સુરેનદ્રનગર જિલ્લાના ચુડામાં મોટી બહેનના લગ્નમાં નાની બહેને જવતલ હોમી ભાઇની ફરજ નિભાવી

દિકરીના લગ્ન હોય ત્યારે સાત ફેરા ફરતી વખતે કન્યાનો ભાઇ જવતલ હોમી બહેનના હાથે અગ્નીમાં આહુતી અપાવે તેવી પરંપરા છે. અને આથી જ ભાઇને લાડમાં જવતલીયો પણ કહેવામાં આવે છે. ભાઇ બહેનના અપાર હેતની આ પ્રણાલી આજે પણ લગ્ન પ્રસંગે અકબંધ છે. સંજોવવશ જો કન્યાને કોઇ ભાય ન હોય તો કૌટુંબ ભાઇઓ પણ જવતલ હોમીને બહેનના હેતની પરંપરા જાળવે છે.

પરંતુ સુરેનદ્રનગર જિલ્લાના ચુડામાં રહેતા દિવ્યકાંતભાઇ રાવલને સંતાનમાં બે દિકરીઓ જ હતી. બંને દિકરીને દિકરાથી વિશેષ લાડ પ્રેમથી ઉછેર કરનાર આ પરિવારમાં મોટી દિકરી નિધીનો તા. 7 ડિસેમ્બરના રોજ લગ્નનો રૂડો અવસર હતો. વાજતે ગાજતે જાન સાથે આવેલો લાડો અને લાડી ચોરીમાં સપ્તપદીના ફેરા ફરવા માટે બેઠા ત્યારે જવતલ હોમવાની વિધી આવી એ સમયે પિતાજી એ કહયુ કે મારે ભલે દિકરો ન હોય પરંતુ મારી નાની દિકરી… નીષા મારા માટે દિકરાથી કાઇ કમ નથી. આથી જવતલ હોમવાની વિધી દિકરી નિષા કરશે. આમ નાની બહેન સાફામાં સજજ બની આવી અને મોટી બેનના લગ્નમાં જવતલ હોમીને ભાઇની પરંપરા તો નિભાવી હતી પરંતુ સાથે સાથે દિકરીઓ હવે દિકરા સમાન બની ગઇ હોવાની ભાવના પણ ઉજાગર કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો