8 પાસ મહિલા સરપંચે ગામની મહિલાઓ માટે કર્યું એવું કામ કે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા, દીકરીઓ અને મહિલાઓ માટે નવી પહેલ શરૂ કરી

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની નવી ભીલડી ગ્રામ પંચાયત (Bhildi Gram Panchayat)ના 8 પાસ મહિલા સરપંચ (Women Sarpanch)એ ગામના ભંડોળમાંથી ઉભી કરેલી ગામની મહિલાઓ માટેની અનોખી યોજના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દીકરીઓ અને મહિલાઓ માટે કરોડો રૂપિયાની સહાય ચૂકવવામાં આવી રહી છે. હાલમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ થકી લોક જાગૃતિ લાવવામાં આવી રહી છે. પરંતુ આજે અમે તમને એક એવી ગ્રામ પંચાયતના સરપંચની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેઓ 8 પાસ સરપંચ છે. અને તેમને પોતાના ગામની મહિલાઓ અને દીકરીઓ માટે એક નવી પહેલ શરૂ કરી છે.

બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલું નવીભીલડી ગામની ગ્રામ પંચાયતના 8 પાસ મહિલા સરપંચ ગીતાબેન મોદી દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે ગામમાં એકઠા થયેલા સ્વભંડોળમાંથી સહાય આપવાની યોજના તૈયાર કરી છે. ભીલડી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન દ્વારા ગામમાં રહેતી કોઈ પણ યુવતીના લગ્ન હોય તો તે યુવતીને કન્યા દાન તરીકે ગામના ભંડોળમાંથી રૂ.1100 તો ગામમાં રહેતી કોઈ પણ ગર્ભવતી યુવતીને તેના ડીલીવરી સમયે રૂ.3100ની સહાય અપાય છે. જો કે પંચાયત દ્વારા શરૂ કરેલી મહિલાઓ અને દીકરીઓ માટેની આ સહાયની યોજનાને લોકો વધાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે રાજ્યમાં સૌ પ્રથમ વાર ગામની દીકરીઓને સહાય પુરી પાડવાની યોજના ઉભી કરનાર બનાસકાંઠાની નવી ભીલડી ગ્રામ પંચાયત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.

બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામે ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન મોદી આમ તો માત્ર 8 ચોપડી સુધી જ અભ્યાસ કરેલો છે. પરંતુ આજે ભીલડી ગામની મહિલાઓ અને દીકરીઓ માટે કરેલી કામગીરીથી ગુજરાતભરના લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. ગીતાબેન મોદી જાન્યુઆરી 2017ના રોજ ભીલડી ગ્રામ પંચાયતમાં પદભાર સાંભળ્યો હતો. ત્યારથી આજ દિન સુધી ગીતાબેન મોદી દ્વારા ભીલડી ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું. ગામમાં તમામ ઘરે શૌચાલય બનાવવામાં આવ્યા છે. મહિલાઓ માટે સીબીર યોજી 780 જેટલા માં કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. ગીતાબેન મોદી દ્વારા ગામના વિકાસમાં પણ પોતાની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ ગીતાબેન મોદી ભીલડી ગામે લોકોના ઘરે ઘરે જઈ જે પ્રમાણે સહાય આપી રહ્યા છે તે એક પ્રેરણારૂપ સાબિત થઇ રહી છે.

બનાસકાંઠા જિલ્લાનું ભીલડી ગામ એ 5 હજાર વસ્તી ધરાવતું ગામ છે અને આ ગામની તમામ જવાબદારી ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન મોદી સાંભળી રહ્યા છે. અગાઉ પણ આ મહિલા સરપંચ દ્વારા ગામના વિકાસ માટે અનેક કાર્ય કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં ગીતાબેન મોદી દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે જે સહાયની શરૂઆત કરવામાં આવી છે તે જોતા હાલ ગીતાબેન મોદી બનાસકાંઠા જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો