દરરોજ 6 એનર્જી ડ્રિંક પીતો હતો આ માણસ, જીભની થઈ આવી હાલત, જાણો વિગતે

આખી દુનિયામાં જવાનોથી માંડીને આધેડ ઉંમરના લોકો એનર્જી ડ્રિંક પીવે છે. પરંતુ ડૈન રોયલ્સ માટે આ ભયાનક સાબિત થયું છે. ડૈન શિક્ષક છે. તેમણે થોડા સમય પહેલા જ પોતાના સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેમાં તેમની જીભ પર મોટા છાલા પડી ગયા તેવું દેખાય છે. જે જોઈને એવું લાગતું હતું કે તેમની જીભની ઉપરની સપાટી ઓગળી ગઈ હોય. ડૈનનો દાવો છે કે તેઓ દરરોજ 5-6 એનર્જી ડ્રિંક પીતા હતા અને તેના કારણે જ આવું થયું છે.

કેમિકલને કારણે થયું આવું

ડૈને ફોટો શેર કરી સાથે આ કિસ્સો પણ શેર કર્યો હતો અને લોકોને એનર્જી ડ્રિંક ના પીવાની ચેતાવણી પણ આપી હતી. ડૈન કહે છે દરરોજ એનર્જી ડ્રિંક પીવાથી તેમની ચામડી ઓગળી ગઈ છે. તેઓ આ સમસ્યાનું નિરાકરણ લાવવા ડોક્ટર પાસે ગયા હતા ત્યારે ડોક્ટરે તેમને જણાવ્યું હતું કે ડ્રિંકમાં વધારે પડતી સુગર અને કેમિકલ હોય છે તેના કારણે જ આવું થયું છે. એનર્જી ડ્રિંકમાં 58 ગ્રામ જેટલી સુગર હોય છે. આ સિવાય એમિનો એસિડ, વિટામીન B અને હર્બલ વસ્તુઓ નાખેલી હોય છે.

ડોક્ટરે જણાવી આ બીમારીની હકીકત

ફેસબુક ગ્રુપમાં શેર કર્યો ફોટો

ડૈને ફેસબુક ગ્રુપમાં ફોટો શેર કરતા લખ્યું હતું કે, ‘કોન કોને એનર્જી ડ્રિંક પીવાની આદત છે? જેમને આદત પડી ગઈ છે તેમણે બીજી વખત વિચારવાની જરૂર છે.’ આગળ તેઓ લખે છે કે તમે તસવીરમાં જોઈ શકો છો કે જીભની શું હાલત થાય છે.

મૂળ ઓસ્ટ્રેલિયાના છે ડૈન

ડૈન મૂળ ઓસ્ટ્રેલિયાના છે. જો કે હવે તેઓ એશિયામાં રહે છે. તેમણે જણાવ્યું છે કે તેઓ સિગારેટ પીવે છે, પણ ડોક્ટરે ચોખ્ખુ જ કીધું છે કે આ એનર્જી ડ્રિંકને કારણે જ થયું છે. તેઓ કહે છે કે, ‘હું મારા મોઢાની ચોખ્ખાઈને લઈને ઘણો સચેત છું. હું સિગારેટ તો પીવું જ છું પણ નિયમિત બ્રશ પણ કરું છું.’

હાનિકારક હોય છે ઓવરડોઝ

ડોક્ટર અને ડેન્ટિસ્ટે પહેલા પણ એનર્જી ડ્રિંકને લઈને ચેતાવણી આપેલી છે. આ ડ્રિંકમાં મોટા પ્રમાણમાં કેફિન અને સુગર હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિસર્ચ પ્રમાણે અમેરિકામાં વધારે પડતી સુગરને કારણે દાંતોની સમસ્યામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળ્યો છે. આ સિવાય કેફિનનો ઓવરડોઝ, પેલ્પિટેશન, હાઈ બ્લડપ્રેશર, ઉલટી અને કેટલાક કેસમાં તો મૃત્યુ થઈ હોય તેવા પણ કિસ્સા છે.

(આ પોસ્ટ દેશ-દુનિયાની ‘સોશિયલ વાયરલ સિરીઝ’ હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો