ચૂંટણી કાર્ડ વિના પણ કરી શકો છો મતદાન, આ 11 ડોક્યૂમેન્ટ્સમાંથી કોઈ એકની પડશે જરૂર

લોકસભા ચૂંટણીને આડે હવે થોડાં જ દિવસો બાકી રહ્યાં છે. ચૂંટણી પંચ દરેક મતદારને ચૂંટણી કાર્ડ આપે છે, જેના દ્વારા તે સરળતાની મતદાન કરી શકે. પણ ઘણાં લોકો એવા હોય છે જેમનું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય છે. ચૂંટણી કાર્ડ ન હોય તો પણ દરેક મતદાર મતદાન કરી શકે છે, પણ યાદ રાખો તમારુ નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. જો મતદાર યાદીમાં તમારુ નામ હશે અને તમારી પાસે ચુંટણી કાર્ડ નથી તો ચૂંટણી કાર્ડની જગ્યાએ ચૂંટણી પંચે નક્કી કરેલા 11 દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ દ્વારા તમે મતદાન કરી શકશો. આવો જાણીએ કે આ 11 દસ્તાવેજ કયા કયા છે.

ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય તો પણ તમે મતદાન કરી શકો છો, જાણો શું કરવું

આ દસ્તાવેજોના આધારે પણ કરી શકો છો વોટ

-પાસપોર્ટ

-ડ્રાઈવિંગ લાયસન્સ

-જો તમે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટના કર્મચારી છો અથવા PSUs અને પબ્લિક લિમિટેડ કંપનીમાં કામ કરી રહ્યાં છો તો કંપનીના ફોટો આઈડીના આધારે પણ મતદાન કરી શકો છો.

-પાન કાર્ડ

-આધાર કાર્ડ

-પોસ્ટ ઓફિસ અથવા બેંકની પાસબુક

-MGNREGA જોબ કાર્ડ

-લેબર મિનિસ્ટ્રીનું હેલ્થ ઈન્શ્યોરન્સ કાર્ડ

-પેન્શન કાર્ડ, જેના પર તમારો ફોટો હોય અને તે પ્રમાણિત હોય

-નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)નું સ્માર્ટ કાર્ડ

-સાંસદ અને ધારાસભ્યનું ઓફિશિયલ ઓળખપત્ર

વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી લો

-ચૂંટણી પંચની વેબસાઈટ http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx પર જાઓ.

-પહેલાં ઓપ્શનમાં નામ, અટક અને કેટલીક અન્ય જાણકારી ભરીને ચેક કરી શકો છો.

-બીજા ઓપ્શનમાં વોટર કાર્ડ પર આપેલાં EPIC નંબર દ્વારા જાણકારી મેળવી શકો છો.

-EPIC નંબરને મતદાર આઈડી કાર્ડ કહેવામાં આવે છે. તમે આ નંબર દ્વારા વોટર લિસ્ટમાં તમારું નામ ચેક કરી શકો છો.

-જાણકારી ફીલ કર્યા બાદ વોટર લિસ્ટ ઓપન થઈ જશે અને તમારી ડિટેલ્સ ત્યાં ઉપલબ્ધ હશે.

-બધી જ જાણકારી આપ્યા બાદ પણ જો તમારી ડિટેલ્સ ઓપન ન થાય તો ચૂંટણી પંચના ટોલ ફ્રી નંબર 1800111950 પર કોલ કરો.

આ પોસ્ટને વધુમાં વધુ શેર કરીને લોકોને જાગૃત કરવાના કાર્યમાં સહયોગ આપજો.. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો