ઈન્સ્પાયરિંગ સ્ટોરી, જાડી-જાડી કહીને ચીડવતા હતા, આ વાત એટલી ખરાબ લાગી કે 9 મહિનામાં 74થી 44 કિલો વજન કરી નાખ્યું. જાણો વિગતે

કર્નાટકના બેલ્લારીની 17 વર્ષની સૃષ્ટિની વજન ઘટાડવાની કહાની બહુ જ ઈન્સ્પાયરિંગ છે. એક દિવસ બસ સ્ટોપ પર એક બાળકે તેને જાડી કહીને ચીડાવી હતી. આ જ વાત તેને એટલી ખરાબ લાગી કે તેણે વજન ઉતારવા માટે દૃઢ નિશ્ચય કરી લીધો. સૌથી મોટી વાત તો એ છે કે જિમ ગયા વિના જ તેણે આટલું વજન ઘટાડ્યું. તેણે આપેલાં ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે આખરે તેણે કઈ રીતે વજન ઘટાડ્યું…

એકદમથી નહીં પણ ધીરે-ધીરે શરૂ કરી આ વસ્તુઓ

-સૃષ્ટિએ જોગિંગ કરવાનું શરૂ કર્યું. ઘરની સામે આવેલાં મેદાનમાં તે રોજ જોગિંગ કરવા લાગી. શરૂઆત તેણે અડધાં કલાકથી કરી અને પછી ધીરે-ધીરે સમય વધારીને 1 કલાક કરવા લાગી.

-પછી 2 કલાક રોજ જોગિંગ કરતી. રોજ સવારે 2 કલાક અને સાંજ 2 કલાક જોગિંગ કરવા લાગી. એટલે કે એક દિવસમાં 4 કલાક ઝડપથી ચાલવાની કસરત કરવા લાગી.

-સૌથી મોટી વાત એ હતી કે 9 મહિનામાં તેણે એક દિવસ પણ સ્કિપ ન કર્યો અને તે રોજ જોગિંગ કરતી હતી.

લંચમાં દાળ-ભાત, શાક, રોટલી ખાધી પણ ડિનર માટે બનાવ્યો આ ખાસ નિયમ

ડાયટમાં પણ કર્યા આ ફેરફાર

-ડાયટ સંપૂર્ણ રીતે ચેન્જ કરી. સવારે નાસ્તામાં ઈડલી, પૌઆ, ઉપમા જેવો હળવો નાસ્તો ખાવાનું શરૂ કર્યું. નાસ્તો સ્કિપ નહોતી કરતી. જો ટાઈમસર ખાઈ લેતી હતી.

-લંચમાં નોર્મલ રોટલી-શાક, દાળ-ભાત ખાતી હતી.

-ડિનરમાં ભાત સંપૂર્ણ રીતે ખાવાના બંધ કરી દીધા.

-ડિનર કોઈપણ સંજોગે રાતે 8 વાગ્યા પહેલાં ખાઈ લેવાનું શરૂ કર્યું.

-સ્વીટ્સ, જંકફૂડ, ઓઈલી ફૂડ્સ, બહારનો ખોરાક સંપૂર્ણ રીતે ખાવાનું બંધ કરી દીધું.

-આ જ ફેરફારને કારણે 9 જ મહિનામાં તેનું વજન 74થી ઘટીને 44 કિલો થઈ ગયું.

હવે વજન ન વધે તેના માટે કરે છે આ કામ

-સૃષ્ટિએ જણાવ્યું કે ડૉ.એ તેને અંડરવેટ કહ્યું. ત્યારબાદ તેણે હાઈટ પ્રમાણે વજન વધાર્યું અને હવે તેનું વજન 52 કિલો છે.

-હવે વજન ન વધે તે માટે તે જેટલી કેલરી ઈનટેક કરે છે તેને બીજા દિવસે બર્ન પણ કરે છે. રોજ જોગિંગ કરવાનું છોડતી નથી. રાતે અત્યારે પણ લાઈટ ફૂડ જ ખાય છે.

-જો કોઈ દિવસ રાતે હેવી ડાયટ લીધું હોય તો આગલા દિવસે મહેનત કરીને તેને બર્ન પણ કરે છે…

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો