પાટડીના ડેપ્યુટી કલેક્ટરના ડ્રાઇવરની દીકરી 12માં 2 વિષયમાં નાપાસ થઈ છતાં કોન્સ્ટેબલ બની અને હવે CRPFમાં પસંદગી પામીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

પાટડીના ડૅપ્યુટી કલેક્ટરના રોજમદાર ડ્રાઇવરની દીકરીએ પોલીસ કોન્સ્ટેબલ અને સીઆરપીએફમાં પસંદગી પામીને માલધારી સમાજને ગૌરવ અપાવ્યું છે. ભાવના ખાંભલા અત્યારે વડોદરામાં હથિયારધારી કોન્સ્ટેબલની તાલીમ લઈ રહી છે. ભાવનાએ જે સિદ્ધિ મેળવી છે, તેની પાછળનો સંઘર્ષ પ્રેરણાદાયી છે.

સગરામભાઈ ખાંભલાના 5 સંતાનમાંની ભાવનાએ આર્થિક સહયોગ આપવા આગળનો અભ્યાસ છોડવા પડ્યો હતો પરંતુ સપનું સાકાર કરવા મજૂરીકામ કરીને ધોરણ 12ની પરીક્ષા આપી હતી. 2 વિષયમાં નાપાસ થવા છતાં હિંમત હાર્યા વિના બીજા પ્રયત્ને ધો 12મ‍ાં ઉત્તીર્ણ થઈ હતી. ભાવનાએ જણાવ્યું કે, મેં આર્મીમેન અબ્દુલભાઈ કુરેશીના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ અને સીઆરપીએફની પરીક્ષા પાસ કરી હતી.

UPSC પાસ કરવા રાત્રે 1 વાગ્યે પણ હું દોડવા જતી હતી : ભાવના
ભાવના ખાંભલા એ જણાવ્યુ કે, ‘કોઈને સુખ હોય, કોઈને દુ:ખ હોય. મમ્મી-પપ્પા પાસે મેં 1 વસ્તુ માગી છે તો 2 વસ્તુ મળી છે. ધોરણ 1થી 6 સુધી મેં દુ:ખ નહોતું જોયું, પરંતુ 8મા ધોરણ પછી પપ્પાની સ્થિતિ એવી હતી કે મારે 9મા ધોરણથી કડિયાકામ શરૂ કરવું પડ્યું. મેં 3 વર્ષ સુધી કડિયાકામ કર્યું. મને અત્યારે પણ કામ કરવામાં કોઈ જ શરમ નડતી નથી.

જીવનમાં કોઈ લક્ષ્ય હોવું જોઈએ અને મારું લક્ષ્ય હતું યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું. એ માટે પૈસાની જરૂર હતી. પૈસા કમાવા માટે ઘરની સ્થિતિ નહીં જોવાની અને મા-બાપને પણ ટોર્ચર નહીં કરવાનાં. મેંમારા ભણવાનો ખર્ચ જાતે કાઢવાનું નક્કી કર્યું. મેં રસોઈયાની નોકરી પણ કરી છે અને અત્યારે પણ હું નોકરી કરું છું.

દેવું કરીને ભણીએ તો ભાર વધે, એ કરતાં જાતે કમાઈ લેવું. મને કડિયાકામ કરવામાં કોઈ જ શરમ નહોતી નડતી. યુપીએસસીની પરીક્ષા પાસ કરવી હતી એટલે હું સવારે, સાંજે અને ક્યારેક રાત્રે 1 વાગ્યે પણ દોડવા જતી હતી. હાઈસ્કૂલમાં છોકરીઓ ભણવા આવતી નહોતી છતાં મેં 1 વર્ષ મહેનત કરી. લોકો અત્યારે મારા વિષે ગમે તે કહેતા હોય પરંતુ જ્યારે હું મારું લક્ષ્ય પૂરું કરીશ ત્યારે એ જ લોકો મને યોગ્ય ઠેરવશે.

ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ વાંચીને મેં પણ ડાયરી લખવાનું શરૂ કર્યું છે. મને લખતાં નહોતું આવડતું છતાં હું પ્રયત્ન કરતી, અંગ્રેજી નહોતું આવડતું પરંતુ મારે એ શીખવું જરૂરી છે એટલે હું શીખું છું. ઘણી વાર રડવાનું, મહેનત કરવાનું છોડી દેવાનું મન થાય પણ હું ક્યારેય હિંમત નહોતી હારી.’પોલીસમાં પસંદગી પામ્યા બાદ પાટડીની સરકારી નાનુબાપા કન્યાશાળામાં ભાવનાએ કહેલી સંઘર્ષકથામાંથી.

સગરામભાઈએ જણાવ્યું કે, મારી દીકરીએ આકરી મહેનત કરીને કોન્સ્ટેબલ અને સીઆરપીએફની પરીક્ષા પાસ કરી પરિવારનું ગૌરવ વધાર્યું છે. સરકારી કન્યા શાળાના શિક્ષક રોહિત ઝોલાપરાએ કહ્યું કે ભાવનાએ ‘સત્યના પ્રયોગો’ વાચ્યા બાદ પુસ્તકો સાથે દોસ્તી શરૂ કરી ઘરમાં જ નાની લાઇબ્રેરી શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો