શું આપ જાણો છો કે વિંગ કમાંડર અભિનંદને પાકિસ્તાની ધરતી પર હોવાની જાણ થતા જ સૌથી પહેલું કામ કયુ કર્યું ?

અભિનંદનની જાંબાઝીના કિસ્સાઓ પાકિસ્તાનના સમાચાર પત્રોમાં છાપવામાં આવ્યાં છે. ગત 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની F-16 લડાકૂ વિમાન ભારતીય હવાઈ વિસ્તારમાં ઘુસી આવ્યા હતાં અને તેઓ ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની ફિરાકમાં હતા. આ દરમિયાન મિગ 21 બાયસન વિમાનથી પેટ્રોલિંગ કરી રહેલા વિંગ કમાંડર અભિનંદને પાકિસ્તાની વિમાનોને ખદેડી દીધા હતા.

એફ-16 વિમાનનો પીછો કરતા અભિનંદન એલઓસીથી 7 કિલોમીટર અંદર જતા રહ્યાં. આ સાથે જ તેમણે એક મિશન પાકિસ્તાની લડાકૂ વિમાન એફ-16 પર દાગી. પાકિસ્તાની વિમાનના ખુરચેખુરચા ઉડી ગયા અને તેનો કાટમાળ પણ આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં મળી ગયું છે.

પાકિસ્તાની એફ-16 વિમાનને ખદેડવા દરમિયાન અભિનંદનનું વિમાન પણ ક્રૅશ થઈ ગયું. અભિનંદન પૅરાશૂટથી નીચે કૂદી ગયાં અને પાકિસ્તાનના એક ગામમાં ઉતર્યા.

પાકિસ્તાનના સકંજામાં આવેલા ભારતીય ઍરફોર્સના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની બહાદુર સામે પાકિસ્તાની સેના પણ આશ્ચર્યચકિત છે.

જમીન પર પહોંચતા જ અભિનંદને લોકોને પૂછ્યું, ‘હું ક્યાં છું, ભારત કે પાકિસ્તાનમાં ?’ જ્યારે અભિનંદનને ખબર પડી કે તેઓ પાકિસ્તાનમાં છે, તો તેમણે લૉક શીટ સહિત તમામ દસ્તાવેજો તળાવમાં ફેંકી દીધાં. કેટલી મહત્વની માહિતીઓ ધરાવતા કાગળિયા તેઓ ખાઈ ગયા કે જેથી પાકિસ્તાની સેનાને કોઈ માહિતી ન મળે. પાકિસ્તાની અધિકારીઓને અભિનંદન પાસેથી સર્વાઇવલ રજિસ્ટર અને સર્વિસ રિવૉલ્વર જ મળી આવ્યા છે.

દરમિયાન પાકિસ્તાની લોકોની ભીડે અભિનંદનને ઘેરી લીધા. પોતાની સર્વિસ રિવૉલ્વરથી અભિનંદને લોકોને પાછળ ખદેડવા માટે ફાયર પણ કર્યું. દરમિયાન પાકિસ્તાની સેનાના જવાનો ત્યાં આવી પહોંચ્યા અને અભિનંદનને અટકમાં લઈ લીધા. જાબાંજ વિંગ કમાંડર ઝડપાયા બાદ લોકોએ તેમની સાથે મારઝૂડ કરી. જોકે સેનાના જવાનો તેમને ભીડમાંથી બચાવીને લઈ ગયા. પાકિસ્તાની જવાનોએ વિંગ કમાંડર પાસેથી ઘણી માહિતીઓ મેળવાની કોશિશ કરી.

પરંતુ અભિનંદને માત્ર પોતાના નામ અને સર્વિસ નંબર વિશે જ માહિતી આપી. તેમણે આ માહિતી ન આપી કે તેઓ ક્યાં તહેનાત હતા અને કયું ફાઇટર જેટ ઉડાવી રહ્યા હતાં. પાકિસ્તાની સેનાના જવાન પણ અભિનંદનની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. પાકિસ્તાનના સકંજામાં હોવા છતાં અભિનંદન અત્યંત શાંત, ધીર, ગંભીર નજરે પડતા હતાં.

મિત્રો કમેન્ટમાં જય હિન્દ લખીને એમની બહાદુરીને બિરદાવજો.. ભારતના આ વીર સપૂતના અદમ્ય સાહસને સો સો સલામ..
જય હિન્દ.. જય ભારત..

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો