યામિની પટેલે કૂડો સ્પર્ધામાં સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અંકલેશ્વરની યામિની પટેલે 63માં નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.મધ્યપ્રદેશ ખાતે યોજાયેલ નેશનલ સ્કૂલ ગેમ્સ કૂડોમાં અંડર 19ના માયનસ 63 કી.ગ્રા કેટેગરીમાં તેણે પોતાનું કૌવત બતાવ્યું હતું. અંકલેશ્વરની પી.પી.સવાણી સ્કૂલ ખાતે અભ્યાસ કરતી યામિની પટેલે ગુજરાત તરફથી 63માં નેશનલ સ્કૂલ ગેમ્સ ભાગ લીધો હતો. ધોરણ 10 માં અભ્યાસ કરતી યામિની પટેલ નવસારીના વિસ્પી કાસદના માર્ગદર્શન હેઠળ તેના કોચ પ્રિયંક રાણા પાસેથી ટ્રેનિંગ મેળવી હતી.

કૂડો ટુર્નામેન્ટ અગાઉ તે નેશનલ અને ઇન્ટર નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે.

તેને અક્ષય કુમારના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. મધ્યપ્રદેશના સાગર ખાતે યોજાયેલ નેશનલ સ્કૂલ ગેમ્સ કૂડોમાં અંડર 19ના માયનસ 63 કી.ગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ભરૂચ શહેર તથા જિલ્લામાંથી રમતવીરો વિવિધ રમત સ્પર્ધાઓમાં તેમનું કૌવત બતાવી રહયાં છે. યામીની પટેલને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાં છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!