વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનના અદમ્ય સાહસે જ પાકિસ્તાનના F-16 ના હાજા ગગડાવી નાખ્યા

પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાની જબજસ્ત એર સ્ટ્રાઈક બાદ ગઈ કાલે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિમાનો વચ્ચે અવાકાશી યુદ્ધ જામ્યું હતું. જેમાં પાકિસ્તાનનું F-16 યુદ્ધ વિમાન ભારતે તોડી પાડ્યું હતું. આ વિમાન બીજા કોઈ નહીં પણ હાલ પાકિસ્તાનના કબજામાં રહેલા ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદને જ તોડી પાડ્યું હતું.

વિંગ કમાંડર અભિનંદને LoC પર પાકિસ્તાનના F-16ને જોતા જ MiG-21 વિમાન તેમની પાછળ રવાના કર્યું હતું. તેમને F-16નો પીછો કરતા તેને તોડી પાડ્યું હતું જે પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં જઈને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ટકરાવ એ સમયે શરૂ થયો જ્યારે પાકિસ્તાન એર ફોર્સના 10 એરક્રાફ્ટ LoC પર ભારતીય સૈન્ય અડ્ડાઓ પર તરફ આગળ વધતા નજરે પડ્યાં. આ સાથે જ ભારત તરફથી રશિયન બનાવટના 2 MiG-21 અને સુખોઈ-30 MKI યુદ્ધ વિમાનોએ પવનવેગે ઉડાન ભરી.

આ દરમિયાન MiG-21 ના પાયલટ અભિનંદને પાકિસ્તાનના F-16 પર R73 મિસાઈલ દાગી. એકદમ સટીક નિશાન લગાવીને અભિનંદન તરફથી દાગવામાં આવેલી આ મિસાઈલે પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું. જોકે આ વિમાન પાકિસ્તાનની સરહદમાં જઈને પડ્યું હતું અને જોતજોતામાં જ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના આ યુદ્ધ વિમાનો ટુ સીટર હતાં અને તેમણે ત્રણ જુદા જુદા એસબેઝ પરથી ઉડાન ભરી હતી.

ભારતમાં નાપાક ઈરાદાઓ સાથે પ્રવેશેલા આ પાકિસ્તાની યુદ્ધ વિમાનો ભારતીય એરફોર્સના વિમાનોને જોતા જ પોતાની સરહદમાં ઉભી પૂંછડીયે ભાગ્યા હતાં. જેમાં પાકિસ્તાનને એક F-16નું નુંકશાન વેઠવાનો વારો આવ્યો છે. એક ભારતીય અધિકારીના જણાવ્યા પ્રમાણે MiG-21 દ્વારા તોડી પાડવામાં આવેલું પાકિસ્તાની જેટને આપણા સૈનિકોએ તુટી પડતા નજરે જોયું હતું.

જોકે આ દરમિયાન MiG-21ના વિંગ કમાંડર અભિનંદન LoC ક્રોસ કરી ગયા અને તેમનું વિમાન પણ તુટી પડ્યું અને તેઓ હાલ પાકિસ્તાનના કબજામાં છે.

જો આપણા પાયલટને કંઇ પણ થયું તો જિનેવા એક્ટનું ઉલ્લંઘન થશે અને ઇન્ટરનેશનલ લેવલ પર આ એક ક્રિમિનલ કેસ હશે. 7 દિવસની અંદર જ આપણા મિગ પાયલટને રીહા કરવો પડશે, નહિતર જિનેવા એક્ટનું ઉલ્લંઘન પાકિસ્તાનને બહુ ભારે પડશે. બીજી વાત એ કે મેડિકલ સુવિધા પણ આ પાયલટને એવી જ આપવામાં આવશે, જેવી ડ્યૂટી દરમિયાન આપણા દેશમાં મળે છે. મોડી સાંજે એમનો બીજો વિડિયો વાયરલ થયો હતો જેમા તેઓ હેમખેમ દેખાતા ભારતીય લોકોની ચિંતા હળવી થય હતી.. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને સ્પષ્ટ સુચના આપી છે કે અમારા કમાંડરને જલ્દીથી પરત સોંપી દેવામાં આવે..

ભારતના આ વીર સપૂતના અદમ્ય સાહસને સો સો સલામ..
જય હિન્દ.. જય ભારત..

આ પણ વાંચજો..

ગુજરાતમાં બોર્ડર પરના છેલ્લા ગામના લોકોનો અવાજ: ગામ ખાલી નહીં કરીએ, સેનાનો સાથ આપીશું

પાકિસ્તાનમાં જ્યારે પાયલોટ પકડાય તો શું થાય છે? કેવી રીતે આવે છે પરત?

ભારતીની શક્તિશાળી વાયુસેનાની શું છે તાકાત? જાણો તેની ખાસ વાતો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો