ બેંકના અધ્યક્ષ યૂજીન રોબર્ટ બ્લેકે મધ્યસ્થતા કરવાનું સ્વીકાર્યું. જે બાદ લગભગ 10 વર્ષ સુધી વાતચીત ચાલી હતી.
અંતે 19 સપ્ટેમ્બર, 1960નાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ સમજૂતી થઈ તેને 1960ની સિંધુ જળ સંધિ કહેવાય છે.

સિંધુ જળ સમજૂતી 1961થી લાગુ

1960માં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી થયાં બાદ તેના પર તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયૂબ ખાને રાવલપિંડીમાં હસ્તાક્ષર કર્યાં હતા.

12 જાન્યુઆરી, 1961નાં રોજ સંધિની શરતો લાગુ કરવામાં આવી.
સંધિ મુજબ 6 નદીઓના પાણી કે જે ભારતમાંથી પાકિસ્તાન જતી હોય તેની વ્હેંચણી નક્કી કરવામાં આવી.

3 પૂર્વી નદીઓ જેમાં રાવી, વ્યાસ અને સતલજના પાણી પર ભારતને પૂરો હક્ક આપવામાં આવ્યો. જ્યારે 3 પશ્ચિમી નદીઓ જેવી કે ઝેલમ, ચિનાબ અને સિંધુના પાણીના અડધા પ્રવાહને પાકિસ્તાનને આપવાનું નક્કી થયું.

સંધિ મુજબ ભારત પશ્ચિમી નદીઓનું પાણી પણ ઉપયોગ કરી શકે છે, જેનું લગભગ 20 ટકા પાણી ભારતના ભાગે છે.

ભારત પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ પોતાના સ્થાનિક કામો, સિંચાઈ અને વિદ્યુત જળ ઉર્જા માટે કરી શકે છે.

પાકિસ્તાન માટે સિંધુનું પાણી કરોડરજ્જૂ સમાન

2016માં ઉરીમાં આતંકી હુમલો થયાં બાદ ભારતે સંકેત આપ્યાં હતા કે પાકિસ્તાન પર આતંકવાદ વિરૂદ્ધ કડક પગલાં ઉઠાવવાના દબાણમાં તેઓ સિંધુ જળ સમજૂતીનો ઉપયોગ કરી શકે છે.

સિંધુનું પાણી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે કરોડરજ્જૂ સમાન છે. કારણ કે પાકિસ્તાન મુખ્યરીતે કૃષિપ્રધાન દેશ છે અને તેમના દેશમાં ખેતી માટે 80 ટકા સિંચાઈ સિંધુના પાણી પર નિર્ભર છે.

ભારતે હજુ સુધી સિંધુના પાણી પર પોતાના હિસ્સાનો વધુ ઉપયોગ કર્યો નહતો.

પશ્ચિમી જળ પર પણ ભારતનો અધિકાર

સંધિ મુજબ ભારત પશ્ચિમી નદીઓનું પાણી પણ ઉપયોગ કરી શકે છે, જેનું લગભગ 20 ટકા પાણી ભારતના ભાગે છે.

ભારત પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ પોતાના સ્થાનિક કામો, સિંચાઈ અને વિદ્યુત જળ ઉર્જા માટે કરી શકે છે.

સમજૂતી અંતર્ગત ભારતને પશ્ચિમી નદીઓમાંથી 36 લાખ એકર ફીટ (MAF) પાણી સ્ટોર કરવાનો અધિકાર છે.

આ પશ્ચિમી નદીઓના પાણીથી 7 લાખ એકર જમીનમાં લગાડવવામાં આવેલાં પાક માટે સિંચાઈ કરી શકે છે. જો કે ભારતે અત્યારસુધી સ્ટોરેજની સુવિધા વિકસિત નથી કરી.

ભારત, પાકિસ્તાન પર દબાણ બનાવવા માટે અફઘાનિસ્તાનની પણ મદદ લઈ શકે છે.

અફઘાનિસ્તાન સાથે કાબલી નદીના પાણીને રોકવા માટે વહેણ પર નિર્માણની વાત કરી શકાય છે. આ નદીં સિંધુ બેસિનના રસ્તે પાકિસ્તાનમાં જાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો