શોભનાબેન પટેલે પશુસહાય યોજના થકી પશુપાલનનો વ્યવસાય કરી કાચા ઘરમાંથી પાકું ઘર બનાવી સ્વમાનભેર બન્યાં પરિવારનો સહારો

મન હોય તો માળવે જવાય, એ કહેવતને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાકડકુવા ગામે રહેતી શોભનાબેન પટેલે સાર્થક કરી બતાવી છે. એક ગાયના પાલન થકી આજે દશ ગાય કરી તેના સાસરિયામાં કાચા ઘરમાંથી ચાર બેડરૂમનું પાકું ઘર બનાવી આજે સ્વમાનભેર પોતાનું જીવન વીતાવી રહ્યા છે.

ધરમપુર તાલુકાના કાકડકૂવા ગામના શોભનાબેન વિજયભાઇ પટેલ ૪ વિઘા જમીનમાં ખેતી અને ૧ ગાયના દુધ તેમજ ખેતીવાડીની આવક દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. નાનકડી ઝુંપડીમાં ૬ સભ્‍યો અને ૨ બાળકોનું આ કુટુંબ વસવાટ કરતું હતું. શોભનાબેનને ગામમાં તાલુકા પંચાયત અને પશુપાલન વિભાગના કર્મચારીઓ દ્વારા લેવાયેલી ગામની મુલાકાત દરમિયાન આત્‍મા પ્રોજેકટ પશુધન યોજના વિશે જાણકારી મળી. સરકાર દ્વારા દૂધાળા પશુ લેવા માટે રાજ્‍ય સરકાર દ્વારા સહાય મળે છે, એ જાણી પોતાના પરિવાર માટે વધારે ગાય લેવા નિર્ધાર કર્યો. આ માટે પરિવાર સાથે ચર્ચા કરી.

શોભનાબેનના પતિ વિજયભાઇ પટેલ અને પરિવારના પુરુષ સભ્‍યો વલસાડની કંપનીમાં કામ કરતા હોઇ તેઓ પશુઓની દેખભાળ રાખવામાં મદદરૂપ થઇ શકતા ન હોવાથી પરિવારની મહિલાઓએ ખેતીકામ અને પારિવારીક કામકાજ સાથે આ જવાબદારી ઉપાડવાનો નિર્ણય લીધો. ગાયો ખરીદવા માટે શરૂઆતમાં થોડા રૂપિયા પોતાની બચત તથા સગા સંબંધીઓ પાસેથી ઉધાર લીધા અને વર્ષ ૨૦૧૭માં લુણીવાળી અને હોસ્‍ટેજ જાતની પ ગાયો ખરીદી. જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રમાંથી ૨.૩૫ લાખની લોન પશુપાલન માટે લીધી.

એક ગાયથી શરૂ કરેલી યાત્રા આજે દશ ગાય સુધી પહોંચી ગઈ, આર્થિક સધ્ધરતા પણ બક્ષી.

સરકારના આત્‍મા પ્રોજેકટ પશુધન યોજનામાં જોડાતાં ગાયો ખરીદવા માટે વપરાયેલા પુરેપુરા નાણાં પાછા મળી ગયા અને લોન ઉપર ૪૦ ટકા સબસીડીની સહાય પણ મળી. આ ગાયો થકી દરરોજ ૩૫ થી ૪૦ લીટર દુધ કાકડકુવા ગામની ડેરીમાં જમા કરાવી મહિને ૪૦ થી ૪૫ હજારની આવક મેળવી રહ્યા છે. ખેતી અને પશુપાલન દ્વારા પરિવારની આર્થિક પરિસ્‍થિતિમાં સુધારો થવા ઉપરાંત સગાં-સંબંધીઓ પાસેથી લીધેલા ઉધાર ચુકવી બચત કરી શકયા છે. એટલું જ નહીં નાનકડી ઝુંપડીમાં રહેતું આ પરિવાર આજે ૪ રૂમ રસોડાના પાકા ઘરમાં રહેતો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો