સુરતી એન્જિનિયરનું વિદેશી પક્ષીઘરઃ દેશ-વિદેશમાં ફરી એકઠાં કર્યા રેર બર્ડ

સુરતઃ એક નવયુવાન એન્જિનિયરે પોતાનું અનોખું વિદેશી પક્ષીઘર બનાવી પક્ષીપ્રેમને ઉજાગર કર્યો છે. આ પક્ષીઘરમાં અનેક વિદેશી પક્ષીઓની કલબલાટ સાંભળવા લોકોમાં હંમેશા ઉત્સુકતા રહે છે. સુરતના છેવાડાના વિસ્તાર વરીયાવ રોડ પર આવેલા મિત્રની વાડીના નામે ઓળખતા આ પક્ષીઘરમાં રંગબેરંગી પક્ષીઓ પોતાના માદરે વતનથી હજારો કિલોમીટર દુર સુરતમાં પાંખો ફફડાવતા જોવું પણ એક અનેરો આનંદ લાગે છે.

130થી વધુ પ્રજાતિના રેર પક્ષીઓ

આ અનોખા વિદેશી પક્ષીઘરમાં લગભગ 130થી વધુ પ્રજાતિના રેર પક્ષીઓ જોવા મળે છે. જેમાં કુકાટુઝ, કનોર, સીનેગલ પેરોટ, એમોઝોન પેરોટ, આફ્રિકન લવ બર્ડ, આફ્રિકન ગ્રે, આફ્રિકન મકાઉ, લોરીકીટ, ડસ્કી, બ્લેક કેલ્ડ, બ્લ્યુ રીડ સ્ટીક અને રેમ્બો, બુન્ડરીંગર, શો બુન્ડરીગન જેવા વિશ્વના બે મોટા જંગલોમાં જ જોવા મળતા પક્ષીઓને હાલ સુરતીઓ જોઇ પણ રહ્યા છે. અને ભરપૂર આનંદ પણ લઇ રહ્યા છે.

નાનકડું પક્ષીઘર વિદેશી રેર પક્ષીઓના કલબલાટથી ગુંજ્યું

ખોરાકથી લઇ બિમારી સુધીનો તમામ અભ્યાસ કરી તેમની જાળવણીના તમામ પાઠ ભણ્યા હતા. આવા પક્ષીઓ માટે વાતાવરણ મુજબના પાંજરા બનાવવા પડે છે. બસ ત્યારબાદ પોતાના જ ફાર્મમાં ઉભુ કર્યું હતું એક નાનકડું પક્ષીઘર જે આજે અનેક વિદેશી રેર પક્ષીઓના કલબલાટથી ગુંજી રહ્યું છે. હાલ તેમની પાસે 130થી વધુ પ્રજાતિના રેર પક્ષીઓ જોવા મળે છે.

રેર પક્ષીઓને વિદેશી ફૂડ આપવામાં આવે છે

વિશાલ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ તમામ પક્ષીઓના ખોરાક પર ખુબ જ ધ્યાન આપવું પડે છે. તેમનો ખોરાક પણ વિદેશ બેલ્જીયમ, હોલેન્ડ અને યુએસ સહિતના દેશોમાંથી આવે છે. તેમના ખોરાકમાં કાજુ-બદામ-પિસ્તા, સુર્યામુખીના બિજ અપાઇ છે. સ્કારલેટ મકાઉ બર્ડને તો એમેજોનથી લવાયેલી પીળી માટીથી બનાવેલી ઇંટ ખવડાવવામાં આવે છે. જ્યારે લોરી પેરોટને માત્ર ફ્રુટ અને બાળકોને અપાતું સેરેલેક પીવડાવાય છે. હેન્ડ બ્રીડીંગ બાદ બચ્ચાઓને ખાસ ફૂડ જુપરીન અને કેટી ઇન્જેક્શનની સીરીન વડે પીવડાવવામાં આવે છે. જેમાં કેલ્સીયમ માટે સી ફૂડનો પણ વપરાશ કરવામાં આવે છે.

પક્ષીઓની પેરની કિંમત 8-10 લાખ હોય છે

વિશાલ પટેલે ઉમેર્યું હતું કે, ભારતીયોની આ કમ નસીબી કહેવાય કે વિદેશી ડોગનો ઉછેર કરી શકાય છે. પણ વિદેશી પક્ષીઓનો નહીં, લીગલ પરવાનગી મળવી જોઇએ. તો આવા અનેક વિદેશી પક્ષીઘરોમાં રંગબેરંગી પક્ષીઓ જોવા મળી શકે છે. સ્કારલેટ મકાઉ જેવા પક્ષીઓની પેરની કિંમત જાણીયે તો પશીનો આવી જાય છે. આવા પક્ષીઓની પેરની કિંમત 8-10 લાખ હોય છે. જે વિદેશોમાં ખુબ જ સસ્તા ભાવે મળે છે. આપણા દેશના અનેક રાજ્યોમાં આવા પક્ષીઓનો વેપાર પણ થાય છે. તે પણ ખુબ જ મોટા પાયે.

પક્ષીઓ સાથે રહી તેની ભાષા શીખવા મળી

હર્ષ પટેલ (પક્ષઓના કેર ટેકર) એ જણાવ્યું હતું કે, આખો દિવસ તેમની પાછળ નીકળી જાય છે. તેમના પાંજરા રોજ સાફ કરવા પડે છે. પક્ષીઓને ક્યારે પાંજરામાં ખુલ્લા છોડવા તેનો પણ સમય બાંધવો પડે છે. સાફ-સફાઇથી લઇ ખોરાક અને દવાનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. દરેક વસ્તુ સ્ટોકમાં છે કે નહીં તેનો હિસાબ રોજે રોજ ચેક કરવો પડે છે. આ કામ કોઇ એકના હાથે શક્ય ન બની શકે તે માટે બીજા 2-3 માણસો રાખવા પડે છે. બસ આખો દિવસ પક્ષીઓ સાથે રહીને તેમની ભાષા પણ બોલતા થઇ ગયા છીએ. પક્ષીઓ પણ આપણી ભાષા બોલે છે સામે જવાબ પણ આપે છે એમ આખો દિવસ પણ આ પક્ષીઓ સાથે ઓછો પડે છે…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો