ગોંડલના ઘોઘાવદર ગામના યુવાને જાતે જ ઇલેક્ટ્રિક બાઇકનું કર્યું નિર્માણ, એક યુનિટ વીજળીથી 50 કિ.મી. ચાલે, 40 હજારનો ખર્ચ, 3 કલાકમાં બેટરી ચાર્જ

ગોંડલના ઘોઘાવદર ગામના યુવાને પેટ્રોલના ભડકે બળતા ભાવથી જ નહીં, પરંતુ એનાથી ચાલતી બાઈકથી જ છુટકારો મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. એન્જિનિયર યુવાને જાતે જ ઇલેક્ટ્રિક બાઈકનું નિર્માણ કર્યું છે. 2 મહિનાની મહેનતના અંતે 40 હજાર ખર્ચીને બાઈક બનાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આસમાને પહોંચેલા પેટ્રોલના ભાવથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. પેટ્રોલના વધતા ભાવથી બચવા લોકો ઈલેક્ટ્રિક બાઈક ખરીદવા તો ઈચ્છી રહ્યા છે, પરંતુ મોટી કંપનીના ઇલેક્ટ્રિક વાહનોની કિંમત સામાન્ય માણસને પરવડે એમ નથી. ત્યારે ગોંડલના ઘોઘાવદર ગામમાં રહેતા એન્જિનિયર નટવર ડોબરિયા નામના યુવકે જાત મહેનતે ઈલેક્ટ્રિક બાઈક બનાવી છે. આ બાઈકની ડિઝાઈનથી લઈ મોટા ભાગના સ્પેરપાર્ટ્સ પણ આ યુવાને જાતે જ બનાવ્યાં છે. બાઈકની બનાવટ માટે કોઈ મોટા શહેરમાં જવાની પણ જરૂર નથી પડી. ઘરઆંગણે જ બાઈકનું નિર્માણ કર્યું છે. ઈલેક્ટ્રિક બાઈક માટે 60 દિવસની મહેનત અને 40 હજારનો ખર્ચ થયો છે. એકવાર ચાર્જ કર્યા બાદ બાઈક 50 કિલોમીટર ચાલી શકે છે અને 35 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલે છે. જોકે માટે માત્ર એક યુનિટ વીજળી વપરાઈ છે.

બાઈક માટે અનેક લોકો કરે છે સંપર્ક
પેટ્રોલના વધતા ભાવ વચ્ચે આ બાઈક અંગે જાણ થતાં જ લોકો પૂછપરછ માટે આવી રહ્યા છે. અનેક લોકો ખરીદી માટે પણ સંપર્ક કરી રહ્યા છે, હાલ એક જ બાઈક બનાવ્યું હોવાથી વેચાણ કરવું શક્ય નથી. જોકે નટવર ડોબરિયા જણાવે છે કે ભવિષ્યમાં દરેકને પરવડે એવી કિંમતે બાઈક લોકો સુધી પહોંચાડીશ.

250 વોટની મોટર અને 48 વોલ્ટની બેટરી
બાઇક બનાવવા માટે 250 વોટની મોટર અને 48 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે આ બાઈકમાં લીડ- એસિડ બેટરીની જગ્યાએ લિથિયમ-આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી એમાં પાણીની જરૂર પણ રહેતી નથી. બેટરીને એકવાર ચાર્જ થવા માટે 3 કલાકનો સમય લાગે છે.

50 કિ.મી. વિસ્તારમાં જવા આ બાઈકનો ઉપયોગ
નટવર ડોબરિયાનું કહેવું છે કે ઇલેક્ટ્રિક બાઈકની બેટરી એકવાર ચાર્જ કર્યા બાદ 50 કિલોમીટર સુધી ચાલી શકે છે, જેથી આસપાસના 50 કિલોમીટર વિસ્તારમાં જવા- આવવા પરિવારમાં તમામ લોકો આ બાઈકનો જ ઉપયોગ કરે છે, સાથે જ વાડી વિસ્તારમાં પણ આ બાઈક સારી રીતે ચાલી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો