વિશ્વ મહિલા દિવસે આ પુરુષને મળશે વર્લ્ડસ્ બેસ્ટ મોમ એવોર્ડ, ડાઉન સિન્ડ્રોપથી પીડિત અવનિશને દત્તક લેનાર આદિત્ય દુનિયાની બેસ્ટ મા બન્યો

આગામી 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસે દુનિયાની બેસ્ટ મમ્મી હોવાનો એવોર્ડ એક મહિલાને નહીં પણ પુરુષને મળવા જઈ રહ્યો છે. બેંગ્લુરુમાં આયોજિત થતી ‘વેમપાવર ઇવેન્ટ’માં દુનિયાની શ્રેષ્ઠ માતાને સન્માન કરવામાં આવે છે, આ વર્ષે આ ટાઈટલ પુણેના રહેવાસી આદિત્ય તિવારીને મળ્યું છે. આદિત્યએ વર્ષ 2016માં ડાઉન સિન્ડ્રોમથી પીડિત 22 મહિનાના અવનિશને દત્તક લીધો હતો. હાલ અવનિશ 6 વર્ષનો થઈ ગયો છે અને તેને ગર્વ છે કે માતા-પિતા તરીકે તેને આદિત્ય મળ્યો છે. તેણે દીકરાને દત્તક લીધા પછી લગ્ન કર્યા હતા

‘દુનિયાને મારી સ્ટોરી કહેવા ઉત્સુક છું’

વર્લ્ડસ્ બેસ્ટ મોમ માટે સિલેક્ટ થયા બાદ આદિત્યએ મીડિયાને જણાવ્યું કે, આ ટાઈટલ મેળવી હું ઘણો ખુશ થઈશ. અવનિશને મોટો કરવામાં મને જે અનુભવ થયા છે, તે પણ લોકો સાથે શેર કરવા હું ઘણો ઉત્સુક છે.

દીકરા માટે નોકરી મૂકી

આદિત્યની જિંદગીમાં અવનિશ આવ્યો તે પહેલાં સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો હતો. તેણે 1 જાન્યુઆરી 2016ના રોજ દીકરાને દત્તક લીધા બાદ નોકરી છોડી દીધી. આદિત્ય હવે સ્પેશિયલ ચાઈલ્ડ માટે કાઉન્સલિંગ, ગાઈડિંગ અને તેમના પેરેન્ટ્સને મોટિવેટ કરે છે. આ કામ આદિત્ય એકલો નથી કરતો પણ તેની સાથે તેનો દીકરો અવનિશ પણ જોડે જ હોય છે.

આદિત્ય-અવનિશને વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પણ આમંત્રણ આપ્યું

બાપ-દીકરાની જોડી અત્યાર સુધી 22 રાજ્યોમાં આશરે 400થી વધારે લોકેશન પર મીટિંગ્સ, વર્કશોપ અને કોન્ફ્રન્સ કરી ચૂક્યા છે. તેઓ દુનિયાભરમાં 10 હજાર સ્પેશિયલ ચાઈલ્ડના પેરેન્ટ્સના કોન્ટેક્ટમાં છે. આદિત્ય-અવનિશને વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પણ આમંત્રણ આપ્યું છે. વર્ષ 2017માં આદિત્ય અડોપ્શન ટોપિક પર ટેડએક્સ સુરતમાં સ્પીચ પણ આપી ચૂક્યો છે.

અવનિશના હાર્ટમાં બે હોલ હતા

આદિત્યનું માનવું છે કે,આ આપણા દેશમાં સ્પેશિયલ ચાઈલ્ડ માટે સરકાર તરફથી કોઈ સારી સુવિધા નથી. સરકારે આ બાળકોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આદિત્ય અને અવનિશ મહારાષ્ટ્રના વાકડ શહેરમાં રહે છે. 6 વર્ષનો અવનિશ સ્કૂલે પણ જાય છે. અવનિશની તબિયર પહેલેથી સારી રહેતી નહોતી. થોડા વર્ષો પહેલાં તેના દિલમાં બે હોલ હતા પણ થોડા સમય બાદ કોઈ પણ સરકરી વગર તે ગાયબ થઈ ગયા. હાલ તે અમુક મેડિકલ કન્ડિશન સામે લડી રહ્યો છે અને ટૂંક સમયમાં બે સર્જરી બાદ તે સ્વસ્થ થઈ જશે.

બાપ-દીકરાની આ જોડી ભવિષ્યમાં પણ સ્પેશિયલ ચાઈલ્ડના પેરેન્ટ્સના કાઉન્સેલિંગ સેશન્સ કરવા એકદમ તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો